Article Details

હરિ તમે ક્યારે પધારશો ?!

ક્યારે પધારશો, હરિ તમે જ્યારે પધારશો, મારા હૃદયમાં એક ઘેલો જાગ્યો, ક્યારે પધારશો, કદી મોડું ન કરતાં આજ હવે તારા નામનો હેલો જાગ્યો; તારા નામમાં એક જાદુ વસ્યો છે નામ લેતો રહીશ, તારા નામની જ્યારે ધૂન કરું ત્યારે ખુદ હું બની રહીશ; પછી હંસલો મારો અંશ તારો એવો હું બની જઈશ, હસ્તી ભૂલી જઈશ તારો હાથ હું બની જઈશ.

જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવાં માટે જિજ્ઞાસુ ભક્ત પ્રભુને વિનંતિ કરતો રહે, ત્યારે એનાં મનમાં એવો આર્તનાદ જાગે કે, “ હે પ્રભુ! ક્યારે મારા હૃદયમાં ભગવત ભાવની પ્રકાશિત ગતિ સ્વરૂપે આપ પધારશો? આપનું ગુજમાં પધારવું, એટલે જ આપના શાશ્વત ભગવત્ ભાવનું ધારણ થવું. આપના શાશ્વત ભાવનો રાજભોગ ધારણ કરવા માટે જ મનુષ્ય જન્મની ભેટ મળી છે. જાણું છું કે આપના પાવન, શાશ્વતભાવને ધારણ કરવો, એટલે કે ભક્તિ યોગ સ્વરૂપે ભાવની ગુણિયલતામાં એકરૂપ થવું એ કંઈ એટલું સરળ નથી. પરંતુ આપની કૃપાથી શ્રહાનો દીવો પ્રજ્વલિત રહ્યો છે. જેનાં પ્રકાશથી મન શરણાગતિમાં સ્થિત રહે છે અને દઢ સંકલ્પનો ઉજાસ પથરાય છે, કે આ જન્મમાં જ્ઞાન-ભક્તિના સદાચરણની જે ભૂખ આપની કૃપાથી જાગી છે. તે ભૂખને તૃપ્ત કરાવતો આપના ભગવત્ ભાવનો રાજભોગ ધારણ થશે જ. જેમ પાયલટને પ્લેનને જે સ્થળે લઈ જવાનું છે તે બાબતનું જ્ઞાન છે. પાયલટને જગાવવું ન પડે કે પ્લેનને આ રીતે કે આ દિશામાં ચલાવવું જોઈએ...

..તેમ પાયલટ રૂપી આપની આત્મીય ચેતના છે, જે મુજને સ્વયંના ગંતવ્ય સ્થાને લઈ જશે તથા સંસારી રૂપી વાદળોમાંથી પસાર થાય ત્યારે મન મારું ભલે હાલમડોલમ પાય, છતાં આપની કૃપા, આપનું માર્ગદર્શન મુજને સ્મરણ ભક્તિમાં તલ્લીન રાખશે અને રાખે છે એવી શ્રદ્ધાનો દીવો બુઝાતો નથી. કારણ એમાં સ્વમય ચિંતન રૂપી ધી પુરાતું રહે છે. તેથી જ મને શ્રદ્ધા છે’ એવું સ્મરણ મારે કરવું પડતું નથી. એટલે જ સ્મરણ ભક્તિમાં મગ્ન થઈને મને અંતરધ્યાનસ્થ રહે છે. આપના શાશ્વતભાવને આરોગવાની એટલે કે એકરૂપ થવાની ભૂખ રોજ વધતી જાય છે. એ ભૂખનું વર્ણન શબ્દોથી ન થઈ શકે પણ એ પાવન ભૂખના લીધે ઈન્દ્રિયગમ્ય વિષયોને ભોગવવાની ભૂખને તૃપ્તિ મળતી જાય છે. આપના ભગવત્ ભાવનો રાજભોગ આરોગવાની, એટલે કે આપના શામતભાવમાં એકરૂપ થવાની ભૂખ એટલી પ્રબળ થઈ છે, કે મુજમાં એવી ધૂન જાગી છે કે જે નાશવંત જગતના વિચારોથી મને મુક્ત રાખે છે. કૃપા કરી એવી ધૂનની-અંતરધ્યાનની એકાગ્રતામાં હું ખોવાઈ જાય, અહમ્ વૃત્તિઓનું સમર્પણ થાય એવાં અણમોલ ભાવની ધારા વરસાવતાં રહેજો. જેથી હું ખુદ બની જાય છું. હું છું એવી કર્તાભાવની હસ્તીનું ભાન ભુલાઈ જાય, ત્યારે જ આપનો હાય બનીને આપના પ્રેચિત ઉન્નતિના કાર્યો થતાં જરો.’’

