Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
સ્વયંના આત્મીય સ્વરૂપની દિવ્યતાનો અનુભવ

આપણી ભારતીય સંસ્કૃતિની સરખામણી થઈ શકે એમ નથી. વેદકાલીન ઋષિઓએ સાત્ત્વિક સંસ્કૃતિના મૂળ એટલા ઊંડાણથી અને નિ:સ્વાર્થભાવથી રોપ્યાં છે, જે હજારો વર્ષ પછી પણ મનુષ્યને શાશ્વત બોધને ગ્રહણ કરવાની પ્રેરણા ધરે છે. ઋષિઓએ સાત્ત્વિક વિચારોની સંસ્કૃતિને વ્યક્ત કરી, જેથી લૌકિક જીવન તથા અલૌકિક જીવન જીવવાનો રાહ મનુષ્ય જાણી શકે અને જાણકાર મન આચરણની સંપત્તિને ધારણ કરી શકે. માનવતાના સંસ્કારી આચરણથી સ્વયંના આત્મીય સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા જાગી શકે તથા માનવ જીવનની મહત્તા સમજી શકાય. મહત્તા રૂપે સમજાય કે શરીરમાં વિવિધ અંગો છે. તેની ક્રિયાઓ એકબીજા સાથે સંકળાઈને સતત થતી રહે છે. શરીરના અંગોની ક્રિયા પોતાના મનના વિચારો પર આધારિત રહે છે. એ સત્ય સમજાય ત્યારે સાત્ત્વિક સ્વભાવને જાગૃત કરવાની ઈચ્છા પ્રબળ થતી જાય. કારણ શરીરનું નિરોગી આરોગ્ય મનના સાત્ત્વિક વર્તનથી જળવાય છે. તેથી પ્રાચીન કાળમાં એવી વ્યવસ્થા હતી કે, વિદ્યાર્થીએ ગુરુના આશ્રમમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કરવું. જેથી માનવતાના સંસ્કારો સહજતાથી ખીલી શકે તથા સ્વ જ્ઞાન રૂપી સ્નાનથી સાત્ત્વિક વર્તન ધારણ થઈ શકે.

         સાત્ત્વિક સંસ્કૃતિ રૂપે માનવ દેહની મહત્તા સમજાય કે, સ્થૂળ આકારનું શરીર ચાલી શકે છે, દોડી શકે છે, બેસી શકે છે, ઊભું રહી શકે છે, ઊંઘી શકે છે, અન્ન-પાણીને ગ્રહણ કરી શકે છે, તથા બીજા કાર્યો શરીરના થયાં કરે છે. પરંતુ તે કાર્યો કરવાની ઈચ્છા કરનાર મન(જીવ) પોતે શરીર નથી, પણ શરીરમાં વસવાટ કરે છે. અર્થાત્‌ દસ ઈન્દ્રિયોવાળા શરીરના સહારે જીવાત્મા(મન) પોતાની અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરાવતું જીવન જીવે છે. વિચારવાની, સમજવાની, સમીક્ષા કરવાની, સાર-અસારનો વિવેક ધારણ કરવાની, ક્રિયા-પ્રતિક્રિયા દર્શાવવાની, કે અનુભવવાની વિશેષતા માનવી મનને પ્રાપ્ત થઈ હોવાંથી, તે ઈચ્છિત પદાર્થોને ભોગવવાનો આનંદ પણ માણી શકે છે. મનની આવી વિશેષતામાં જ સાત્ત્વિક ગુણોને પ્રગટાવતાં સાત્ત્વિક વર્તનની ચાવી છે. જ્યાં સુધી માનવી સાત્ત્વિક વિચારોના ચતનમાં સ્થિત નથી થતો, ત્યાં સુધી એનું મન એક તાળા જેવું બની રહે છે. મનની ભીતરમાં એટલે કે અંતરમાં સ્થિત થવાં માટે આ તાળું ખૂલવું જોઈએ અને તાળું ખોલવાની ચાવી એટલે જ મનની જાગૃતિ. એવી જાગૃતિ રૂપે સાત્ત્વિક વિચારોના ચતનને, અધ્યયનને, કે એનાં સૂક્ષ્મ ભાવાર્થને ગ્રહણ કરતી બુદ્ધિ ખીલતી જાય. મન રૂપી તાળું ખોલાવતી બુદ્ધિ જાગૃત થાય, ત્યારે જ સ્વયંના આત્મીય સ્વરૂપની દિવ્યતાનો અનુભવ કરવાની લગની જાગે. પછી મનુષ્ય જન્મના હેતુ અનુસાર જીવવાનો આરંભ થાય. સાત્ત્વિક સંસ્કારોના હેતુ અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન વધતે ઓછે અંશે બધા જ લોકો કરતાં હોય છે. તેથી તો દરેક સંપ્રદાયના લોકો વાર તહેવારના ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરે છે. ઉજવણી પાછળ મનની જાગૃતિનું, કે બુદ્ધિની ખીલવણીનું જ કારણ હોય છે. પરંતુ તે કારણથી મોટેભાગે અજાણ રહીને માનવી માત્ર ઉજવણીની પ્રવૃત્તિ કરતો રહે છે.

         આ ધરતી પર વસનારા દરેક મનુષ્યને આ હેતુનો અણસારો ક્યારેક તો મળે જ છે. જે મન અણસારો ઝીલી શકે, તે જાગૃતિના વર્તનમાં સ્થિત થતાં દૃશ્યમાન આકારોમાં સમાયેલી નિરાકારિત સૂક્ષ્મતાથી પરિચિત થતું જાય. એવાં પરિચય રૂપે મનનું તાળું ખૂલી જાય અને વિવેકી દૃષ્ટિ ધારણ થાય. વિવેકી મનોદૃષ્ટિને શરીરના જન્મ-મૃત્યુનો ભેદ સમજાય. ઘણીવાર માનવીને પોતાના શરીરના મૃત્યુનો સમય નજીક આવે, ત્યારે માનવ જીવનના હેતુનો અણસારો સમજાય કે, "આટલાં વરસોથી જે દેહના સંગમાં રહ્યો, જે દેહને મેં અજ્ઞાનતાથી મારું સ્વ સ્વરૂપ માન્યું, એને છોડીને જવાનો સમય આવ્યો ત્યારે સ્વ સ્વરૂપની ભાળ મળી. ઉપકરણોના સંગમાં સાત્ત્વિક સ્વભાવની જાગૃતિ અસમતોલ રહે છે. મનની અસમતોલતા એકબીજા સાથેની સરખામણી કરતું રહે અને અસમાનતાના વિચારોમાં બંધાયેલું રહે છે. જદગી જે શરીરના સંગમાં વીતાવીએ છીએ, તેનું આરોગ્ય માત્ર કસરત, કે ઔષધિઓ કે ઉપવાસ કરવાથી જાળવી ન શકાય. તે માટે મનની સાત્ત્વિક વિચારોના ભાવાર્થને ગ્રહણ કરવાની બુદ્ધિ જોઈએ, તથા ભાવાર્થ અનુસાર આચરણમાં સ્થિત થવાની પરિપક્વતા જોઈએ. એવી પરિપક્વ મન:સ્થિતિ સ્થૂળ-સૂક્ષ્મની સંબંધિત ક્રિયામાં અવરોધ ન કરે, પણ જાગૃતિના સાત્ત્વિક વર્તન રૂપે પ્રેમભાવથી દરેક પરિસ્થિતિમાં જીવે. એવી સંબંધિત ક્રિયાઓ, એટલે પોતાના દેહની જીવંત સ્વરૂપની સ્થિતિ તથા પ્રકૃતિ જગતની આધારિત સ્થિતિ. મનનો રાગદ્વેષાત્મક અહંકારી સ્વભાવનો અવરોધ જેમ જેમ ઓગળતો જાય, તેમ તેમ પ્રભુ પ્રીતની આત્મીય પ્રતીતિ કરાવતી અંતર યાત્રા થતી જાય. પછી ઉધ્ધારનો માર્ગ શોધવાનો ન હોય. શોધ રૂપે પ્રભુ પ્રીતની ધારાના સ્પંદનો ધારણ થાય, તેને કહેવાય માનવીમાંથી ભક્ત સ્વરૂપનો પ્રાદુર્ભાવ. ભક્તનો ભાવ પ્રભુ પ્રીતના દિવ્ય સ્પંદનોમાં ઓતપ્રોત રહે અને પ્રભુ પ્રીતના અણસારા જ્ઞાન-ભક્તિના સત્સંગથી સમાજમાં વહેતાં મૂકે. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સાત્ત્વિક વિચારોથી મનની કેળવણી જરૂરી

આ સૃષ્ટિમાં હું ભટકતો બધે રહ્યો, છતાં કોઈ સારથિ મને ના મળ્યો;

         ભક્તિમાં જ્યારથી ડૂબી રહ્યો, પ્રભુનો ભાસ મને મળ્યો;

         તે ભાસથી શોધું પ્રભુને અને પ્રભુનો ધ્વનિ મારા કાનમાં રાતદી ગૂંજતો રહ્યો કે;

         "તું જેને શોધે એ તારી પાસ છે, અંતરના ઊંડાણમાં મેં મહેલાત મૂકી છે;

         એની ચાવી પણ દૂર નથી, તારા હૃદયભાવની જાગૃતિથી ખૂલે અંતર દ્વાર;

         મનના ઊંડાણમાં જા, ત્યાં ભાવની ચાવી છે, તે મળશે પછી તું જ સત્‌ ચિત્‌ આનંદ સ્વરૂપ છે.”

        

         ગમતી-અણગમતી અથવા અનુકૂળ-પ્રતિકૂળ સ્થિતિમાં મન ફરતું રહે છે. આવી બે પ્રકારની સ્થિતિમાં ફરવાનું બાળપણથી શરૂ થયું હોવાંથી મન બે પ્રકારના વિચારોમાં જીવનભર ફરતું રહે છે. જે પરિસ્થિતિ કે વ્યક્તિના સંગમાં પોતાની ઈચ્છા મુજબનું ફળ મળે, તે મનપસંદ સ્થિતિ મનને ગમે. એટલે ફરીફરીને તે ગમતી સ્થિતિમાં સ્થિત થવા માટે તે વિચાર્યા કરે. ઘણીવાર ન ગમતી પ્રતિકૂળ પરિસ્થિતિના સંજોગોમાંથી પસાર થવું પડે, ત્યારે અણગમાની પ્રતિક્રિયાથી તે સંજોગોના કાર્યો થાય. તેથી યોગ્ય પરિણામ ન મળે અને તે સંજોગો કે સ્થિતિ દુ:ખદાયક છે એવું મનમાં સ્થપાઈ જાય. આમ માનવી પોતે પોતાની સીમિત બુદ્ધિના અનુભવથી મૂલ્યાંકન કરતો રહે અને અમુક વસ્તુ, વ્યક્તિ કે પરસ્થિતિનનો સંગ સુખદાયક કે દુ:ખદાયક છે એવું માનતો રહે. એવાં મૂલ્યાંકનમાં સુખ રૂપે મનપસંદ સ્થિતિની માંગણીનો રણકાર હોય છે. એટલે મનપસંદ સ્થિતિને પકડવાનો અને નાપસંદ સ્થિતિને છોડવાનો પ્રયત્ન મન કરતું રહે છે. એવાં પ્રયત્નમાં માની લીધેલા મનપસંદ કાર્યમાં ઘણીવાર યોગ્ય પરિણામ ન મળે, ત્યારે માનવી નિરાશ થઈ હતાશાને અનુભવે છે, અથવા જે કાર્ય ગમતું ન હોય છતાં સંજોગોના લીધે કરવું પડે, ત્યારે તે કાર્યનું પરિણામ જો પોતાની ઈચ્છા મુજબનું મળે તો મન ખુશીથી છલકાઈ જાય છે. આમ હકીકત એવી છે કે ઘણીવાર માની લીધેલી ગમતી સ્થિતિના કાર્ય કરતી વખતે ન ગમતી સ્થિતિનું કારણ સમજાય છે, અથવા ન ગમતી સ્થિતિના કાર્ય કરતી વખતે ગમતી સ્થિતિનું કારણ સમજાય છે. જો મનને તે કારણ રૂપે પોતાની અજ્ઞાનતા પરખાય તો ગમતી-અણગમતી સ્થિતિના ભેદ ઓગળી શકે એવી વિવેકી દૃષ્ટિ જાગી શકે.

         વિવેકી દૃષ્ટિ રૂપી બાણ ભક્તના મન રૂપી ભાથામાં જ્ઞાન-ભક્તિના સાંનિધ્યમાં ભેગા થતાં જાય. તે બાણથી ભક્ત ગમતી-અણગમતી સ્થિતિની દ્વૈત વૃત્તિઓનાં બંધનમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ કરતો રહે. એવાં પુરુષાર્થ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી જાય. ભાવની જાગૃતિ ભક્તના મનને બે વિરોધી સ્થિતિના બંધનમાં બાંધી રાખવાને બદલે, જેનાં આધારે વિચારી શકાય છે, સમજી શકાય છે, તે આત્મીય ચેતનાના આધારને જણાવતાં સાત્ત્વિક વિચારોની ભક્તિમાં સ્થિત રાખે. ભક્તિ એટલે જ `ભગવાનની આત્મીય શક્તિથી હું ભિન્ન નથી' એવાં સ્વ અનુભવમાં સ્થિત થવું. એવી સ્વાનુભૂતિનાં અનુભવમાં મન સ્થિત થતું જાય, પછી વિરોધી વૃત્તિના બંધન ઓગળતાં જાય અને સાત્ત્વિકભાવનો પ્રેમ વહેતો જાય. સાત્ત્વિક પ્રેમભાવની જાગૃતિથી અંતર યાત્રા કરનારા જૂજ ભક્તો હોય છે. તે અંતરયાત્રાળુ બાહ્ય જગતની આધારિત સ્થિતિના આધારનો ગુલામ ન બને. સંજોગો પ્રમાણે જે કાર્ય થાય એનું યોગ્ય ફળ મળે કે ન મળે, તેમાં ભક્તનું મન બંધાય નહિ એટલે ફળ રૂપે જે મળ્યું એનાં સ્વીકાર રૂપે અંતર ઊંડાણમાં પ્રયાણ થતું જાય. અંતર પ્રયાણની અંતર ભક્તિમાં લીન રહેતો ભક્ત, મનની વિરોધી વૃત્તિને વિલીન કરવાનો પ્રયાસ ન કરે. કારણ મન પોતે પોતાની વૃત્તિઓને વિલીન કરી શકતું નથી. પરંતુ સાત્ત્વિકભાવનો આત્મીય ચેતનાનો તાર જો મનોમન જાગૃત થાય, તો વિરોધી વૃત્તિઓ ભાવમાં ઓગળીને સ્વયંની સાત્ત્વિકતાને પ્રગટાવતાં વિચારોમાં ફેરવાઈ જાય.

         પ્રતિકૂળ કે અનુકૂળ પ્રકારની વિરોધી પરિસ્થિતિના બંધનમાંથી મન મુક્ત થઈ શકે છે, એટલે કે વિરોધી સ્થિતિના ભેદભાવથી મન મુક્ત થાય તો સાત્ત્વિકભાવનું તે આસન બની જાય. તે માટે જ્ઞાન-ભક્તિનાં સત્સંગથી મન જેમ જેમ પોતાના સ્વ સ્વરૂપથી જાણકાર થતું જાય, તેમ તેમ દ્વૈત પ્રકારની વિરોધી સ્થિતિનું રૂપ પરખાતું જાય અને સાર-અસારનો ભેદ સમજતી વિવેકી દૃષ્ટિ જાગૃત થતી જાય. પરંતુ જ્યાં સુધી નિષ્ઠાપૂર્વક સત્સંગમાં, અભ્યાસમાં, કે ચતનમાં મન સ્થિત નથી થતું, ત્યાં સુધી દ્વૈત વૃત્તિના ભેદમાંથી મુક્ત કરાવતો સાત્ત્વિકભાવ જાગૃત થતો નથી. તેથી સાત્ત્વિક વિચારોના અધ્યયનથી મનને કેળવવું ખૂબ જરૂરી છે. તે વિચારોના ભાવાર્થમાં મન પછી ઓતપ્રોત થાય, ત્યારે ભેદભાવમાં ફરવાનું ઓછું થતું જાય. જેમ ભારે વજનવાળી બે-ત્રણ થેલીઓ લઈને જો દાદર ચઢીએ, તો ક્યારેક દાદર પર દૃષ્ટિ રહે અને ક્યારેક થેલીઓ પર દૃષ્ટિ રહે કે બરાબર પકડેલી છે કે નહિ, કારણ મન ટેવાયેલું નથી. પરંતુ એક મજૂર હેાય, જેને ભારે વજનવાળા સામાન સાથે દાદર ચઢવાની ટેવ હોય, તે દાદર ચઢતી વખતે દાદર તરફ નહિ જોશે, કે ભારે થેલીઓને નહિ જુએ. એ તો જે માળ પર-ગંતવ્ય સ્થાને પહોંચવાનું છે ત્યાં ઝડપથી પહોંચી જવાનો પ્રયત્ન કરશે.

         એ જ રીતે ભક્ત પોતાના મનને જ્ઞાન-ભક્તિથી કેળવતો જાય અને કેળવાયેલી ભક્તની વિવેકી દૃષ્ટિ મનની માવીતર સ્થિતિનાં વિચારોમાં આળોટે, ત્યારે વિરોધી સ્થિતિની આવનજાવનનો ભેદ એને પરખાતો જાય. તેથી ભક્ત કદી પ્રતિકૂળ કે અનુકૂળ હોય, એવી વિરોધી સ્થિતિની આવનજાવનનો અસ્વીકાર ન કરે પણ સ્વમય ચતનના આશ્રયથી વિચારે કે, `જેના આધારે મન વિચારી શકે છે તથા વિરોધી પરિસ્થિતિનો અનુભવ કરી શકે છે, તે ચેતનાના આધાર તરફ જો દૃષ્ટિ સ્થિત રહે તો વિરોધી સ્થિતિનાં વિચારો રૂપી પલ્લાં ઉપર કે નીચે જાય તેમાં સુખી-દુ:ખી શું કામ થવાનું? કારણ જે પરિસ્થિતિ ગમતી નથી કે દુ:ખદાયક લાગે છે. એવાં વિચારોનો મનમાં ભાર છે તથા સુખદાયક પરિસ્થિતિને ઘડી ઘડી ભોગવવાના વિચારો પણ વારંવાર ઉદ્ભવતાં રહે છે. એટલે બન્ને પ્રકારની પરિસ્થિતિના વિચારો રૂપી પલ્લાં ક્યારેક ઉપર તો ક્યારેક નીચે થયાં કરશે. પરંતુ મારી મનોદૃષ્ટિ આધારભૂત ચેતનામાં સ્થિત રહે તો ચેતનાના સાત્ત્વિકભાવમાં ઓતપ્રોત થતી રહેશે. પછી વિચારો રૂપી પલ્લાંના બંધનથી મુક્ત થવાશે.' મન પોતાના વિચારોને છોડી ભાવની મૌન સ્થિતિ તરફ ઢળે, પછી સચ્ચિદાનંદ સ્વરૂપની ઐક્યતામાં એકરૂપ થાય. સાત્ત્વિકભાવની સ્થિતિમાં વિચારો ઉદ્ભવે પણ `હું વિચારું છું' એવી વૃત્તિ વિલીન થઈ હોવાંથી, વાણીનું વૃત્તાંત ઓછું થાય અને વિચારો સાત્ત્વિક વર્તન દ્વારા ભાવની પ્રીતને પ્રસરાવે. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુ નામનાં દીવાનો પ્રકાશ મને જ્યોત

દિવસ પૂરો થાય પછી રાત્રિની શરૂઆત થાય. રાત પૂરી થાય અને દિવસનો આરંભ થાય. આવું દિવસ-રાતનું સમયનું ચક્ર સતત ફરતું રહે છે અને એવાં ચક્રમાં ફરતાં રહીને માનવી તારીખની, વારની, મહિનાની, સાલની ગણતરી કરતો રહે છે. એવી ગણતરી રૂપે જીવનમાં જે મળ્યું, કે ન મળ્યું અથવા ઈચ્છિત વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિનો સંગ ક્યારે પ્રાપ્ત થયો, કે ન થયો તેનો હિસાબ હોય, અથવા શરીરની ઉંમર કે અવસ્થાની જાણકારી હોય. શરીરની યુવાન કે પ્રૌઢ અવસ્થાનો કેટલો સમય પસાર થયો એની ગણતરી લગભગ દરેકનું મન કરતું રહે છે. ઘણીવાર જે અવસ્થા હોય તેનાં પછીની અવસ્થામાં પ્રવેશ થશે ત્યારે કેવું જીવન હશે એવાં વિચારોની ગણતરી પણ થતી રહે છે. સમયના ચક્રની આવી ગણતરી રૂપે ઘણીવાર ભૂતકાળમાં અનુભવેલી ઘટનાઓને મન વારંવાર વાગોળતું રહે અથવા ભવિષ્યમાં ઈચ્છિત કાર્યો કરવાની યોજનાના વિચારોમાં મનને ફરવું ગમે. આવી ગણતરીમાં જે કાર્ય રૂપે સફળતા કે નિષ્ફળતા મળી હોય તેનાં વિચારો હોય, અથવા જેમાં અસફળતા મળી હોય તેમાં સફળ થઈ શકાય એવાં પ્રયત્નો કરવાના વિચારો પણ હોય. આમ વિચારો ભૂતકાળના કે ભવિષ્યકાળના હોય, ત્યારે મનનું સ્થાન વર્તમાનની ક્ષણમાં સ્થિત થઈ શકતું નથી. એટલે વર્તમાન સમયની ક્ષણે જે કાર્ય કે પ્રવૃત્તિ થતી હોય, ત્યારે પસાર થઈ ગયેલી ક્ષણમાં શું થયું તેના વિચારો મન કરતું રહે અથવા હવે પછીની ક્ષણમાં કાર્ય કેવી રીતે કરવું તેનાં વિચારોમાં વીંટળાયેલું રહે છે. આટલી ભૂમિકા પછી એટલું સ્પષ્ટ સમજાય કે વિચારવાની અંગત રીતની સ્વતંત્રતા છે. તેથી મનને ભૂતકાળના કે ભવિષ્યના વિચારોમાં ફરતું રાખવું તે દરેક માનવીની પોતાની ઈચ્છા મુજબ થાય છે.

         આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે, સમયના ચક્રની જેમ વિચારવાનું ચક્ર પણ સતત ચાલુ રહે છે, તો વિચારોની કયા સમયની ગતિ યોગ્ય કહેવાય. ભૂતકાળ કે ભવિષ્યના સમયની ગતિમાં મન વીંટળાયેલું રહે, તે સહજ છે. યોગ્ય રીતે વિચારવું એટલે સંજોગો પ્રમાણે મનનો ભાવ બદલાય અને તે પ્રમાણેના વિચારો થાય. પરંતુ રાગ-દ્વેષાત્મક ભાવથી થયેલાં વિચારોની અસર શરીરની પ્રક્રિયા પર થાય છે. તેથી ઘણીવાર સંજોગો પ્રમાણે થયેલાં યોગ્ય કાર્યનું સફળ પરિણામ મળતું નથી. દૃષ્ટાંત રૂપે સમજીએ તો, અસહ્ય ગરમી હોય ત્યારે ગરમી વિશે વિચારવાનું કે ગરમ તાપમાનની સમીક્ષા કરવાની ન હોય, પણ ઠંડકનો વિચાર જો થાય તો તે ક્ષણે ગરમીમાં થોડી રાહત મળે અને કાર્ય કરતી વખતે મનની બેચેની થોડી ઓછી થાય. એ જ પ્રમાણે હિમાલયમાં ઠંડકની વાતો કે વિચારો કરવાના ન હોય, પણ ગરમી કે ઉષ્ણતાના વિચારો કરવાના હોય. ગરમી કે ઉષ્ણતાના વિચારો થાય તો હૂંફાળી સ્થિતિને મન અનુભવી શકે. આમ વિચારવાની દિશા વર્તમાનના સંજોગો કે વાતાવરણને અનુરૂપ થઈને જો બદલાતી રહે, તો વર્તમાન સમયની મુશ્કેલીમાં મન સહજ મોકળાશને અનુભવી શકશે, અથવા મુશ્કેલી વગરની સ્થિતિને પ્રસન્નતાથી માણી શકશે. મોટેભાગે કાર્ય કરવાનું મુશ્કેલ લાગે અથવા આવડત પ્રમાણે સરળ લાગે, એવી બે દિશામાં જ માનવીનું મન ફરતું હોય છે. એટલે જે કાર્ય કરવાનું મુશ્કેલીભર્યું હોય તેનાંથી છૂટકારો મેળવવાનો પ્રયત્ન થાય, અથવા જે કાર્ય કરવામાં સરળતા અનુભવાય, તેને વારંવાર કરી શકાય એવો પ્રયત્ન થાય. તેથી માનવીનું મન મનગમતી સ્થિતિને પ્રાપ્ત કરવાના વિચારોમાં વીંટળાયેલું રહે, અથવા તો અણગમતી સ્થિતિથી છૂટકારો મેળવવાના વિચારો કરતું રહે છે.

         ભક્તનું મન પણ ભૂત-ભવિષ્યના વિચારોમાં ક્યારેક ફરે છે. પરંતુ ભક્ત મોટેભાગે વર્તમાનમાં જે કાર્ય થતું હોય તેને મહત્તા ન આપે, પણ કાર્ય કરાવનાર પ્રભુની ક્રિયાશક્તિની પ્રતીતિ કરે. તેથી કાર્યનું ઈચ્છિત પરિણામ મળે તે તરફની એની મનોદૃષ્ટિ ન હોય, પણ પ્રભુની હાજરીને અનુભવતી અંતર દૃષ્ટિ એની જાગૃત હોય છે. એટલે પરિણામ જે પણ આવે તેને ખેલદિલીપૂર્વક સ્વીકારે. સારાંશમાં સમજીએ તો, જે કાર્ય કરવાનું હોય, તે વખતે સમય અને સંજોગો પ્રમાણેના વિચારો ભક્તમાં ઉદ્ભવતા હોય. એટલે કાર્યનું લક્ષ્ય પૂરું કરવા સાત્ત્વિકભાવથી તે કરે, ત્યારે પરિણામ રૂપે સાત્ત્વિકભાવનું પ્રસરણ થાય એવાં વિચારોની હારમાળા ભક્તમાં ગૂંથાતી રહે. ભક્તની અંતર દૃષ્ટિની જાગૃતિના લીધે તેના મનમાં કોતરાઈ ગયું હોય છે કે,`કાર્યો બધાં જ મહાન છે પણ કાર્યો કરવાથી કોઈ મહાન થતું નથી.' એટલે કાર્ય કરતી વખતે પ્રભુની પ્રતીતિ થાય કે પ્રભુત્વ પ્રગટે એવાં સાત્ત્વિકભાવમાં તે સ્થિત રહી શકે એવી પ્રભુને પ્રાર્થના કરતો રહે. શરીરના કણકણમાં, કે દરેક વિચારોના તરંગોમાં પ્રભુની આત્મીય ચેતનાનું આસન છે એવાં દૃઢ વિશ્વાસથી ભક્ત પોતાના કાર્ય કરતો રહે છે. એટલે ભૂત-ભવિષ્યના વિચારોમાં તે વારંવાર ભ્રમણ ન કરે. એનાં લીધે વર્તમાનમાં જે કાર્ય કરવાનું હોય તે કરવાની બુદ્ધિપૂર્વકની કાબેલિયત આપમેળે વધે છે.

         મીણબત્તી પ્રગટાવવાની હોય તો દીવાસળીને મેચબોક્ષ પર ઘસવાની હોય, નહિ કે મીણબત્તી પર, એવી સમજ આપણામાં જેમ છે; તેમ આત્મજ્યોતને પ્રગટાવતાં સાત્ત્વિક આચરણ માટે મન રૂપી દીવાસળી સાત્ત્વિકભાવની સપાટી પર ઘસવી જોઈએ તેની જાણ ભક્તને થતી જાય છે. મન રૂપી દીવાસળી એટલે સ્વયંને જાણવાની જિજ્ઞાસાનો દૃઢ નિર્ધાર. એવાં નિર્ધારથી મનની મેચબોક્ષ જેવી સપાટી થાય અને વિશ્વાસ, હકારાત્મક મનોભાવ, પ્રેમાળ સાત્ત્વિકભાવ વગેરેની જાગૃતિ ધારણ થતી જાય. આમ ભક્તનું મન દીવાસળી જેવું છે, જે સ્વયંભૂ સાત્ત્વિકભાવની પ્રેમાળ જ્વાળા રૂપે પ્રગટે અને સૂક્ષ્મતામાં પ્રયાણ કરતું રહે. એવાં પ્રયાણમાં આત્મજ્યોતનો પ્રકાશ સ્વાનુભૂતિની ક્ષણને પ્રગટાવે. તેથી સ્વમય ચતનથી મનને દીવાસળી જેવું બનાવીએ. જેથી ચતન રૂપે સાત્ત્વિકભાવમાં મનોમન સ્નાન થઈ શકે અને સાત્ત્વિકભાવની શ્રદ્ધેય સ્થિતિ અંતરધ્યાનમાં સ્થિત રહી શકે. જ્યાં નથી શંકા-કુશંકા, તર્ક-વિતર્ક, કે ભૂત-ભવિષ્યના વિચારો, ત્યાં છે માત્ર ભાવની સાત્ત્વિકતા, કે આત્મજ્યોતની દિવ્યતા.

 

         જેનાં જીવનમાં આત્મજ્યોત જાગી નથી, તેનાં જીવનમાં અંધકાર કાયમ રહે;

         એકવાર તે જાગે પછી બુઝાતી નથી, એવી આત્મજ્યોતનો પ્રકાશ પ્રસરે ભાવથી;

         મનને રાખો જો પ્રભુમય ચતનમાં તરતું, તો ક્યારેક આત્મજ્યોત સ્વયંભૂ થશે પ્રકાશિત;

         પ્રભુ નામનાં દીવાઓ પ્રગટે ભાવથી, ત્યારે દીવાનો પ્રકાશ સ્વયં બની જાય જ્યોત. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
આત્મીય ચેતનાનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા

જીવંત જીવન એટલે જ સતત થતી સૂક્ષ્મ ક્રિયાઓની હારમાળા, જે એકબીજા સાથે સંકળાઈને થતી રહે છે. આ ક્રિયાઓ રૂપે પ્રભુની દિવ્ય ચેતનાનો સ્ત્રોત ઊર્જા શક્તિ રૂપે પ્રકાશિત થાય અને ઊર્જાની ચેતનાના આધારે આપણાં દેહધારી જીવનની પ્રક્રિયાઓ થયાં કરે છે તથા માનસિક કે શારીરિક કાર્ય કે કર્મ આપણે કરી શકીએ છીએ. આમ કર્મ કરવાની સ્વતંત્રતા છે, પણ કરેલા કર્મનું પરિણામ પોતાની ઈચ્છા મુજબનું ઘણીવાર મળતું નથી. કારણ માનવી પોતાનું કર્મ કરે છે એમાં તે માત્ર એકલો નથી. એની સાથે પ્રકૃતિ જગત જોડાયેલું છે તથા બીજી વ્યક્તિ, કે વસ્તુઓ રૂપે ઘણી બધી આધાર રૂપી પરિસ્થિતિ સાથે માનવીનું મન જોડાયેલું હોય છે. એટલે પોતે ઈચ્છેલું પરિણામ ન મળે એમાં એકબીજા સાથે જોડાયેલી સંબંધિત પરિસ્થિતિ પ્રત્યેનો મનનો ભાવ કારણભૂત છે. અર્થાત્‌ અમુક પરિસ્થિતિ પ્રત્યે મનને દ્વેષ કે ઈર્ષ્યા હોય, ત્યારે નકારાત્મક અસ્વીકારભાવનાં લીધે યોગ્ય રીતથી કરેલાં કર્મનું પરિણામ પોતાની ઈચ્છા મુજબનું પ્રાપ્ત થતું નથી. દૃષ્ટાંત રૂપે સમજીએ તો કોઈક મનપસંદ વાનગી ખાવાનું મન થાય અને તે વાનગી સારી રીતે બનાવતાં પણ આવડતી હોય. પરંતુ વાનગી બનાવ્યા પછી એનો સ્વાદ માણવાનો આનંદ જોઈએ એટલાં પ્રમાણમાં મળતો નથી. કારણ એક વાનગી બનાવવાના કાર્યમાં પણ ઘણી બધી પરિસ્થિતિઓ સંકળાયેલી હોય છે. તેથી વાનગી માટેના ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં જો ફરક પડે તો ખરો સ્વાદ ન અનુભવાય, અથવા બનાવતી વખતે મન કોઈક ઘટનાના વિચારોથી વ્યથિત થાય અને બનાવવાની યોગ્ય રીત જો ન જળવાળ તો પણ ખરો સ્વાદ ન અનુભવાય, અથવા યોગ્ય રીતે વાનગી બનાવી લીધી અને ખાવાનું શરૂ કરીએ ત્યારે અચાનક માથું દુ:ખવા માંડે, કે છીંક આવવા લાગે તો ખરા સ્વાદનો અનુભવ માણી ન શકાય. આમ ઘણાં બધા કારણો રૂપી પરિસ્થિતિ સાથે આપણે જોડાયેલાં છીએ. આ વાસ્તવિકતાનો સ્વીકાર થાય તો ઘણે અંશે કાર્ય કે કર્મ કરતી વખતે મનનો કર્તાભાવ વિલીન થઈ શકે.

         માનવી પાસે મન છે અને તે સ્થૂળ આકારિત શરીરના સહારે, વ્યવહારિક જીવનની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો રહે છે. પોતાના શરીરની રચનાને અલ્પ અંશમાં સમજવાનો પ્રયત્ન જો થાય, તો મનથી મન વિશે જાણવાની ઈચ્છા ક્યારેક જાગૃત થઈ શકે. મન વિશે જાણવામાં પોતાના સ્વભાવની ત્રુટિઓથી જાણકાર થવાય, તો મન જેની સાથે જોડાયેલું છે તે આત્મીય ચેતનાનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા જાગી શકે. પછી સાત્ત્વિક સ્વભાવની મહત્તા જણાય ત્યારે ત્રુટિઓથી મુક્ત થવાની ઈચ્છા થાય અને સાત્ત્વિક વિચારોના સંગમાં સ્વયંનો પરિચય થતો જાય. માનવીનું મન અને ભક્તનું મન, એમાં એટલો જ ફરક છે કે ભક્ત જાણકાર થાય મનના સાત્ત્વિક સ્વભાવની શ્રેષ્ઠતાથી અને પોતાના સ્વભાવની ત્રુટિઓથી કે નકારાત્મક વર્તનથી મુક્ત થવાનો પુરુષાર્થ કરતો રહે. મોટેભાગે સામાન્ય માનવીનું મન એવો પુરુષાર્થ કરવાનું ટાળે છે. કારણ તે નકારાત્મક સ્વભાવથી, કે પોતાનાં સંકુચિત અહંકારી વર્તનથી ટેવાઈ ગયું હોય છે. એટલે એવી ટેવની ભૂલ માનવીને જણાતી નથી. ભૂલ જણાય છે તો પણ એ ટેવને છોડવાનો સંકલ્પ થતો નથી, અથવા જો સંકલ્પ થાય તો ટેવથી મુક્ત કરાવતાં અભ્યાસનો પુરુષાર્થ કરવાનું મુશ્કેલ લાગે છે. એવાં માનવીઓને પોતાની ટેવની કે નકારાત્મક સ્વભાવની ખામીઓની અકળામણ ન થાય. એ તો પોતાના સ્વભાવ મુજબના વર્તનથી પરિવારના સભ્યોને કે આજુબાજુની સંબંધિત પરિસ્થિતિને જો હાનિ પહોંચે તો એને સામાન્ય ગણે. એટલે મનની સ્વયંને ઓળખવાની કે સાત્ત્વિકભાવની જાગૃતિ માનવીમાં સહજતાથી જાગતી નથી.

         જિજ્ઞાસુ ભક્ત તો તન-મનનાં જીવંત જીવનનો હેતુ જાણતો જાય. તેથી પ્રારબ્ધગત જે કર્મ કરવાના હોય તેમાં પ્રભુની ચેતનાની પ્રતીતિ થઈ શકે એવાં ભાવથી તે પોતાના કાર્યો કરે અને બીજી જે પણ પરિસ્થિતિ આધાર રૂપ હોય તેનો સહકાર ઉપકારભાવથી સ્વીકારે. એવાં ઉપકારભાવ રૂપે પ્રભુની ચેતનાની સાક્ષાત્‌ હાજરીની પ્રતીતિ થાય. પ્રભુની હાજરીના અહેસાસથી જ્યારે ઉપકારી સાત્ત્વિકભાવથી કર્મ થાય ત્યારે કર્તાભાવનો અહમ્‌ ઓગળી શકે. જ્યાં `હું કરું છું એ જ સાચું છે' એવાં અહંકારી સ્વભાવનો અવરોધ ઓછો હોય, અથવા સ્વયંથી અજાણ રહેતાં અજ્ઞાની સંકુચિત માનસનો અવરોધ ઓછો હોય, અથવા મારું-તારુંની સરખામણીનાં ભેદભાવનો  સ્વાર્થ ઓછો હોય, ત્યાં પ્રભુની દિવ્ય ચેતનાનું પ્રભુત્વ સાત્ત્વિક આચરણ રૂપે પ્રકાશિત થાય. તેથી જ્ઞાની ભક્તનાં સાંનિધ્યમાં સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ પ્રસરતું હોવાંથી, માનવીને પોતાના દુ:ખ-દર્દ, કે મુશ્કેલીઓને દૂર કરવાનો માર્ગ મળે છે. જ્ઞાની ભક્ત પોતાની વ્યવહારિક જવાબદારીના કાર્યો કરવાનું જીવન જીવે અને સાત્ત્વિકભાવની જાગૃતિના લીધે તે અકર્તાભાવથી પોતાના કર્મ કરતો રહે. કર્મ કરતી વખતે એની દૃષ્ટિ આકારિત પદાર્થોના રૂપનું મૂલ્યાંકન કરવામાં વીંટળાયેલી ન રહે, પણ આકારને સર્જાવતી ચેતનાની સૂક્ષ્મતાને અનુભવે. તેથી એનું મન સૂક્ષ્મ સૃષ્ટિની ક્રિયાઓનું રહસ્ય જાણવામાં રત રહે, તેને કહેવાય અંતરયાત્રાનું જીવન. અંતરની સૂક્ષ્મતા સાથે મનનો સાત્ત્વિકભાવ, એટલે કે હૃદયનો નિર્મળભાવ જ્યારે એકરૂપ થઈને વ્યવહારિક કર્મ કરે, ત્યારે કર્મ કરવાનો ભાર કે તાણ ન વર્તાય. કારણ જ્ઞાની ભક્તનો પોતાના અંગત સ્વાર્થને સાધવા માટેનો, કે ઈચ્છિત માંગણીઓનું ફળ મેળવવા માટેનો ભાવ નથી. એના નિ:સ્વાર્થી સ્વભાવમાં, બીજા જિજ્ઞાસુઓને અંતરયાત્રા કરાવતાં સાત્ત્વિકભાવની જાગૃતિ થાય એવો પરોપકાર હોય. જો પરોપકારી, નિ:સ્વાર્થી જ્ઞાની ભક્તોના સાંનિધ્યમાં ભક્તિભાવની પ્રસન્નતા માણવા મળે તો માનજો કે, સાત્ત્વિક કર્મોનું ફળ મળી રહ્યું છે.

 

         જદગીના દુ:ખના ડુંગરાઓ જે ઓળંગી શકે તે મન પરિપક્વ થાય;

         પછી સુખના સાંકળિયામાં પરોવાય સાત્ત્વિકભાવની જાગૃતિનો રાહ;

         ત્યારે પ્રભુ નામની જાગૃતિ રૂપે સુખનું સવાર મનોમન અનુભવાતું જાય;

         દુ:ખને પળવારમાં પલટાવે સુખમાં, એ જ જ્ઞાની ભક્ત સાચો અંતરયાત્રાળુ કહેવાય.  (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
મોહવશ શરીરને અમર રાખવાની મથામણ

હે પ્રભુ! જો તું નથી તો હું પણ નથી, તારા સિવાય અહીં કંઈ નથી;

         વિશ્વ ઉત્પત્તિ પહેલાં આદિમાં પણ તું હતો અને અંતમાં પણ તું જ હશે;

         છતાં આ સૃષ્ટિમાં માનવીઓ એવું સમજે કે, આ બધું એનું પોતાનું છે;

         દેહ જ્યારે ઢળી પડશે ત્યારે સમજાશે કે, શું પોતાનું હતું અને શું પાસે રહ્યું.

 

         શહેરમાં કે ગામડામાં રોજદા જીવનની ઘટમાળ એવી હોય છે કે, સતત એક પછી એક પ્રવૃત્તિઓ માનવી કરતો રહે છે. સવારે પથારીમાંથી ઊઠે, તે પછી રાતે પથારીમાં સૂઈ જાય ત્યાં સુધી વિવિધ પ્રવૃત્તિઓનાં કાર્ય કરતો રહે છે. શારીરિક તેમ જ માનસિક પ્રવૃત્તિના કાર્ય થતાં જ રહે છે અને તે કાર્યો કરવામાં જ દિવસ-રાતનો સમય પસાર થઈ જાય છે. અમુક પ્રવૃત્તિઓ સામાન્ય રૂપે દરરોજ કરવી પડે. જેમકે બ્રશ કરવું, સ્નાન કરવું, ઘરની સાફસફાઈ કરવી, ખાવાનું બનાવવું વગેરે તથા આજીવિકા રળવા માટે દરરોજ નોકરી-ધંધાના વિવિધ પ્રકારના કાર્યો કરવાનાં હોય. આવી વિવિધ પ્રવૃત્તિઓ રૂપી પાંજરામાં બંધાયેલું મન, જીવનભર લૌકિક જીવનની ઘટનાઓમાં જ ખોવાયેલું રહે છે. ઘટનાઓ રૂપે તે વસ્તુ, વ્યક્તિ કે મનગમતી પરિસ્થિતિના મોહમાં આસક્ત થઈને જીવે છે. એટલે પ્રવૃત્તિઓ રૂપી પાંજરામાં પોતે કેદ થઈને જીવે છે એવો બંધનનો અનુભવ થતો નથી. આમ શરીર રૂપી પજરામાં વસવાટ કરતાં મનને(જીવને) જ્યાં સુધી ખ્યાલ આવતો નથી કે, પોતે અતૃપ્ત ઈચ્છાઓનાં સામાન સાથે શરીરના પાંજરામાં પુરાઈને રહે છે, ત્યાં સુધી લૌકિક જીવનની પ્રવૃત્તિઓની ઘટમાળનો બંધન જેવો અનુભવ થતો નથી. આવું આસક્ત મન દુન્યવી વસ્તુઓ જો ન મળે, તો એની ખોટમાં બેચેન રહે. ક્યારેક તો માનવીએ વિચારવું જ જોઈએ કે, આકાશ, વાયુ, પાણી, ધરતી, સૂર્ય-ચન્દ્રનો પ્રકાશ વગેરે વિના મૂલ્યે કોઈ પણ પ્રયત્ન વગર સૌને મળી રહે છે. જો આ મહાભૂતોની પ્રકૃતિને પ્રભુએ સર્જાવી ન હોત, તો કોઈ પણ જીવ દેહ ધારણ કરી ન શકતે.

         શરીરની રચના પોતાની માતાના શરીરમાં થાય છે એ સૌ જાણે છે. પરંતુ જે બાળપણમાં ન સમજાય તે મોટા થયા પછી સમજવું જોઈએ કે, પોતાના શરીરમાં યંત્રવત્‌ ક્રિયાઓ નથી થતી, પણ અંગેઅંગની ક્રિયાઓ મનનાં ભાવ સાથે જોડાઈને થતી રહે છે. મનના વિચારોનો જેવો ભાવ, જેવા પ્રકારની રાગ-દ્વેષાત્મક વૃત્તિ, તે પ્રમાણે શરીરના અંગોની પ્રક્રિયા થાય. એટલે દરેકના દેહનું સ્વાસ્થ્ય તન સાથે રહેનારા મન પર આધારિત રહે છે. આમ છતાં જેમ એક મોટરગાડીને ચલાવવાનું શીખી શકાય છે, તેમ શરીરની ગાડીને ચલાવવાનું શીખવું એટલું સરળ નથી. કારણ શરીરની ગાડીને ચલાવનાર મન અનેક અતૃપ્ત ઈચ્છાઓનાં આવરણમાં બંધાયેલું રહે છે. તેથી પોતાના શરીરની આંતરિક પ્રક્રિયાઓને મન અનુભવી શકતું નથી. તે પ્રક્રિયાઓને અનુભવવા માટે સૂક્ષ્મ ક્રિયાઓની સમજથી મનને કેળવવું પડે, મનોભાવની સૂક્ષ્મતા ધારણ કરવી પડે. એવી સૂક્ષ્મતા ધારણ કરવાની કેળવણી, જીવનની પ્રવૃત્તિઓ રