Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
હરિ તમે ક્યારે પધારશો ?!

ક્યારે પધારશો, હરિ તમે જ્યારે પધારશો, મારા હૃદયમાં એક ઘેલો જાગ્યો, ક્યારે પધારશો, કદી મોડું ન કરતાં આજ હવે તારા નામનો હેલો જાગ્યો; તારા નામમાં એક જાદુ વસ્યો છે નામ લેતો રહીશ, તારા નામની જ્યારે ધૂન કરું ત્યારે ખુદ હું બની રહીશ; પછી હંસલો મારો અંશ તારો એવો હું બની જઈશ, હસ્તી ભૂલી જઈશ તારો હાથ હું બની જઈશ.

જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવાં માટે જિજ્ઞાસુ ભક્ત પ્રભુને વિનંતિ કરતો રહે, ત્યારે એનાં મનમાં એવો આર્તનાદ જાગે કે, “ હે પ્રભુ! ક્યારે મારા હૃદયમાં ભગવત ભાવની પ્રકાશિત ગતિ સ્વરૂપે આપ પધારશો? આપનું ગુજમાં પધારવું, એટલે જ આપના શાશ્વત ભગવત્ ભાવનું ધારણ થવું. આપના શાશ્વત ભાવનો રાજભોગ ધારણ કરવા માટે જ મનુષ્ય જન્મની ભેટ મળી છે. જાણું છું કે આપના પાવન, શાશ્વતભાવને ધારણ કરવો, એટલે કે ભક્તિ યોગ સ્વરૂપે ભાવની ગુણિયલતામાં એકરૂપ થવું એ કંઈ એટલું સરળ નથી. પરંતુ આપની કૃપાથી શ્રહાનો દીવો પ્રજ્વલિત રહ્યો છે. જેનાં પ્રકાશથી મન શરણાગતિમાં સ્થિત રહે છે અને દઢ સંકલ્પનો ઉજાસ પથરાય છે, કે આ જન્મમાં જ્ઞાન-ભક્તિના સદાચરણની જે ભૂખ આપની કૃપાથી જાગી છે. તે ભૂખને તૃપ્ત કરાવતો આપના ભગવત્ ભાવનો રાજભોગ ધારણ થશે જ. જેમ પાયલટને પ્લેનને જે સ્થળે લઈ જવાનું છે તે બાબતનું જ્ઞાન છે. પાયલટને જગાવવું ન પડે કે પ્લેનને આ રીતે કે આ દિશામાં ચલાવવું જોઈએ...

..તેમ પાયલટ રૂપી આપની આત્મીય ચેતના છે, જે મુજને સ્વયંના ગંતવ્ય સ્થાને લઈ જશે તથા સંસારી રૂપી વાદળોમાંથી પસાર થાય ત્યારે મન મારું ભલે હાલમડોલમ પાય, છતાં આપની કૃપા, આપનું માર્ગદર્શન મુજને સ્મરણ ભક્તિમાં તલ્લીન રાખશે અને રાખે છે એવી શ્રદ્ધાનો દીવો બુઝાતો નથી. કારણ એમાં સ્વમય ચિંતન રૂપી ધી પુરાતું રહે છે. તેથી જ મને શ્રદ્ધા છે’ એવું સ્મરણ મારે કરવું પડતું નથી. એટલે જ સ્મરણ ભક્તિમાં મગ્ન થઈને મને અંતરધ્યાનસ્થ રહે છે. આપના શાશ્વતભાવને આરોગવાની એટલે કે એકરૂપ થવાની ભૂખ રોજ વધતી જાય છે. એ ભૂખનું વર્ણન શબ્દોથી ન થઈ શકે પણ એ પાવન ભૂખના લીધે ઈન્દ્રિયગમ્ય વિષયોને ભોગવવાની ભૂખને તૃપ્તિ મળતી જાય છે. આપના ભગવત્ ભાવનો રાજભોગ આરોગવાની, એટલે કે આપના શામતભાવમાં એકરૂપ થવાની ભૂખ એટલી પ્રબળ થઈ છે, કે મુજમાં એવી ધૂન જાગી છે કે જે નાશવંત જગતના વિચારોથી મને મુક્ત રાખે છે. કૃપા કરી એવી ધૂનની-અંતરધ્યાનની એકાગ્રતામાં હું ખોવાઈ જાય, અહમ્ વૃત્તિઓનું સમર્પણ થાય એવાં અણમોલ ભાવની ધારા વરસાવતાં રહેજો. જેથી હું ખુદ બની જાય છું. હું છું એવી કર્તાભાવની હસ્તીનું ભાન ભુલાઈ જાય, ત્યારે જ આપનો હાય બનીને આપના પ્રેચિત ઉન્નતિના કાર્યો થતાં જરો.’’

ભક્તની આવી વિનંતિના સૂરમાં કોઈ માંગણીનો સ્વાર્થ ન હોય, કે આપ-લે કરવાનો શરતી કરાર ન હોય. એના આર્તનાદના સૂરમાં તો એકરૂપ થવાની ધૂન હોય, એક્પતાનો આનંદ માણવાની તાલાવેલી હોય. એવી તાલાવેલીના લીધે પ્રકાશિત દર્શન વગર ભક્ત રહી ન શકે. ન રહેવાય ન સહેવાય એવો વિરહ જાગે. વાસ્વતમાં એવાં વિરહ સ્વરૂપે અંતરની વિશાળતામાં વિકાર થતો જાય અને પ્રભુની બ્રહ્મ સ્વરૂપની વિસ્તૃતિની દિવ્ય મતિમાં એકરૂપ થવાનો રાહ મળતો જાય. એવા રાહનું સ્વ દર્શન કોઈ શબ્દોથી, કે વિચારોથી, કે સમજણથી ન થાય. પ્રભુમાં એકરૂપ થવું છે, કારણ એનાં જ આપણે અભિન્ન અંશ છીએ. એટલે જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે પ્રભુનો ભગવત્ ભાવ જાગૃત થાય, તે જ છે એકરૂપ થવાના રાષ્ટ્રમાં અંતરમાં ધ્યાનસ્થ થવું. ભક્તમાં એકરૂપ થવાની એવી ધૂન જાગે, કે સંસારી ઘટનાઓની ગમે તેટલી વિકટ સ્થિતિ હોય, છતાં સમયનું ભાન ભૂલાઈ જાય એવી એકાગ્રતાથી સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં તે સ્નાન કરતો રહે. કોઈ પણ કારણ વગર એનાં મનની ભીતરમાં નિર્મળ આનંદનું ઝરણું ઝરતું રહે. એટલે કોઈ રીતરિવાજ, રૂઢિ, કે નિયમોના બંધનધી અંતરધ્યાનસ્થ ન થવાય, એ તો એકરૂપ થવાની ધૂન લાગવી જોઈએ.  સામાજિક જીવનમાં અમક લોકોને અસામાન્ય ક્રિયા કરવાની કે મુશ્કેલ વસ્તુ સ્થિતિને પ્રાપ્ત કરવાની ધૂન હોય. જેમકે હિમાલયની કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં સ્નાન કરવાની ધૂન હોય, પણ તેને ધૂન ન કહેવાય ગાંડપણ કહેવાય. ધૂન તો વાલિયા જેવી હોવી જોઈએ. રામનામની ધૂનના લીધે વાલિયાની ભીતરમાં સમાયેલો પ્રભુનો અંશ વાલ્મિકી ઋષિ રૂપે પ્રગ થયો. એ રામનામની ધૂનનો જાદુ એટલે જ પ્રભુ મિલન માટેનો અગ્નિ પ્રજ્વલિત થાય. જેમ અગ્નિ ભડભડ પ્રગટે ત્યારે તાપ(ગરમી) અનુભવાય, તેમ પ્રભુ મિલન માટેનો તાપ જાગે ત્યારે વિરહનો સંતાપ(વ્યથા) અનુભવાય. વ્યઘા રૂપે પશ્ચાત્તાપભર્યો વિષાદ જાગે, કે યુવાનીનો સમય વિષયોને ભોગવવામાં પસાર કર્યો. હવે પ્રભુ નામની ધૂન વગરના જીવનમાં ભગવત્ ભાવની શીતળતા ક્યારે અનુભવીશ? જ્યારે પ્રભુ નામની ધૂન લાગે પછી સમયની પાબંધી ન હોય, તારા-મારાનો ભેદ ન હોય, કે અનુભવ કરવાની કે પામી લેવાની કોઈ હોડ ન હોય.  હોડ એટલે બીજા સત્સંગીઓ સાથે સરખામણી કરવાની સ્પર્ધા. પોતે બીજા કરતાં અધ્યયન કે ધ્યાન વધુ કરે છે એવું મિથ્યાભિમાન. હોડ એટલે શરત મૂકવી. ભક્ત પ્રભુ મિલન માટે કદી શરત ન મૂકે, કે આટલાં વર્ષોથી પ્રભુ નામમાં લીન રહું છું, તો દર્શન થવાં જ જોઈએ. ભક્ત જાણે છે કે એને માટે જે ઉચિત છે, જે યથાર્થ છે, તે પ્રભુ શક્તિ પ્રગટાવશે જ. જ્યાં શરતી કરાર હોય ત્યાં મુક્ત ગતિનો સમર્પણભાવ ન હોય. અર્થાત્ અમુક વિચાર વૃત્તિની જડતામાં બંધાઈને અંતરધ્યાનમાં સ્થિત ન થવાય. વાસ્તવમાં પ્રભુની કૃપા ધારાને બાંધી ન શકાય. મનની શરતી કરાર જેવી વૃત્તિનો અવરોધ, તે કૃપા ધારાને ભાવની મુક્ત ગતિથી ઝીલી ન શકે. તેથી ઋષિઓએ પુરાણોમાં આવી શરતી વૃત્તિની જડતાને રાક્ષસી વૃત્તિ તરીકે જણાવી છે. રાક્ષસી વૃત્તિવાળું મન પ્રભુ સ્મરણ કરે, પણ એનું સ્વાર્થી માનસ પ્રભુ શાતિની સિદ્ધિ મેળવવાનો પુરુષાર્થ કરે. એવાં પુરુષાર્થને શાશ્વતભાવનો રાજભોગ ન મળે, પ્રભુ માટે તો દુશ્મન કે મિત્ર, ભક્ત કે રાક્ષસ એવાં કોઈ ભેદ નથી. તેથી જ શ્રીકૃષ્ણએ જે મુક્ત ગતિનું દાન માતા યશોદાને થયું હતું, તે જ પૂતનાને પણ અર્પણ કર્યું હતું. ખરેખર, પ્રભુને શત શત પ્રણામ પણ ઓછાં કહેવાય.


સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુ તો સર્વત્ર સર્વમાં સમાયેલો છે

પ્રભુ તો સર્વત્ર સર્વેમાં સમાયેલો છે, સર્વેમાં ખોવાયેલો છે, સર્વેમાં સંતાયેલો છે; તે ખોવાયેલામાં જો ખોવાઈ જવું હોય, તો ખુદને ખોવાઈ જવું પડે; હું પદનો અહંકાર ખુદ ખોવાઈ જાય, ત્યારે સર્વેમાં ખોવાયેલો ખુદ શોધે કે: મુજમાં ખોવાયેલો મારો ભક્ત, ક્યાંય અટવાઈ ન જાય સમયની ગતિમાં સમયની ગતિથી સમય ચાલે અને સમયથી સમયમાં મન બંધાય; સમયથી ઊર્ધ્વગતિનો સમય જો પ્રગટે, તો સમયમાં સમભાવથી સમાઈ જવાય,

 

જ્ઞાન-ભક્તિની સરિતામાં જો સ્વમય ચિંતન રૂપે તરતાં રહેવાય, તો અહમ્ વૃત્તિનો અહંકાર વિલીન થતો જાય. હું પદની અહમ્ વૃત્તિ એટલે વ્યક્તિગત વ્યક્તિત્વને દર્શાવતાં વિચારોનું વર્તન, મન પર પથરાયેલાં કર્મસંસ્કારોના આવરણની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ છે. તેથી સંસારી પદાર્થોને-વિષયોને ભોગવવાનાં વિચાર-વર્તનના વ્યક્તિત્વમાં બંધાઈને માનવી જીવે છે. એવા જીવનમાં મારું તારું પરાયુના ભેદભાવ હોય અને વ્યક્તિગત ઓળખાણની સરખામણી હોય. અર્થાત્ શરીરના દેખાવથી, માનસિક વિચારોના વર્તનથી માનવી એકબીજાને ઓળખે અને એવી ઓળખથી પોતાનું વ્યક્તિત્વ સારું છે એવાં મિથ્યાભિમાનથી જીવે. પોતાના સ્વભાવની મહત્તાનો સ્વીકાર કરાવતી અહમ્ વૃત્તિથી ભરેલું મન, ભેદભાવથી સરખામણી કરવાના વિચારોમાં ફરતું રહે છે. જ્યાં ભેદભાવ છે, મારું-તારુંનો તોલમાપ છે, ઉચ્ચ નિમ્ન કક્ષાનું મૂલ્યાંકન છે, ત્યાં મન માત્ર વ્યવહારિક જીવનની ઘટનાઓમાં બંધાયેલું રહે છે. એવું સંકુચિત માનસ, જિવાડનાર પ્રભુની શક્તિની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરી શકતું નથી. એ સત્સંગ કરે, આધ્યાત્મિક સંઘના સાત્ત્વિક વિચારોનું શ્રવણ કરે, પણ તેનો ભાવાર્થ ગ્રહણ કરે નહિ. કારણ મન વ્યવહારિક જગતના વિચાર-વર્તનમાં એટલું બધું ઓતપ્રોત રહે, કે આકારોને સર્જાવતી નિરાકારિત ઊર્જાની ચેતનાનો સ્વીકાર કરી શકતું નથી.

 

પ્રભુની ઊર્જાની ચેતનાના વાસ્તવિક સત્યનો સ્વીકાર જ્યારે થાય, ત્યારે પુણ્યશાળી સત્કર્મોનાં સંસ્કારો જાગૃત થાય, જે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાની જિજ્ઞાસાને જગાડે. જિજ્ઞાસુભાવનો અગ્નિ એકવાર પ્રજ્વલિત થાય, પછી સ્વયંને જાણવાની એવી આગ લાગે, કે ક્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને ભક્તિભાવમાં સ્નાન કરતો રહું. જ્યાં સુધી સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગૃત થતી નથી, ત્યાં સુધી આધ્યાત્મિક યાત્રા માત્ર વ્યવહારિક પ્રવૃત્તિની જેમ થાય છે. એવી પ્રવૃત્તિથી સાત્ત્વિકભાવની જાગૃતિનું સદાચરણ ઘારણ નથી થતું. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં મન જો નિષ્ઠાપૂર્વક શરણભાવથી સ્થિત થાય, તો મનની ભીતરમાં સુષુપ્ત રહેલી સાત્ત્વિકભાવની ગુણિયલતા જાગૃત થતી જાય. જ્ઞાની ભક્ત તો જિજ્ઞાસુ મનને પ્રેમભાવથી ઢોળે અને જીવનનું પ્રભાત ઉગાડતી દિશાનું માર્ગદર્શન ઘરે, ત્યારે જિજ્ઞાસુ મનના અંતર દ્વાર ખોલવતો સંવાદ કરે કે, “હે પ્રિય! જાગે છે કે ઊંઘે છે. આ મહાભૂતોની અણમોલ પ્રકૃતિનું તારું જીવન શું આમ જ વ્યર્થ જશે? ક્યાં સુધી બાહ્ય જગતના વિચારોમાં ઊંઘતો રહીશ. આ રાગ-દ્વેષાત્મક સ્વાર્થી માયાજાળથી તું ક્યારે મુક્ત થઈશ! શું તને ખરેખર પ્રભુની દિવ્ય પ્રીતને માણવાની આશ છે!!!

 

જિજ્ઞાસુ ભક્તની યોગ્યતા જાણીને એના શરણભાવ રૂપી ઝરણાંને જ્ઞાની ભક્ત ગતિમાન કરાવે અને સ્વાનુભૂતિની અંતર યાત્રા માટેની તડપ વધારે. જિજ્ઞાસુભાવની એવી તડપ કે તરસ જ સહજતાથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતી રહે છે. જ્ઞાન- ભક્તિની સરિસ્તામાં તરવું એટલે સ્વમય ચિંતનમાં ભક્તિભાવથી ઓતપ્રોત રહેવું અને સ્વ સ્વરૂપની ઓળખથી વ્યવહારિક જીવન જીવવું. જિજ્ઞાસુ ભક્તમાં સ્વાનુભૂતિની તડપ વધતાં, એને પોતાની અહમ વૃત્તિઓને ઓગાળવાની આતુરતા જાગે, ત્યારે એ જ્ઞાની ભક્તને પોતાની મુંઝવણ દર્શાવે કે, ‘“હે પૂજ્જવર મુજ પર એટલી કૃપા કરો કે ઇફિક જીવનની ઘટનાઓના ઉતારચઢાવમાં અટવાઈ ન જવાય અને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહું એવી લગની લગાડો. જેથી ઈન્દ્રિયગમ્ય વિષયોનું આકર્ષણ વિલીન થઈ શકે. જેમ ઘઉંમાંધી કાંકરા વીણી શકાય છે, તેમ હે પ્રાતઃસ્મરણીય પિતામહ! મારી અહમ્ વૃત્તિઓના કાંકરાઓને હું ઓળખી શકું. એવી સાત્ત્વિક બુદ્ધિનું દાન આપો. જેથી મારા અહંકારી સ્વભાવથી થતી ભૂલોનું દર્શન મુજને થાય, તો ભૂલોને ભુલાવતી સ્વમય ચિંતનની એકાગ્રતા વધતી જાય..  … હે કોટિ કોટિ પ્રણામ સ્વીકારનારા પિતામહ સ્વમય ચિંતનની અંતર ભક્તિનું સંવેદન આપની કૃપાથી ધારણ થાય છે. હવે અંતર જીવન તથા સંસારી જીવન, એવી શ્વેત વૃત્તિને વિલીન કરાવતી ભક્તિની સમાધિમાં સ્થિત થવા માટે આતુર થયો છું. ઘણીવાર હું નિરાશ થઈ જાઉં છું કે સંસારી જવાબદારીઓ નિભાવવામાં ક્યાંક હું સ્વાનુભૂતિની ક્ષણોને ચૂકી નહિ જાઉં! ક્યાં સુધી હું તડપીશ? ક્યારે આત્મ જ્યોતિની પ્રકાશિત પ્રીતને માણી શકીશ જેનો હું અંશ છું તે પ્રભુની આત્મીય ચેતનામાં ક્યારે એકરૂપ થઈશ? ' આવી તીવ્ર વેદના જિજ્ઞાસુ ભક્ત અનુભવે, ત્યારે દુન્યવી વિચારોનો અવરોધ ન હોય. તે ક્ષણે અનાયાસે એ અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થાય અને અકમ્ વૃત્તિઓનું સમર્પણ થતાં સ્વયંમાં સ્વયંભૂ ખોવાઈ જાય. એવી સ્વાનુભૂતિમાં ખોવાઈ જવું એટલે જે સર્વેમાં ખોવાયેલો છે તેમાં ખોવાઈ જવું, એકરૂપ થવું. દિવ્ય પ્રીતના પાન કરવા અને પ્રભુના ગાન(ભક્તિ) કરવા, જે જીવ આ ધરતી પર મનુષ્ય જન્મ ધારણ કરીને જીવે છે, તે પ્રભુનું પ્રિય પાત્ર બની, પાન થયા કરતું પ્રભુનું ધન સમાજને અર્પણ કરી દે છે. એવાં જ્ઞાની ભક્તો બહુ જૂજ છે જે પ્રભુ ધન વહેંચે છે, રૂપિયા લઈને વેંચતા નથી, તેઓને કોટિ કોટિ પ્રણામ. છે.  હે નાથ! હું ખોવાયો તુજમાં અને હું મટી જઈ તું બની ગયો; જ્ઞાન-ભક્તિના પ્રભાવથી, આ હું અને તેની ઐક્યતાનો ખેલ સમજાયો; હવે નથી હું કે નથી તું, છે શૂન્યભાવનું મૌન અને દિવ્ય પ્રીતની દીવાનગી; દિવ્યતાને માણતી જ્ઞાની ભક્તની દીવાનગી તો રહે છે, આપના શુન્યભાવના દરબારમાં.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુ સંગ સુગંધ

પ્રેમભાવની નિર્મળતાનું ધામ એટલે ‘મા’નો ખોળો. નાનું બાળક માત્ર ભૂખ લાગી હોવાંથી રડતું નથી, પણ એને ‘મા’ની ગોદમાં-ખોળામાં લપાઈ જઈને ‘મા’ના પ્રેમને માણવો હોય છે. એટલે જ ‘મા’ની ગોદમાં લપાઈ જાય પછી બાળકનું રડવાનું આપમેળે બંધ થઈ જાય છે. ‘મા’ના ખોળાની ખોટમાં એને રમકડાં રમવાનું મન જો સંજોગોની ઘટનાઓનો અસ્વીકાર કરે તો કર્મસંસ્કારોનો સામાન વધતો જાય. એટલેપણ ગમે નહિ, કે બીજી કોઈ પ્રક્રિયા કરવાનું ગર્મ નહિ. તે ક્ષણે એને કશું જ ન જોઇએ, એને તો માત્ર ‘મા’નો વહાલભર્યો સ્પર્શ જોઈએ. પ્રેમના ખોળામાં સૂતાં સૂતાં સ્નેહભરી ‘મા’ની દૃષ્ટિમાં પ્રભુ દર્શનની ઝાંખી કરે અને પ્રેમભાવને પ્રસરાવતી ‘મા’ની વાણીને(હાલરડું) સાંભળી સ્મિત રેલાવે. પછી વાત્સલ્ય પ્રેમથી ભરેલી દૂધની ધારાને ઝીલે, ત્યારે ‘મા’ના ખોળામાં સંતોષની સમાધિમાં ચિત થઈને સૂઈ જાય. આવાં નિર્મળ, નિષ્કામ પ્રેમથી લગભગ દરેક બાળકનો ઉછેર થતો હોય છે. બાળક મોટું થયાં પછી પણ તે જ પ્રેમના રસને માણવા માંગે છે, પણ નિશાળનું ભણતર, મિત્રો કે મોબાઈલ ગેમમાં એ ખોવાઈ જાય છે અને ‘મા’ના ખોળાને વિસરી જાય છે.

 

તે નિર્મળ પ્રેમની ભૂખ હોવાંથી, માનવી દસ ઈન્દ્રિયોના દ્વારથી બહારના સ્થૂળ જગતમાં પ્રેમને શોધે છે. પરંતુ વ્યક્તિગત સંબંધોમાં, કે વ્યવહારિક જગતની પ્રવૃત્તિઓમાં તે નિર્મળ પ્રેમનો રસ મળતો નથી. એનું કારણ છે સંકુચિત મનની અજ્ઞાનતા, જ્યાં સુધી મન એકબીજા સાથે સરખામણી કરવામાં, રાગ-દ્વેષનાં વર્તનમાં બંધાયેલું રહે છે, ત્યાં સુધી તે નિર્મળ પ્રેમની ધારાનો જો સ્પર્શ થાય તો પણ તેને ઝીલી શકતું નથી. મન પર પથરાયેલાં રાગ-દ્વેષાત્મક વૃત્તિઓનાં અજ્ઞાની આવરણને લીધે, માનવી એવાં જ વિચાર-વર્તનમાં ગૂંથાઈને જીવે છે. તેથી શુદ્ધ નિર્મળ પ્રેમનો સ્પર્શ શ્વાસે શ્વાસે પતો હોવાં છતાં મન તેને માણી શકતું નથી. વર્તમાન સમયમાં ઝડપથી બધું મેળવી લેવાની હરીફાઈમાં માનવી દોડ્યાં કરે છે. સુખ, કીર્તિ, સન્માન, રૂપિયા મેળવવા માટે દોડતાં માનવી પાસે માતા-પિતાનો પ્રેમ ઝીલવાનો સમય નથી. રોજિંદા કાર્યોમાં અને રૂપિયાની કમાણી કરવાના કાર્યોમાં માનવી એટલો વ્યસ્ત રહે છે, કે વૃદ્ધ માતા-પિતાની હાજરી હોવાં છતાં તેઓની સાથે બેસીને વાતો કરવાનો કે સાથે જમવાનો પણ સમય મળતો નથી.

 

માનવીને પોતાની બુદ્ધિ ચાતુર્યનો મિથ્યા અહંકાર હોય છે, અહંકારી સ્વભાવ હોવાથી પોતાના ભણતરનો કારકિર્દીની સફળતાનો, અથવા શારીરિક દેખાવનો, કે રૂપિયાથી પ્રાપ્ત થતાં વૈભવનો નશો હોય છે. નાશવંત સ્થિતિની પ્રાપ્તિનો એવો નશો ક્યારેક સંજોગોના ચઢાવઉતારમાં ઊતરે, ત્યારે જે મેળવવાનું હતું, જે અનુભવવાનું હતુ તે ચૂકી જે ગયા એવો પસ્તાવો થાય. ચૂકી જવાની ભૂલનું દર્શન કરવાનું મોટેભાગે માનવીને ગમે નિહ અને સંજોગોવશાત્ જો ભૂલોનું દર્શન થાય, તો પોતાની ભૂલો માટે એ આસપાસની પરિસ્થિતિને કે વ્યક્તિને દોષિત ગણે છે. એટલે ઘણીવાર પસ્તાવો થયાં પછી પાછો અભિમાનનો નશો ચઢતો જાય. એવો નશો ત્યારે જ ઊતરે જ્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિનો રસ પીવા મળે. માતા-પિતાએ જે નિર્મળ પ્રેમથી ઉછેર કર્યો તે ઉછેરનાં સુસંસ્કારો, યુવાનીમાં હું કંઈક છું એવાં અભિમાનથી સુષુપ્ત થયાં હતાં, એ જાગૃત થાય જ્ઞાન-ભકિતના રસથી. જે જિજ્ઞાસુ ભક્ત આ અમૂલ્ય રસ પીધાં કરે તે જીમના રસાસ્વાદના વળગણથી છૂટતો જાય, તેને તન-મનની જીવંત સ્થિતિની મહત્તા સમજાતી જાય અને ઈન્દ્રિયગમ્ય ભોગ પાછળની દોટનું કે વળગણનું કારણ સમજાતું જાય કે, અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારો વિચાર-વર્તનથી ભોગમાં મનને આળોટાવે છે.

 

કર્મસંસ્કારોના અજ્ઞાની આવરણને વિલીન કરવા માટે, જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો ભક્તિભાવમાં સ્થિત કરાવતો પુરુષાર્થ થાય, તો અન્ન વૃત્તિઓને તૃપ્તિનો રાહ મળતો જાય અને સ્વ બોધની ધારામાં સ્નાન થતું જાય, પછી બાળપણમાં અનુભવેલાં માતા-પિતાના નિર્મળ પ્રેમના અણસારા મળતાં જાય અને સ્વ અનુભૂતિમાં સ્થિત કરાવતી અંતર યાત્રા થતી જાય. ભક્તિ રસમાં મન જેમ જેમ તલ્લીન થતું જાય, તેમ તેમ દરેક ઇન્દ્રિયોની સહયોગી સ્થિતિનો મર્મ ગ્રહણ થતો જાય. જેમકે જીભની ક્રિયા માટે પુરુષાર્થ કરવો પડતો નથી. ખાતી વખતે કે વાણીના ઉચ્ચાર માટે આપમેળે જીભની ક્રિયા સહજતાથી થાય છે. જીભની ક્રિયાનો ભાવાર્થ એ છે, કે જીભ જેમ એક બાજુથી જોડાયેલી છે અને બીજી બાજુથી કશે પણ જાડાપા વગર સ્વતંત્ર રીતે તે પોતાનું કાર્ય કરે છે, તેમ મન માને છે કે તે બધાયેલું છે ધારીર સાથે. પરંતુ તે આત્મીય ચેતના સાથે જોડાયેલું છે, કારણ મન છે આત્મીય ચેતનાનો અશ. તે શરીર સાથે જોડાયેલું નથી પણ શરીરનું બંધન મન અનુભવે છે કારણ કર્મસંસ્કારોનું આવરણ પથરાયેલું છે. દેહની ક્રિયાઓનો માર્મિક ભાવાર્થ જો ગ્રહણ થાય, તો કર્મ-ફળની પ્રયિાના પરિણામમાં મન બંધાય નહિ, પછી મુક્ત ગતિથી અંતર ભક્તિ સ્વરૂપે સ્વાનુભૂતિનો આનંદ માણી શકાય.  ઇન્દ્રિયોની સપોગી સ્થિતિ હોવાથી, વિષય ભોગની ક્રિયાને મન સ્વતંત્રતાથી ભોગવે છે. મન પણ જો ઇન્દ્રિયોની જેમ સહયોગી ભાવથી જીવે, તો જેની સાથેનું અતૂટ જોડાણ છે તે પ્રભુની આત્મીય ચેતનાની ગુણિયલતાને ભોગવી શકાય એવી બંધનમુક્ત સ્વતંત્ર ગતિ ધારણ થઈ શકે છે. જ્ઞાની ભક્ત એવી મુક્ત ગતિથી પ્રભુના આત્મીય સંગને માણે છે અને સ્વાનુભૂતિ રૂપે પ્રગટેલાં પ્રભુના ગુલિયલ ધનને બીજા જિજ્ઞાસુ પાત્રોને અર્પણ કરી દે છે. સામાન્ય રૂપે માનવીના સ્વભાવમાં અર્પણભાવની સુગંધ ન હોય. કારણ મારી મહેનતનું છે એવાં માલિકીભાવથી તે જીવે છે. તેથી અર્પણભાવ ખીલવવામાં વર્ષો વીતી જાય છે. એટલે જ સમર્પણભાવની એટલે કે અર્તાભાવની જાગૃતિ સહજ થતી નથી. અર્પણ રૂપે બીજાને ત્યારે આપી શકાય જ્યારે મારું પોતાનું કંઈ નથી એવી પરિપક્વતા જાગે. એવી પરિપક્વતા અંતર ભક્તિ સ્વરૂપે ધારણ પાય, ત્યારે શુદ્ધ મનની સાત્ત્વિકતા અર્પણ ભાવ રૂપી ફુલોને ખીલવતું વૃક્ષ બની જાય. જે સમર્પણભાવની હરિયાળી બની પ્રભુના અનંતગુણોના પ્રભુત્વને માણે દિવ્ય પ્રીત સ્વરૂપે અને બીજા સુપાત્રોને તે દિવ્ય ધન એક 'મા'ની જેમ નિર્મળભાવધી અર્પણ કરતો રહે.

 

ભક્ત તો પ્રભુ સંગ સ્વરૂપે અનંત પ્રભુત્વને માળે, ત્યારે પ્રભુ સંગની સુગંધ ભક્તિભાવથી પ્રસરે;

પ્રભુ પ્રીતને ભોગવે અને જ્યોત દર્શન રૂપે પ્રભુ સંગ જમે, ત્યારે જગને જમાડવા નિમંત્રણ આપે;

પ્રભુ પીતનું અન્ન ખાવા જવલ્લે જ કોઈ આવે, તોપે અધિકારી પાત્રો માટેનો ભાગ તે અચૂક રાખે;

ના બંધનો છોડીને પ્રભુનો સં રખેને ક્યારેક તે પાત્ર જાગી જાય, તો દેહના બંધનો છોડીને પ્રભુનો સંગ માણી શકે.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પારદર્શકતાને જાગૃત કરવાનો પુરુષાર્થ

અમીર હોય કે ગરીબ હોય, દેશમાં કે વિદેશમાં વસવાટ હોય, વિદ્વાન હોય કે ગમાર હોય, સભ્ય હોય કે અસભ્ય હોય, સંસારી હોય કે સંન્યાસી હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, ગમે તેટલી વિરોધી સ્વરૂપની વિવિધતા હોય, પણ સર્વે માનવીનાં જીવનમાં સામાન્ય રૂપે અન્ન, વસ્ત્ર, રહેઠાણની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન હોય છે. એવાં પ્રયત્ન માટે રૂપિયાની કમાણી મહત્ત્વની હોય છે તથા તેને પ્રામ કરવાની વધતી ઓછી માંગણી દરેકના મનમાં હોય છે, પરંતુ . સંન્યાસીએ ત્યાગનું આાસન ધારણ કર્યું હોવાથી, તેઓનું મન અન્ન કે રહેઠાણના વિચારોમાં બંધાયેલું ન રહે. એટલે માગણીઓ ઓછી હોય, પણ અન્ન કે નિવાસ સ્થાનની જરૂરિયાત તો હોય જ. સામાન્ય માનવીનું મન વ્યથા અનુભવે, જો રોજિંદા જીવનની ક્રિયાઓમાં ખોટ આવે કે ઓછપ જણાય. તે ખોટને દૂર કરવાના પ્રયત્નમાં તથા વધુને વધુ પ્રામ કરવાની લાલસામાં જીવનનો મોટા ભાગનો સમય પસાર થઈ જાય છે. ઢળતી ઉંમરે ક્યારેક વિચારે કે, જે મેળવવાનુ હતું, જેનો અનુભવ કરવાનો હતો, જેને માણવાનું હતું, તે તો વિસરાઈ ગયું. વીતી ગયેલી મનની યુવાનીનો સમય પાછો આવતો નથી અને તનની વૃદ્ધ અવસ્થા સાથે જો મનની સકારાત્મક વિચારસરણી પણ વૃદ્ધ થતી જશે, તો જીવંત જીવનનો આશય પૂરો નહિ થાય!”

 

સંસારી વિષયોની આસક્તિથી ભરાયેલાં મનમાં, ન સમાય ભગવત્ ભાવ; વિષયોની મોહમાયા છૂટે નહિ, એટલે રૂપિયાની કમાણીમાં રહે વ્યસ્ત; ભક્તિભાવમાં ન થાય મન સ્થિત અને કરવા ન ગમે પ્રભુનું સ્મરણ;

 

ઢળતી ઉંમરે થાય મન વ્યધિત, કે જીવનનો મહિમા કેવી રીતે સમજાય!

 

જીવનમાં જ્યારે તનની વૃદ્ધિની ક્રિયા ઘટતી જાય, કે મનની વિકાસની પ્રગતિ સીમિત થતી જાય, ત્યારે માનવી મુંઝવણ સાથે નિરાશા અનુભવે છે. એવી નિરાશામાં પણ આશાનું કિરણ પ્રસરતું રહે છે. કારણ જિવાડનાર પ્રભુની શક્તિ ક્ષણે ક્ષણે સૌને અર્પણ થતી રહે છે અને જીવંત જીવનની પ્રાપ્તિ સ્વરૂપે મહિમા જણાવતાં અણસારા મનને પ્રભુ આપે છે. પરંતુ મોટેભાગે સંસારી રાગ-દ્વેષાત્મક વિચારોમાં આળોટતું મન તે અણસારા ઝીલી શકતું નથી. આમ છતાં દરેક માનવીના ઉછેરમાં માતા-પિતા કે કોઈ પણ વડીલોના સુસંસ્કારોનું પ્રેમાળ ધન સમાયેલું હોય છે, તેઓનાં પુણ્ય કર્મના પ્રતાપે જે સુવિધાભર્યું જીવન જિવાય છે તેમાં વળાંક આવે, ત્યારે સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગૃત પાય છે. ઘણીવાર પ્રતિકૂળ કે અનુકૂળ પ્રસંગની ઘટનાના કારણે સ્વયંને જાણવાની યાત્રાનો પ્રારંભ થાય, ત્યારે શ્રવણ, અધ્યયન, વાંચન વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવાનું ગમે. આમ છતાં મનમાં સંસારી વિચારોના તાર ગૂંથાયેલા હોવાથી મહિમા જણાવતો ભાવાર્થ ઘણીવાર સહજતાથી ગ્રહણ ન થાય. એવું મન જો જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહે, તો મનની અજ્ઞાનતાથી પરિચિત થાય. પછી દુન્યવી વિચારોનું સંકુચિત માનસ અંતરની વાસ્તવિકતાનો સ્વીકાર કરતું જાય.

 

સ્વયંના આત્મ સ્વરૂપની સૂક્ષ્મતા, સર્વવ્યાપકતા, શાશ્વતતા પછી પરખાતી જાય, અર્થાત્ જિજ્ઞાસુ ભાવની જાગૃતિને જીવંત જીવનનો મહિમા જણાતો જાય અને સમજાય કે હું શરીર નથી પણ શરીરમાં વસવાટ કરું છું. મન પર આવરણની જેમ પથરાયેલાં કર્મસંસ્કારોના સામાનને હળવો કરવા માટે, એટલે કે અનુપ્ત ઈચ્છાવૃત્તિઓને તૃપ્તિનો સંતોષ ધરવા માટે મનુષ્ય જન્મનો પુરસ્કાર મળ્યો છે. માનવી જો ભક્તિભાવથી જીવન જીવે, તો તે પુરસ્કારનો તિરસ્કાર ન થાય, પણ મન પોતે પુરસ્કર્તા(મહત્ત્વ આપી પ્રગતિ ધરે) બની, સાત્ત્વિક આચરણની અમૂલ્યતાને ધારણ કરી શકે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત બાહ્ય જગતની પ્રક્રિયાઓમાં, કે અંતરની સૂક્ષ્મ સૃષ્ટિની વિશાળતામાં, કે શરીરનાં અંગોની સતત થતી પ્રક્રિયાઓમાં પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના અણસારા ગ્રહણ કરતો જાય. એ પ્રારબ્ધગત જીવનના કોઈપણ સંજોગોમાં સુખી-દુઃખી થાય, છતાં એકના એક વિચારોમાં ન કરે. એ તો મનનો સાત્ત્વિકભાવ પ્રગટે એવાં ભક્તિભાવથી, અલિપ્તભાવથી તે સંજોગોની ઘટનામાંથી પસાર થવાનો પુરુષાર્થ કરે. કારણ જીવનની દરેક ઘટના સાથે મન જોડાતું હોય છે. તેથી ભક્તિભાવથી જીવન જિવાય તો સામાન હળવો થતાં સાત્ત્વિકભાવ જાગૃત થતો જાય.  જિજ્ઞાસુભાવની આગ એટલી તીવ્ર હોવી જોઈએ, કે સંસારી જીવનમાં જવાબદારીના કાર્યો કરતી વખતે પ્રભુ સ્મરણની જ્યોત પ્રકાશિત રહે. અર્થાત્ મન વિચારી શકે છે પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જાના લીધે, એ સત્યનો સ્વીકાર થતાં પ્રભુ સ્મરણ રૂપે મનમાં જાગૃતિનો ઉજાસ પથરાય જાય કે, “ચેતનવંત ઊર્જાના વહેણ જેમ મારામાં વહે છે, તેમ પ્રકૃતિની સર્વે આકૃતિઓમાં તથા આજુબાજુ સર્વત્ર તે ઊર્જાનો સ્રોત વહે છે. પ્રભુનું ઊર્જા સ્વરૂપ સૌમાં સમાયેલું છે, તેથી તો જીવંત જીવનની ક્રિયાઓ છે. જિજ્ઞાસુ ભક્ત આવાં વિચારોથી પ્રભુ સ્મરણનું માત્ર રટણ નથી કરતો, પણ અણુ જ્ઞાનથી પરિચિત થવા માટે મનની સૂક્ષ્મતાને, પારદર્શકતાને જાગૃત કરવાનો પુરુષાર્થ કરે છે. એવો પુરુષાર્થ તે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને કરે છે અને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે છે. ભક્ત તરતો નથી પણ સાત્ત્વિકમાવની મુત્ત ગતિ તરે છે, અર્થાત્ સાત્ત્વિકભાવની ગતિ ધારણ કરતી જાય ભગવત્ ભાવની પ્રીતને, તે છે ભક્તિ યોગનો આવિર્ભાવ. પછી ભક્ત, ભક્તિ, ભાવ કે ભગવાનની આત્મીય ચેતના, બધું જ એકરૂપતાની ગતિમાં એકાકાર થાય. પ્રભુને વિનંતિ કરીએ કે આપની મુક્ત ગતિનો રંગ લગાડી ભક્તિભાવમાં સ્થિત કરાવજો.

 સાત્ત્વિકભાવની જાગૃતિમાં થાય મન મોકળું અને કર્મસંસ્કારોની ગાંઠો છૂટતી જાય;

મનની મોકળાશમાં મુક્ત ગતિનો શરણભાવ, થાય અંતરની સૂફમતામાં ધ્યાનસ્થ;

ભાવભીની અંતર ભક્તિ રૂપે ભક્તનાં છિદ્રોમાં વહે, ભક્તિનાં મુક્ત ગતિના નીર;

 અણુ સ્વરૂપના અસ્તિત્વનો થાય સાક્ષાત્કાર અને દેહની માયાથી મુક્ત થવાય.

સંકલનકર્તા -મનસ્વિની કોટવાલા

Read More
26022023

પદાર્થોને ભોગવવાના જીવનમાં, મનનું સાત્ત્વિક સ્વભાવનું કૌશલ્ય કુંઠિત થાય; સાત્ત્વિકભાવની જાગૃતિમાં થાય મનની ધારદાર સ્થિતિ, ત્યારે અહંકારી વૃત્તિઓ કુંઠિત થાય; સ્વમય ચિંતન રૂપે સાત્ત્વિકભાવની ધારામાં સ્નાન થાય, ત્યારે ભેદભાવની વૃત્તિઓ કુંઠિત થાય; સાત્ત્વિકભાવથી જો જીવન જિવાય, તો તન-મનના સ્વાસ્થ્યની અમીરી વધતી જાય.

 

કારણ-કાર્યના સિદ્ધાંત અનુસાર સમજાઈ કે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારોની કારણભૂત સ્થિતિ છે, જેનાં લીધે વિચાર-વર્તનનું કાર્ય સતત થયાં કરે છે. વિચારોથી થતાં વર્તનમાં એટલે કે પ્રવૃત્તિમાં માનવી મન સતત ગૂંથાયેલું રહે છે. અનેક પ્રકારનાં વિચારો ઉદ્ભવતાં હોવાથી માનવી વિચાર વગરની ભાવની સાત્ત્વિક સ્થિતિથી મોટેભાગે અજાણ રહે છે. એવું મન વિચારોમાં ફરતું રહે અને કાર્ય કરવાની પ્રવૃત્તિથી જાણકાર થવાંનો પ્રયત્ન કરતું રહે. એટલે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં ઊંડાણને, અથવા વૃત્તિઓની કારણભૂત સ્થિતિને તે સમજી શકતું નથી. મનની એવી અણસમજના લીધે સૂક્ષ્મ સમજની વાસ્તવિકતા ગ્રહણ થતી નથી અને વિચાર રહિત મનની મૌન સ્થિતિ અશક્ય છે એવી માન્યતાને વળગીને મન વિચારોની ગૂંથણીમાં બંધાયેલું રહે છે.

 

વાસ્તવમાં મનની વિચારવાની કળામાં જ વિચાર રહિત સ્થિતિની સાત્ત્વિકતા સમાયેલી છે. જેમ ગુલાબના બીજમાં સમાયેલો છે ગુલાબનો છોડ, એની ડાળી, ગુલાબના ફુલ, એનો રંગ, એની સુગંધ, તેમ વિચારોની કારણભૂત સ્થિતિના ઊંડાણમાં વિચાર કરવાની શક્તિ અર્પણ કરનાર પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જા છે અને તે ઊર્જાનું પ્રસરણ સાત્ત્વિકભાવથી પ્રસરતું રહે છે. અર્થાત્ મનના મૂળમાં સાત્ત્વિકભાવની ઊર્જાનો સ્ત્રોત છે, જ્યાં વિચારો નથી, પણ વિચારો તેનાં સહારે ઉદ્ભવે છે. મૂળને જાણવાની જિજ્ઞાસા જો થાય તો સૂક્ષ્મ સમજને ગ્રહણ કરાવતું વિશેષ બુદ્ધિનું બળ ધારણ થાય અને એવી બુદ્ધિનું બળ સાત્ત્વિક વિચારોનાં ચિંતનથી ખીલતું જાય. મન જેમ જેમ સ્વમય ચિંતન રૂપે સ્વયંના સ્વ સ્વરૂપની પ્રતીતિ કરતું જાય, તેમ તેમ સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી જાય. ભાવની જાગૃતિમાં નકામા વિચારોની આવનજાવન ઓછી થાય, રાગ-દ્વેષાત્મક વિચારોનો અવરોધ ઘટતો જાય, પછી ભાવનું સંવેદન ધારણ થતાં અહંકારી વૃત્તિ-વિચારો કુંઠિત થતાં જાય. તેથી જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાનો પુરુષાર્થ કરતો રહે છે. જેથી અહંકારી સ્વભાવ રૂપી છરીની ધાર બુઠ્ઠી(કુંઠિત) થઈ જાય. જેમ બુઠ્ઠી થયેલી છરીની ધારથી શાકભાજી વગેરે કાપી ન શકાય; તેમ અહંકારી મનની ધાર જ્ઞાન-ભક્તિના સદાચરણથી બુઠ્ઠી થતાં એકબીજા સાથે ઝઘડવાની કે સંબંધોની કાપાકાપી ન થાય.

 

આમ મનની પ્રાપ્તિ હોવાંથી માનવીએ જીવતાં જ અહોભાવપૂર્વક સ્વીકાર કરવો જોઈએ કે, મનમાં આત્મીય ચેતનાનું કૌશલ્ય સમાયેલું છે. તે કૌશલ્ય જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી પ્રગટ થાય. તે પ્રગટ નથી થતું. કારણ મન બાહ્ય જગતનાં પદાર્થોને ભોગવવામાં વ્યસ્ત રહે છે, તથા એકબીજા સાથે સરખામણી કરવામાં, કે સંસારી સંબંધોમાં ભેદભાવની અથડામણમાં વીંટળાયેલું રહે છે. તેથી આત્મા

રૂપી તિજોરીમાં રહેલું દિવ્ય ગુણોનું ધન સુષુપ્ત રહે છે, તે વિચાર-વર્તન રૂપે પ્રગટ થતું નથી. તેથી જ જિજ્ઞાસુ ભક્ત સ્વયંની તિજોરીને ખોલવાની ચાવી માટે જ્ઞાની ભક્તનાં સાંનિધ્યમાં રહે છે. તે ચાવી છે સ્વમય ચિંતન સ્વરૂપે મનનું અંતરધ્યાનસ્થ થવું. એવી ચાવીથી ભીતરનાં દ્વાર ઊઘડતાં જાય, ત્યારે તન-મનની સ્વસ્થતા જળવાય એવાં સ્વભાવની સાત્ત્વિકતા વધતી જાય તથા આત્મીય સંબંધની ઝાંખી નિર્મળ પ્રેમના વ્યવહારથી થતી જાય. અંતરધ્યાનની ભાવભીની સ્થિતિના લીધે પ્રભુ સાથેની એક્યતાનું સ્મરણ સહજ થાય. અનાયાસે થતાં સ્મરણનાં સંભારણા જાગે, ત્યારે દિવ્ય ચેતનાના દર્શન પ્રકાશિત જ્યોત સ્વરૂપે થાય. અંતર નયનોની જાગૃતિનું દાન પ્રભુ અર્પણ કરતાં જાય. છતાં ભક્તને પ્રભુનો વિયોગ લાગે. પ્રભુની સંપૂર્ણતામાં એકરૂપ થવાની એવી લગની લાગે, કે તે શરણભાવની નમ્રતાથી વિનંતિ કરતો રહે કે...

 

“સાંભરે રે નિત્ય તારા સંભારણા, ત્યારે ઊઘડતાં અંતરના બારણાં; છુપીછુપીને અંતરમાં હું તારી મૂર્તિ જાતી, નયનો ઊઘડતાં તારી જ્યોતિને જોતી; વહાલા તારી માયામાં ભલભલાં વીંટળાય, જાણીને સમજે તોયે ના મોહ છૂટે; મારી વિનંતિ સ્વીકારજો, હવે ના છુપાશો, અંતર નયનોથી હવે ના છૂટાં થાશો.

 

સ્વ સ્મરણના સંભારણામાં(યાદમાં) મનનું કુંઠિત થયેલું સાત્ત્વિક ગુણોનું કૌશલ્ય જાગૃત થતું જાય. હું અને પ્રભુની એક્યતાની પ્રતીતિ થતી જાય અને હું પ્રભુનો અંશ છું એવી સોહમ્ ભાવની જાગૃતિથી સ્વમય ચિંતનમાં જિજ્ઞાસુ ભક્ત અંતરધ્યાનસ્થ થાય. પછી મન રૂપી વાહનનો હેતુ સ્પષ્ટ થાય કે, પ્રભુએ માનવીને મન આપ્યું છે અંતર પ્રયાણ કરવા માટે, જેથી સ્વયંની ગુણિયલ સંપત્તિથી તૃપ્તિનો સંતોષ માણી શકાય. અંતરમાં નથી કંઈ સાચું કે ખોટું, નથી કોઈ નામ-આકારવાળી આકૃતિઓની વસ્તી, એટલે નથી ભેદભાવની સરખામણી, કે નથી પ્રતિકૂળ-અનુકૂળ સંજોગોની ચડતીપડતી. અંતર પ્રયાણમાં તો સાત્ત્વિક ગુણોની ખોટ પુરાતી જાય. એવી ખોટ પૂર્તિના અંતરધ્યાનમાં આત્મીય દિવ્ય પ્રીતની પ્રતીતિ થાય અને સાત્ત્વિક મતિનો જ્ઞાતાભાવ જાગૃત થાય, ત્યારે જેને મન, વાણી, કે શબ્દોથી જાણી ન શકાય એવી પ્રભુની આત્મીય ચેતનાની અનુભૂતિમાં એકરૂપ થવાય. એકરૂપતાનો આનંદ માણવાની કૃપા પ્રભુ આપણને અર્પે એવી પ્રાર્થના કરતાં રહીએ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
190223

સામાન્ય રૂપે માનવીનું મન ક્ષણ પણ અસ્ક્યાં વગર વિચારોની ગૂંથણી કરતું રહે છે. સતત વિચારોના લીધે મન જ્યારે સૂઈ જાય ત્યારે વિચારોની પ્રક્રિયા સ્વપ્ન રૂપે થતી રહે છે. વિચારોના વર્તનથી તે સંસારી જીવનના આજીવિકા રળવાનાં કાર્યો કરે અથવા વિચારોથી તે ભૂતકાળની ઘટનાઓનું સ્મરણ કરે, ભવિષ્યની યોજનાઓ કરતું રહે, અથવા દેશ-પરદેશની પરિસ્થિતિ વિશે, કે જગત સાથેના વ્યક્તિગત સંબંધો વિશે વિચારોથી જાણતો રહે. વિચાર કરવાની અનોખી વિશેષતા માનવીને પ્રાપ્ત થઈ છે. તેનો સદુપયોગ જો થાય તો ધિક્કાર, નફરત, વેર-ઝેર, ઘૃણા, તિરસ્કાર વગેરે નકારાત્મક અહંકારી વિચારોનો કચરો મનમાં ભેગો ન થાય, પણ સ્વીકારભાવ, અર્પણભાવ, પરોપકારભાવ, આદરભાવ, વગેરે હકારાત્મક વિચારોના વર્તનથી સાત્ત્વિક ગુણોનું સૌંદર્ય મનોમન ખીલતું જાય. પછી ભક્તની જેમ સ્વયંની ઓળખ કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન થાય અને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય. એવાં તરવૈયાનું મન પ્રારબ્ધગત જીવનનાં ઉતારચઢાવથી અશાંત ન થાય. એ તો સ્વ અધ્યયનથી ગુણિયલ સૌંદર્ય ખીલવવા માટે સ્વીકારભાવથી પોતાના મનને કેળવે કે,“મને કર્મસંસ્કારોની ગાંઠો છોડવાની તક મળે છે, તથા એકબીજા સાથેની લેણાદેણીનાં હિસાબ પૂરાં થાય છે.’” આવા સકારાત્મક વલણનાં લીધે ભક્ત અવરોધક લાગતી પરિસ્થિતિનો, કે વસ્તુ-વ્યક્તિનો અસ્વીકાર કરતો નથી.

 

ભક્તિમય જીવન જીવવાનાં સંસ્કારો પરભવ પુણ્યના લીધે જાગૃત થાય છે. તે જાગે પછી સંકુચિત નકારાત્મક માનસનો સ્વભાવ બદલાઈ જાય. માનવીએ ભક્ત બનવાનું નથી, કારણ પોતાનું અસ્તિત્વ જ ભક્ત સ્વરૂપનું છે. ભક્ત સ્વરૂપની સાત્ત્વિકતાનું વિસ્મરણ થવાથી, મન સત્સંગની પ્રવૃત્તિઓ કરે છે. પોતાના આત્મ સ્વરૂપની સ્વાનુભૂતિ જ્યારે થાય, ત્યારે મનનાં વિચારો શાંત થતાં જાય અને ભાવની સાત્ત્વિકતા પ્રગટતી જાય. સાત્ત્વિકભાવની જાગૃતિ અનુભવી શકે સ્વયંના આત્મ સ્વરૂપની ગુણિયલતાને, તે છે ભક્તિનું સદાચરણ. ભક્તિ એટલે જ આત્મીય ગુણોનો ભગવત્ ભાવ, જે પ્રાણ શક્તિ સ્વરૂપે દરેક જીવને પ્રભુ અર્પણ કરે છે. એટલે શ્વાસે શ્વાસે ભક્તિભાવનું અમૃત પ્રભુ અર્પે છે. પરંતુ રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનમાં બંધાયેલું મન શ્વાસ રૂપે અર્પણ થતાં પ્રભુના ગુણિયલભાવથી અજાણ રહે છે. એટલે શ્વાસના ધનનો પૂર્ણતાથી સ્વીકાર થતો નથી. જે મન પ્રભુની પ્રાણ શક્તિનાં ધનને, એટલે કે ભગવત્ ભાવની આત્મીય ચેતનાને અહોભાવથી સ્વીકારે, તે છે ભકતનું સાત્ત્વિક આચરણ. તે પોતાના આત્મ સ્વરૂપની દિવ્ય પ્રીતમાં એકરૂપ થવાં માટે સદા તત્પર રહે.

 

જે જિવાડે છે તેનાંથી અજાણ રહીને માનવી પોતાના બુદ્ધિચાતુર્યથી વસ્તુ, કે વ્યક્તિ સાથેના સંબંધનો તોલમાપ કરશે અને મનપસંદ પરિસ્થિતિનો સ્વીકાર કરશે. પરંતુ પળે પળે શ્વાસ રૂપે પ્રભુ સાક્ષાત્ પધારે છે તેનો સ્વીકાર કરવાનું માનવીને સૂઝતું નથી. શ્વાસની મહત્તાનો માત્ર સ્વીકાર નથી કરવાનો, પણ ભક્તની જેમ શરણભાવથી, અહોભાવથી શ્વાસને ઝીલવાનો હોય. કારણ શ્વાસના ઝૂલામાં પ્રભુ દરેક દેહધારી જીવને ઝુલાવે છે. તેથી પ્રભુની સંગ ભકિતભાવથી ઝૂલવા માટે, ભક્ત તો પ્રભુને વિનંતિ કરતો રહે કે,“ હૈ નાથ! આપનાં શ્વાસનાં ધન વગર હું અનાથ છું. આપ મારી સાથે ને સાથે રહો છો એટલે નિરાધાર નથી. આપની પ્રાણ શક્તિનું પ્રસરણ હોવાથી જીવંત જીવનની અમૂલ્યતા રૂપિયાનો ખર્ચ કર્યા વગર સહજ મેળવું છું. કૃપા કરી મનની અજાણતાને, અજ્ઞાનતાને ઓગાળતી જ્ઞાન-

 

ભક્તિની સરિતાનો તરવૈયો બનાવો. જેથી આપનાં દિવ્ય ગુણોના મહાસાગરમાં એકરૂપ થવાય.. ..આપ શ્વાસ રૂપે પધારો છો એટલે તો કર્મ-ફળની પ્રક્રિયાઓ વિચાર-વર્તનથી થયાં કરે છે. બધું આપ કરો છો છતાં કહું છું કે હું કરું છું. આ કર્તાભાવની અજ્ઞાનતાથી મુક્ત કરાવતાં જ્ઞાન ભક્તિના રાહ પર આપની કૃપાથી પ્રયાણ થાય છે અને આપની જ શક્તિથી ભક્તિભાવમાં સ્નાન થતું રહે છે. હું તો સંસારી વિચારોમાં મિથ્યા આડંબરથી આળોટતો હતો. રાગ-દ્વેષાદિ વિચાર-વર્તન રૂપી છાણનો હું કીડો હતો. તેને ભક્તિભાવ રૂપી રેશમનો કીડો બનાવ્યો અને ત્યાંથી પણ ઊંચકીને મુજને જ્ઞાન ભક્તિની સરિતામાં તરતો મૂકી દીધો! એ સરિતામાં હું નથી તરતો પણ ભક્તિભાવથી જાગૃત થયેલો સોહમ્ ભાવ તરે છે. તે સોડહમ્ ભાવ પણ તરતો નથી, કારણ આપની દિવ્ય પ્રીતનો આત્મીય ભાવ તરાવે છે. આપની આત્મીય દિવ્ય ચેતનાનું પ્રભુત્વ, તે જ છે જ્ઞાન ભક્તિની સરિતાનાં વડે એ વહેણમાં સાત્ત્વિકભાવની ગતિ એકરૂપ થઈને વહેતી રહે છે... ક્યારેક અફસોસ થાય છે કે જ્યારે આપ મારી સાથે માતાનાં ગર્ભમાં પણ હતાં, જ્યાં સંસારી વિચાર– વર્તનનો અવરોધ ન્હોતો, ત્યારે આપની સાક્ષાત્ હાજરીને કેમ માણી નહિ? ભક્તિભાવથી અધ્યયન-ચિંતનમાં સ્થિત થયાં પછી આપની પ્રતીતિ થવાનું શરૂ થયું. પ્રતીતિ વગરના જીવનમાં પણ શ્વાસ રૂપે આપ તો સર્વસ્વ સતત અર્પણ કરતાં રહો છો. આપના વગર હું અસમર્થ છું, છતાં રોજિંદા જીવનનાં કાર્યો કરવા માટે હું સમર્થ છું એવી કેટલીયે ખોટી માન્યતાઓથી જીવતો હતો. ખોટી માન્યતાઓની, રૂઢિની, રીતરિવાજોની, શંકા-સંદેહની કાંટાળી વાડમાંથી જ્ઞાન- ભક્તિના સદાચરણને લીધે મુક્ત થઈ શક્યો. હવે કોઈ આપ લેની વાત નથી, એક જ પ્રાર્થના છે, કે આપની જ્ઞાન- ભક્તિની સરિતામાં દરેક અધિકારી જીવને તરાવતાં રહો. જેથી આ પૃથ્વી પર સદાચારી વાતાવરણની પ્રસન્નતા પ્રસરે અને માનવી એકબીજા સાથે પ્રેમની નિર્મળતાથી વ્યવહાર કરતો જાય, તો મહાભૂતોની પ્રકૃતિનું સાત્ત્વિક ગુણોનું ધન ભોગવી શકે…

 … હે પ્રભુ, સમર્થ તોયે સમર્થ ગણું મુજને, વહેવડાવે છે ભક્તિભાવની જ્ઞાનગંગાને તું; આ પંચમહાભૂતોની પ્રકૃતિના કણકણમાંથી વહેવડાવે તું અને મણમણની પ્રીત પૂરે તું: તો યે ક્યાં આવી વસે તે ન જણાવે તું, કદી ન કહે કે ક્યાં આવીને વસ્યો છે ; કૃપા કરી પળનો પણ વિલંબ કર્યા વગર, એકરૂપતાની મિલનની પળને જાગૃત કર તું.

”સંકલનકર્તા- મનસ્વિની કોટવાલા

Read More
૧૨-૦૨-૨૦૨૩

ચાલોને આજે એવું કરીએ, પરિણય પ્રભુ સાથે કરવા, પ્રીતના પાંદડે બંધાઈ અવકાશમાં વિહાર કરીએ; આમજનો સર્વેને ગણી, સર્વેમાં સમર્પણની સુવાસ રેલાવીએ અને અવકાશનો પ્રકાશ પ્રસરાવીએ; પરિણયનું પરિણામ છે. પ્રભુ પ્રીતની ગતિ, તે ગતિને અધિકારી ભક્તોનાં પ્રાંગણમાં રેલાવીએ; આજ ને કાલમાં આળોટતો માનવી, ભરખી જાય તેને કાળ આવી, તે પહેલાં ભક્તિનો રંગ લગાડીએ; ભક્તિભાવથી પ્રભુના પ્રિયજન બનીએ, ચાલોને આજે અવકાશમાં પરિણયથી વિહારતાં રહીએ.

ભક્તની ભક્તિભાવની સમાધિસ્થ સ્થિતિ એટલે અવકાશનો વિહાર. એવો અવકાશિત અંતર વિહાર પ્રભુની પ્રીત શક્તિની કૃપાથી થાય. અર્થાત્ ભક્તના સમર્પણભાવને પ્રભુ શક્તિએ આધાર આપ્યો અને સમર્પણ સ્વીકાર્યું, ત્યારે ભક્તને પ્રભુપ્રીતની ભક્તિનું દાન અર્પણ થયું. ભક્તને જ્યારે ભક્તિભાવનો આધાર મળે, ત્યારે આધાર સ્વરૂપે પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાનો યોગ અનુભવાય. ભક્ત દિવ્ય પ્રીતની ચેતનાનો યોગ ભક્તિભાવથી અનુભવે, ત્યારે પ્રકાશિત ઊર્જાના સ્પંદનોનો ઉન્માદ છિદ્રેછિદ્રમાં, રૂંવેરૂંવામાં પ્રગટે. ભક્તનું અસ્તિત્વ તે પ્રકાશિત પ્રીતના ઉન્માદમાં(ઘેલપણમાં) સંપૂર્ણ રૂપે વીંટળાઈ જાય અને તે સચ્ચિદાનંદ સ્વરૂપની આત્મીય અનુભૂતિમાં ખોવાઈ જાય. તે આત્મીય અનુભૂતિનો આનંદ નથી અપાતો ઉધાર કે નથી લેવાતો ઉધાર, એ તો ધારે ધણી(પ્રભુ) ત્યારે અર્પે આનંદ અપાર. પ્રભુની દિવ્ય પ્રીત અપારથી પણ અપાર છે. પ્રભુ સંગ એવી અનંત ગુણોની અપારતામાં પરિણય થાય, તે છે અનંત ગુણોના પ્રભુત્વનું આત્મીય અનુભૂતિ સ્વરૂપે પ્રસ્તુત થવું. એવી પ્રસ્તુતિ જ્ઞાની ભક્તની દૃષ્ટિમાંથી, વાણીમાંથી, શરીરના કણકણમાંથી, એનાં વહાલભર્યા પ્રેમાળ વર્તનથી પ્રગટ થાય. કારણ ભક્તનું અસ્તિત્વ પરમાણુ સ્વરૂપ બની જતાં ચોતરફ દિવ્ય ચેતના પ્રસરતી જાય. તે ક્ષણે ભક્તનું પરમાણુ સ્વરૂપ પ્રીતભાવમાં સ્વયંભૂ પ્રસરતું જાય અને ભાવની એવી રમઝટ ચાલે કે પ્રભુ સંગ પરિણયની ગતિમાં તે ગતિમાન રહે.

 

વિશુદ્ધભાવની રમઝટ એટલે શ્રીકૃષ્ણ ચૈતન્યના ચરણોમાં અનન્ય પ્રેમનું ગોપીભાવનું સમર્પણ. ગોપીની જેમ જિજ્ઞાસુ ભક્તનાં હૃદયે પણ નિત્ય ભાવનું સંવેદન વહેતું રહે છે કે, “હમણાં મારો પ્રિયતમ આવશે અને એકમની ગતિનો અનેરો રાસ રમાડશે.’’ એકમની ગતિમાં હું અને તું નો ભેદ મટી જાય, હું ભક્તિમાં લીન રહું છું એવી અહમ્ વૃત્તિઓ પણ ઓગળી જાય અને પ્રેમભાવનું પ્રસરણ પ્રસરતું જાય, વિહાતું જાય, ત્યારે એકમની આત્મીય અનુભૂતિમાં ભક્ત ખોવાઈ જાય. આમ પ્રભુ મિલનની કે આત્મીય અનુભૂતિની આતુરતા, એ જ છે ભક્તનું જીવન. એવી આતુરતા ક્ષણે ક્ષણે જન્મે અને એવી અવનવી આતુરતામાંભક્ત જીવે.

એકમભાવની રમઝટની ક્ષણ એટલે જઆત્મીય અનુભૂતિની ક્ષણ. આ આત્મીય અનુભૂતિની ક્ષણ એટલે કે સ્વયંભૂ પ્રગટતાં પ્રેમનાં પ્રસરણની ક્ષણ પસાર થઈ જાય, પછી પુનઃ એવી ક્ષણમાં એકરૂપ થવાની તાલાવેલી ભકતમાં જીવંત રહે. આવી તાલાવેલીનો અનન્ય ભાવ ત્યારે જ જાગૃત થાય, જ્યારે પ્રભુ સાથેના એક્યતાનાં સંબંધની પ્રતીતિ થઈ હોય. જો એકવાર પ્રતીતિનો પ્રભાવ જાગે અને પ્રીતિના રહે પર સહજ પ્રયાણ થતું રહે, તો એકમની ગતિનો સહારો મળી જાય. પછી જ્ઞાની ભક્તની જેમ એકરૂપતાની આત્મીય અનુભૂતિનો આનંદ અનુભવાય. પરંતુ તે માટે જેનો સતત સંગાથ છે, જેના આધારે જીવંત જીવન જીવી શકાય છે, તે દિવ્ય પ્રીતની પ્રભુની ચેતનાના આવિષ્કારથી જ્ઞાત થવું જરૂરી છે. ભક્તનું મન અજ્ઞાત નથી, પણ અજ્ઞાની મનના અંધકારથી શાત રહે છે. જ્ઞાની ભક્તની જેમ ક્ષણે ક્ષણે પ્રગટતી પ્રભુત્વની ઊર્જા ધારામાં એકરૂપ થવાની તાલાવેલી જનમતી રહે, તો એકમની ગતિનો સહારો મળી જાય. એવી તાલાવેલીમાં અસહ્ય વેદના થતી હોય એવું ભક્ત અનુભવે અને બેબાકળો થઈ પ્રભુને ભક્તિભાવથી તે આવાહન કરતો રહે.

પરમોપરમ શક્તિના પ્રભુત્વને(પ્રભુને) સંપૂર્ણ રૂપે કોઈ જાણી શકે એમ નથી. છતાં ભક્ત પરમ શક્તિના સંપૂર્ણ આવિર્ભાવ માટે ઉતાવળીયો થાય. જેમ એક માતા પોતાના બાળકની નિશાળેથી ઘરે આવવાની રાહ જોતી હોય, તેમ ભક્ત પણ આત્મીય અનુભૂતિમાં એકરૂપ થવાંની રાહ જુએ. રાહ સ્વરૂપે ભજન-સ્તુતિના ગુંજનથી આવાહ્ન કરતો રહે. આવાહ્નના અણમોલ ભાવથી એની તાલાવેલીને રાહ મળતો જાય અને એકમની ગતિમાં અનાયાસે પ્રયાણ થતું જાય. ભવોભવથી ભક્ત તો ભક્તિના તપથી જેની રાહ જોતો હોય, એકમની ક્ષણ ક્યારે જન્મી તેનો એને ખ્યાલ ન આવે. પરંતુ આતુરતાનું કે તાલાવેલીનું, કે દેહ સાથેનાં બંધનનું મૃત્યુ અનુભવાય, ત્યારે એકમની ક્ષણ જીવંત થાય અને પ્રભુત્વ પ્રસરણનો આનંદ છલકાતો રહે. 

આત્મીય અનુભૂતિની આતુરતા એ જ છે ભક્તની ઓળખાણ. ભક્તિભાવનું ધન ભક્તમાં રોજ રોજ વધતું જાય અને મનનું મૌન થાય. મૌન એટલે વિચારોનાં બંધનથી મુક્ત થવું. સંસારી વિચારોની આવનજાવનનો કોલાહલ શમી જાય, ત્યારે ભાવની સાત્ત્વિકતા સ્વયંભૂ પ્રગટતી જાય. પછી સાત્ત્વિક વિચારોનું સ્ફુરણ આપમેળે થાય, જે બીજા જિજ્ઞાસુઓને આત્મીય અનુભૂતિના રાહનું માર્ગદર્શન ધરે. એવાં જ્ઞાની ભક્ત દ્વારા પ્રભુત્વ પ્રગટાવવાની તાલાવેલી સ્વયં પરમ શક્તિને હોય છે. જેવી રીતે બાળક નિર્દોષતાથી રમકડાં રમવાની રાહ જુએ, તેવી રીતે પરમ શક્તિ પોતે રચેલાં પંચમહાભૂતોના રમકડાંની રાહ જુએ છે. તેથી એનાં પ્રિય રમકડાં રૂપી જ્ઞાની ભક્તોને પ્રીતભાવથી ભીંજવી દઈ, એકમની ગતિથી અવકાશમાં વિહાર કરાવે. વિહાર સ્વરૂપે પ્રભુની ચેતનાનું અતવરણ થાય, એટલે કે ભક્તના પ્રેમમાં પ્રભુ બંધાઈ જાય. એવી એકમની ક્ષણનો જન્મ થાય, ત્યારે એની ઉજવણી રૂપે માતા સરસ્વતીનો સહારો મળી જાય અને અક્ષર શબ્દોનું આલેખન પ્રસ્તુત થાય કે, “હે નાથ વરસોની તપશ્ચર્યા ફળ એવા ભક્તિભાવમાં તરબોળ રાખો તથા વરસની(સમયની) કોઈ ગાંઠ ન બંધાય પણ સ્વયં તમે બંધાઈ જઈને પ્રગટ થાવ એવો વાસ કરતાં જાવ.'

 

આવોને આજ મારે ઘેર, વહાલમજી વાસ કરતાં જાવ; અમે પ્રીતથી કરશું સહવાસ, વહાલમજી વાસ કરતાં જાવ;

 અમૃત પાશું અમે આંખની અમીએ, હેતથી ધરશું ભાવ તમને..

 ભૂલી જશો તમે રાધાજીની પ્રીતને, અંતરના હિંડોળે હીંચકાવશું નિશદિન..

દાનમાં ઝીલશું તારી પ્રીતને, કર્મોને કાપવા કહેશું નહિ..

 શ્રી કૃષ્ણ –

વરસોની તપસ્યા આજ ફળી માનવ તારી રે...

ગોપી

બાંધી દીધો આજ તુજને, કહીને.., વાસ કરતાં જાવ..

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
ભક્તના હૃદય

જળ તત્ત્વનું અખંડ ગતિનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે પાણીના સતત વહેતાં વહેણ, અખંડ ગતિથી વહેતા નદીના વહેણને અટકાવી ન શકાય, પણ ચોક્કસ દિશામાં વાળી શકાય. ધસમસતા વહેણને ચોક્કસ દિશામાં વાળવા માટે જો બંધ(ડેમ) બાંધવામાં આવે, તો નદીના પાણીનો ઉપયોગ અનેક રીતે થઈ શકે. નદીનું શીતળ પાણી બધાને તૃપ્તિ અર્પણ કરે પણ નદીને કદી તૃપ્તિ અર્પણ કરવાની તરસ ન હોય. એને તો એક જ તરસ હોય કે, પ્રભુનું સત્ત્વ મુજમાં સમાયેલું છે, તેને અર્પણ કરવા સતત વહેતી રહું. આવું નદી જેવું નિઃસ્વાર્થભાવનું આચરણ ભક્તનું હોય. જ્ઞાન ભક્તિની સરિતામાં તરતાં તરતાં જે સાત્ત્વિક ગુણોનું ધન ધારણ થતું જાય, તે બીજા જિજ્ઞાસુઓને એ અર્પણ કરતો જાય. ભક્ત એટલે જ નિઃસ્વાર્થ પ્રેમનું ધામ. જે પ્રભુને મજબૂર કરે પ્રત્યેક અધિકારી જીવના ઉદ્ધાર માટે. છતાં ભક્ત માંગણહારો ન હોય પણ પ્રભુની શાશ્વત લયમાં ગતિમાન રહેવા માટે શરણભાવમાં સ્થિત રહે. એવાં જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન ભક્તિની સરિતામાં તરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિનું દાન થાય. તેથી જ્ઞાની ભક્ત પોતાના માટે માંગે નહિ પણ બીજા જિજ્ઞાસુ ભક્તો માટે પ્રભુને વિનંતિ કરે અને જિજ્ઞાસુ મન ભક્તિભાવનું હૃદય બની જાય એવી પ્રાર્થના કરે.

 

ભાવમાં લઈ જાવ પ્રભુ, ભૂખ અમારી ભાવભીની ભક્તિની; ભક્ત હૃદયમાં ઊતરો પ્રભુ આજ, ભક્તિ કરાવો ભાવથી; ભવેભવની આશ પૂરી કરાવો. આ ભવ તરાવો ભાવમાં; ન જાણીએ ભાવ અમે તો, એક જ વિનંતિ પ્રભુ આપને; ઉતારો આપનો ભાવ ભક્તિમાં, ભક્તોનાં હૃદયમાં વસી જજો.

 

જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં વિશુદ્ધભાવની સાત્ત્વિક ધારામાં જેમ જેમ સ્નાન થતું જાય, તેમ તેમ મનનાં વિચારોનું સમાધાન થતું જાય. મનમાં અનેક પ્રકારના પ્રશ્નો હોય, તે પ્રશ્નોને આપમેળે ભક્તિભાવની સાત્ત્વિક ધારામાં સ્નાન કરતાં કરતાં ઉત્તરનો ઉપચાર મળતો જાય. પછી હૃદયભાવની શુદ્ધતાને ધારણ કરાવતી ભક્તિમાં મન ખોવાઈ જઈ લીન થતું જાય. જ્ઞાની ભક્તને કદી પોતાની પ્રશંસા કોઈ કરે તે ન ગમે, અથવા પોતે ભક્ત છે એવું બીજા લોકો જાણે એવી કીર્તિની ઝંખના પણ ન હોય. એ તો ભક્તિની સમાધિમાં તલ્લીન રહે અને પ્રભુ પ્રીતની દિવ્યતાને માણતો રહે. એવી ભક્તિની સહજ સમાધિમાં આત્મજ્યોતની તેજસ્વીતા એના કણકણમાંથી પ્રસરતી રહે અને સાત્ત્વિકગુણોની પ્રસ્તુતિ નિઃસ્વાર્થ પ્રેમના વર્તનથી અર્પણ થતી રહે. માનવી મનમાં વિચારોની આવનજાવન હોય, તે જ્ઞાન ભક્તિની સરિતામાં તરાવતાં ભાવથી જેમ જેમ શાંત થાય, તેમ તેમ મન બની જાય હૃદયભાવ. પછી અજ્ઞાની અહંકારી મનનું શુદ્ધિકરણ થાય અને ભાવની શુદ્ધતાને સ્વયંના આત્મસ્વરૂપની ભાળ મળે.

 

આત્મજ્યોતિના પ્રકાશિત દર્શનની મહેચ્છા દરેક ભક્તની હોય છે. તે જ્યોતિર્મય પ્રકાશનો પડછાયો ક્ષણ માટે પણ મન પર પડે, તો સ્વભાવનું પરિવર્તન થાય. રાગ-દ્વેષના વિચારોનો અંધકાર વિલીન થવાનું શરૂ થાય અને આકારિત જગતના પદાર્થોને ભોગવવાનું વળગણ ઘટતું જાય. મનને પછી એકાંત ગમે અને બીજા જિજ્ઞાસુ ભક્તોની સંગમાં ભજનો-સ્તુતિનું ગુંજન કરવાનું ગમે. જે વિચારોના વહેણ દુન્યવી વસ્તુ-વ્યક્તિ માટે આમ તેમ વહેતાં રહેતાં હતાં, તેની દિશા પછી બદલાતી જાય. કારણ સ્વમય ચિંતન રૂપી બંધ પ્રભુ કૃપા સ્વરૂપે બંધાઈ જતાં, મનનાં વિચારો સાત્ત્વિકભાવની જાગૃતિ કરાવતી દિશામાં પ્રયાણ કરતાં જાય. ચિંતન સ્વરૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ માત્ર ગ્રહણ ન થાય પણ આચરણનો ઉજાસ પથરાતો જાય. પછી પોતે ભક્ત છે કે ભક્તિભાવથી જીવે છે એવું જણાવી ન શકાય. કારણ જણાવનાર મનનું સમર્પણ થયું હોવાંથી અકર્તાભાવની જાગૃતિને તે ધારણ કરે છે. સમર્પણભાવ કે અકર્તાભાવની જાગૃતિમાં અહમ્ કેન્દ્રિત વૃત્તિ-વિચારોનું વર્તન ન હોય, પણ આત્મીય ચેતનાના સ્પંદનો સાત્ત્વિકભાવની વ્યાપક્તામાં ઓતપ્રોત કરાવે, ત્યારે અંતરની વિશાળતામાં વિહાર થતો જાય.  ભક્તનો અંતરગમનનો ધ્યાનસ્થ ભાવનો વિહાર, એટલે સાત્ત્વિકગુણોનાં સ્પંદનોનું પ્રસરણ પ્રગટ થવું. એવાં પ્રાગટ્ય સ્વરૂપે ભાવની ઉન્નતિ બનાવે ભક્તના અસ્તિત્વને નિઃસ્વાર્થભાવનો ઘડો. જે વારંવાર છલકાતો રહે અને બીજા અધિકારી પાત્રો માટે પ્રભુને પ્રાર્થના કરતો રહે કે, “હે નાથ! ભક્તિભાવનું એવું આસન અમે વાળીએ, જેથી ભાવની ધારા રૂપે આપ સાક્ષાત્ પ્રગટો ત્યારે આપનાં દિવ્ય સ્પંદનોને અમે માણી શકીએ. અમને સંસારી પદાર્થોની ખેવના નથી પણ એક યાચના છે, કે પ્રત્યેક જીવ પોતાની ઉચિત સમજ અનુસાર ભક્તિભાવમાં સ્થિત થઈ શકે. અમે માનવીઓને આપની કૃપાથી વાણીનું દાન પ્રાપ્ત થયું છે. તેથી મા સરસ્વતીની કૃપાથી ભજન-સ્તુતિનો આનંદ માણીએ છીએ. હવે એક જ પ્રાર્થના કે આ ભવસાગર ઝટ તરાવો. અમને આ ખારા પાણીના સંસારી સમુદ્રમાં તરવું નથી. અમે અણસમજુ હતાં ત્યારે સંસારનો ખારો સ્વાદ બહુ માણ્યો. પરંતુ ભક્તિભાવથી ક્રમશઃ તે ઘટતો જાય છે. હવે આપના દિવ્ય ગુણોની મીઠાશનો સ્વાદ ચખાડો. કણકણમાંથી વહેતો એ મીઠાશનો સ્પર્શ અમે ઝીલી શકીએ એવી કૃપાના અધિકારી બનાવો, તે માટે માતા સરસ્વતીની અનન્ય કૃપા ધરી, આપનાં ગુણગાન અવિરત લખાવતાં રહો. આ દેહના અંગોમાં ભક્તિભાવનું રસાયણ પ્રસરતું રહે એવી ભકિતની સમાધિમાં સ્થિત કરાવો. આપની દિવ્ય પ્રીતની ઘારા એટલી છલકાવો કે ભક્તિભાવ રૂપે તેને પ્રસરાવતાં કદી ન થાકું, જેથી આપનો ભાવ પ્રગટતો રહે અને દેહ છોડવાની ક્ષણે આપનો જ ભાવ આપનામાં સમાઈ જાય એવી ઐક્યતામાં એકરૂપ થવું છે.''

 

  સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
ભક્ત તો તરતો રહે જ્ઞાન સરિતામાં

માનવ શરીર રૂપે થતી અગગીન ક્રિયાઓનું ઊંડાણ પૂર્ણતાથી જાણી શકાય એમ નથી. કારણ અંગેઅંગની ક્રિયાઓ વૃદ્ધિ-વિકાસના સંદર્ભથી સતત થતી રહે છે અને દરેક અંગોની એકબીજા સાથેના પરસ્પર સંબંધથી થતી, તથા મનનાં પ્રતિભાવની અસરથી થતી સતત ક્રિયાઓ, ત્રણ પરિમાણની(ડિમેન્શન) સીમામાં બંધાઈને થતી નથી. ખરેખર પ્રભુએ માનવ શરીરની રચના કરીને પોતાની સર્જનાત્મક ક્રિયાની ચેતનાનું, એટલે કે દિવ્ય ગુણોની ઊર્જાનું સુદર્શન ધર્યું છે. એ સુદર્શિત થતી રહેતી ચેતનવંત ઊર્જાની મહત્તાને, અહંકારી સ્વાર્થી માનસથી જાણી શકાય એમ નથી. જિજ્ઞાસુ ભક્ત જ્યારે દેહની મહત્તાને જાણવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે એને સત્યનું દર્શન થાય છે. એ સત્ દર્શન રૂપે અનુભવાય, કે માનવ શરીરના આકારિત સુદર્શનની જેટલી શ્રેષ્ઠતા છે, તેટલી જ નિરાકારિત મન-બુદ્ધિની વિચારવાની, અનુભવવાની, સમજવાની, કે લાગણી વગેરે પ્રતિભાવ દર્શાવવાની અદ્ભુત શ્રેષ્ઠતા છે. ભક્તની જેમ આપણને પણ સત્ દર્શન થાય તો સ્વીકાર થાય, કે તન-મનનું દેહધારી જીવન અર્પણ કરીને પ્રભુએ પોતાની સાથેનાં અતૂટ આત્મીય સંબંધની મહોર મારી છે. પ્રભુની મહોર એટલે જ આત્મીય ચેતનાની દિવ્ય પ્રીતની મહેર. એ મહેરની મહેરબાનીથી પ્રભુના દિવ્ય ગુણોના પ્રભુત્વને માનવી સાત્ત્વિકભાવથી માણી શકે છે.

 

પ્રભુની આત્મીય ચેતનાનો અભિન્ન અંશ મન છે. પરંતુ મન પર કર્મસંસ્કારોનું આવરણ હોવાથી, તે પોતાનાં સ્વ સ્વરૂપથી, એટલે કે પ્રભુની ચેતનાના આત્મીય સંબંધથી અજાણ રહે છે અને પોતે આકારિત શરીર છે એવી ખોટી માન્યતાથી જીવે છે. આપણે સૌ આકારિત શરીર અને નિરાકારિત મનની ક્રિયાના પરસ્પર સંબંધનું જીવન જીવીએ છીએ. જેથી મગજ તથા ઈન્દ્રિયોના સહારે અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોનો ભાર હળવો થઈ શકે. છતાં ઈચ્છા તૃપ્તિના જીવનમાં નવી નવી ઈચ્છાઓની અતૃપ્તિ વધતી જાય છે. એનું મુખ્ય કારણ છે અજ્ઞાની મનની અણસમજ, જે સમજી નથી શકતું કે શરીરનો આકાર છે એવો મનનો આકાર નથી. મનથી જે સ્વાદ, સ્પર્શ, લાગણી વગેરેનો અનુભવ થાય છે, તે અનુભવનો આકાર નથી. કોઈ પણ ફળનો આકાર હોય અને આકારિત વસ્તુને જોઈ શકાય, સ્પર્શી શકાય. પરંતુ તે ફળને જોવાની દૃષ્ટિનો, કે એનાં સ્વાદના અનુભવનો અથવા સ્પર્શના અનુભવનો આકાર નથી. તે અનુભવ કરનાર મન સ્વયં નિરાકાર સ્વરૂપનું છે, એટલે અનુભવની સ્થિતિ પણ નિરાકારિત છે. પ્રભુએ મનુષ્ય આકારના બે પ્રકાર બનાવ્યાં છે. નર(પુરુષ) અને નારી(સ્ત્રી). આ બે પ્રકારના આકારોની બાહ્ય રૂપરંગની વિવિધતા હોય છે.

 

મનુષ્યના પાંચ કે છ ફૂટના શરીરનો આકાર આંખોથી જોઈ શકાય છે, પણ જોવાની દૃષ્ટિને તથા જોવાનો અનુભવ કરનાર મનને આંખોથી જોઈ શકાય એમ નથી. એટલે બાહ્ય દેખાવની ઓળખાણને માનવી વધુ મહત્તા આપે છે. શરીરના આકારને જોતી વખતે તેનો દેખાવ સુંદર છે કે નથી એવું જાણવાનો પ્રયત્ન થાય, પણ મનનાં દેખાવને એટલે કે સ્વભાવને જાણવાનો પ્રયત્ન ઓછો થાય. તેથી જ માનવી પોતાના સ્વભાવને, આદતોને, કે ક્રિયા- પ્રતિક્રિયાના વલણને ઉપરછલ્લું જ જાણે છે. આવી સીમિત જાણકારી કે સમજણના લીધે શરીરના રોગોની જેટલી પીડા માનવી ભોગવે છે, તેનાં કરતાં માનસિક રોગોની અનેકગણી પીડા ભોગવે છે. શરીરના રોગથી કે દર્દથી મુક્ત થવાંના ઘણાં ઉપાય છે, પણ મનના રોગથી ઝડપથી મુક્ત થવું મુશ્કેલ છે. ડૉકટર ઈલાજ કરી શકે એવાં મનનાં રોગની વાત આપણે નથી કરતાં. પરંતુ જે મન જાણે છે કે પોતે આત્મીય ચેતનાનો અભિન્ન અંશ છે અને તે જાણ્યાં પછી પણ રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનમાં આળોટતું રહે, તે મનનાં રોગનો ઈલાજ ઔષધથી-દવાથી ન થઈ શકે અને તેને મનનો લકવો(પક્ષઘાત–પેરેલિસિસ્) કહેવાય.

શરીરને જો લકવો થાય તો જેમ શરીરથી થતી પ્રક્રિયાઓ, કે રોજિંદા કાર્યો પોતાની જાતે કરી ન શકાય; તેમ મનને લકવો થાય તો સર્જનાત્મક વિચારો કરવાની, કે સૂક્ષ્મને સમજવાની, કે એની પ્રતીતિ રૂપે અનુભવવાની ક્રિયાઓ શિથિલ થઈ જાય છે. એવી શિથિલતાની અસર મગજની ક્રિયાઓ પર થતાં શરીરની ક્રિયાઓ ધીમી થતી જાય છે. અર્થાત્ મનની શિથિલતા શરીરની વૃદ્ધ અવસ્થાને આમંત્રણ આપે છે. જે મન રચનાત્મક વિચારોથી સજાગ રહે, સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાનો પુરુષાર્થ કરે, તથા સ્વયંની ઓળખથી ‘હું શરીર નથી પણ શરીરમાં વસવાટ કરું છું’ એવી જાગૃતિથી જીવે, તે છે મનની યુવાન સ્થિતિ. મનની વૃદ્ધ સ્થિતિ એટલે સીમિત નાશવંત સ્થિતિના વિચારોની જડતામાં બંધાયેલું મન. એવાં બંધાયેલા મનની લકવા જેવી સ્થિતિ હોય, તેને માત્ર નાશવંત વસ્તુઓ, કે પરિસ્થિતિને જાણવાની તાલાવેલી હોય અથવા એને ભોગવવાનો મોહ હોય.

 

જેમ લકવાગ્રસ્ત શરીરને ઊઠવા, બેસવા વગેરે કાર્યો કરવા માટે બીજાની સહાય લેવી પડે છે; તેમ લકવાગ્રસ્ત મનને સૂક્ષ્મ અંતર યાત્રા માટે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહેવાની સહાય લેવી અતિ આવશ્યક છે. સાંનિધ્યમાં રહીને સત્સંગ થાય, તો સૂક્ષ્મ સમજના દ્વાર ખૂલતાં જાય. તેથી આરંભમાં શ્રવણ, અભ્યાસ, મંત્ર જપ કરવાં, ભજન-કીર્તન ગાવાં, વગેરે સત્સંગની પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. પરંતુ એવી પ્રવૃત્તિઓથી મન માત્ર લકવાના કારણથી જાણકાર થાય છે, અથવા અજ્ઞાની મનને પોતાની અણસમજનું જ્ઞાન મળે છે. મનની લકવાગ્રસ્ત સ્થિતિ, એટલે કે અજ્ઞાની અહંકારી સ્વભાવથી મુક્ત થવાં માટે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું પડે. તરતાં તરતાં સદાચરણના વહેણમાં સાત્ત્વિકભાવની શીતળતા અનુભવાય, ત્યારે મનનું મૌન થતાં આત્મ સ્થિત સ્વાનુભૂતિના પ્રકાશમાં અસ્તિત્વ ઓતપ્રોત થાય.

 

મારું-તારું-પરાયુંના ભેદભાવમાં બંધાયેલા મનને ન સમજાય આત્માની સર્વવ્યાપકતા; સર્વેમાં સર્વત્ર તે છે, તેની પ્રતીતિ કરવા ભક્ત તો તરતો રહે જ્ઞાન ભક્તની સરિતામાં; એવો તરવૈયો કરે આકારિત કૃતિમાં નિરાકારનાં દર્શન અને મનની નિરાકારિત સૂક્ષ્મતા કરે ચેતનાનાં દર્શન; આત્મીય ચેતનાનાં પ્રકાશિત દર્શનમાં ભક્તનું અસ્તિત્વ થાય તન્મય, ત્યારે થાય મનનું મોન.

 

સંકલનકર્તા-મનસ્વિની કોટવાલા

 

Read More