ભક્તની આવી વિનંતિના સૂરમાં કોઈ માંગણીનો સ્વાર્થ ન હોય, કે આપ-લે કરવાનો શરતી કરાર ન હોય. એના આર્તનાદના સૂરમાં તો એકરૂપ થવાની ધૂન હોય, એક્પતાનો આનંદ માણવાની તાલાવેલી હોય. એવી તાલાવેલીના લીધે પ્રકાશિત દર્શન વગર ભક્ત રહી ન શકે. ન રહેવાય ન સહેવાય એવો વિરહ જાગે. વાસ્વતમાં એવાં વિરહ સ્વરૂપે અંતરની વિશાળતામાં વિકાર થતો જાય અને પ્રભુની બ્રહ્મ સ્વરૂપની વિસ્તૃતિની દિવ્ય મતિમાં એકરૂપ થવાનો રાહ મળતો જાય. એવા રાહનું સ્વ દર્શન કોઈ શબ્દોથી, કે વિચારોથી, કે સમજણથી ન થાય. પ્રભુમાં એકરૂપ થવું છે, કારણ એનાં જ આપણે અભિન્ન અંશ છીએ. એટલે જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે પ્રભુનો ભગવત્ ભાવ જાગૃત થાય, તે જ છે એકરૂપ થવાના રાષ્ટ્રમાં અંતરમાં ધ્યાનસ્થ થવું. ભક્તમાં એકરૂપ થવાની એવી ધૂન જાગે, કે સંસારી ઘટનાઓની ગમે તેટલી વિકટ સ્થિતિ હોય, છતાં સમયનું ભાન ભૂલાઈ જાય એવી એકાગ્રતાથી સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં તે સ્નાન કરતો રહે. કોઈ પણ કારણ વગર એનાં મનની ભીતરમાં નિર્મળ આનંદનું ઝરણું ઝરતું રહે. એટલે કોઈ રીતરિવાજ, રૂઢિ, કે નિયમોના બંધનધી અંતરધ્યાનસ્થ ન થવાય, એ તો એકરૂપ થવાની ધૂન લાગવી જોઈએ.  સામાજિક જીવનમાં અમક લોકોને અસામાન્ય ક્રિયા કરવાની કે મુશ્કેલ વસ્તુ સ્થિતિને પ્રાપ્ત કરવાની ધૂન હોય. જેમકે હિમાલયની કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં સ્નાન કરવાની ધૂન હોય, પણ તેને ધૂન ન કહેવાય ગાંડપણ કહેવાય. ધૂન તો વાલિયા જેવી હોવી જોઈએ. રામનામની ધૂનના લીધે વાલિયાની ભીતરમાં સમાયેલો પ્રભુનો અંશ વાલ્મિકી ઋષિ રૂપે પ્રગ થયો. એ રામનામની ધૂનનો જાદુ એટલે જ પ્રભુ મિલન માટેનો અગ્નિ પ્રજ્વલિત થાય. જેમ અગ્નિ ભડભડ પ્રગટે ત્યારે તાપ(ગરમી) અનુભવાય, તેમ પ્રભુ મિલન માટેનો તાપ જાગે ત્યારે વિરહનો સંતાપ(વ્યથા) અનુભવાય. વ્યઘા રૂપે પશ્ચાત્તાપભર્યો વિષાદ જાગે, કે યુવાનીનો સમય વિષયોને ભોગવવામાં પસાર કર્યો. હવે પ્રભુ નામની ધૂન વગરના જીવનમાં ભગવત્ ભાવની શીતળતા ક્યારે અનુભવીશ? જ્યારે પ્રભુ નામની ધૂન લાગે પછી સમયની પાબંધી ન હોય, તારા-મારાનો ભેદ ન હોય, કે અનુભવ કરવાની કે પામી લેવાની કોઈ હોડ ન હોય.  હોડ એટલે બીજા સત્સંગીઓ સાથે સરખામણી કરવાની સ્પર્ધા. પોતે બીજા કરતાં અધ્યયન કે ધ્યાન વધુ કરે છે એવું મિથ્યાભિમાન. હોડ એટલે શરત મૂકવી. ભક્ત પ્રભુ મિલન માટે કદી શરત ન મૂકે, કે આટલાં વર્ષોથી પ્રભુ નામમાં લીન રહું છું, તો દર્શન થવાં જ જોઈએ. ભક્ત જાણે છે કે એને માટે જે ઉચિત છે, જે યથાર્થ છે, તે પ્રભુ શક્તિ પ્રગટાવશે જ. જ્યાં શરતી કરાર હોય ત્યાં મુક્ત ગતિનો સમર્પણભાવ ન હોય. અર્થાત્ અમુક વિચાર વૃત્તિની જડતામાં બંધાઈને અંતરધ્યાનમાં સ્થિત ન થવાય. વાસ્તવમાં પ્રભુની કૃપા ધારાને બાંધી ન શકાય. મનની શરતી કરાર જેવી વૃત્તિનો અવરોધ, તે કૃપા ધારાને ભાવની મુક્ત ગતિથી ઝીલી ન શકે. તેથી ઋષિઓએ પુરાણોમાં આવી શરતી વૃત્તિની જડતાને રાક્ષસી વૃત્તિ તરીકે જણાવી છે. રાક્ષસી વૃત્તિવાળું મન પ્રભુ સ્મરણ કરે, પણ એનું સ્વાર્થી માનસ પ્રભુ શાતિની સિદ્ધિ મેળવવાનો પુરુષાર્થ કરે. એવાં પુરુષાર્થને શાશ્વતભાવનો રાજભોગ ન મળે, પ્રભુ માટે તો દુશ્મન કે મિત્ર, ભક્ત કે રાક્ષસ એવાં કોઈ ભેદ નથી. તેથી જ શ્રીકૃષ્ણએ જે મુક્ત ગતિનું દાન માતા યશોદાને થયું હતું, તે જ પૂતનાને પણ અર્પણ કર્યું હતું. ખરેખર, પ્રભુને શત શત પ્રણામ પણ ઓછાં કહેવાય.


સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા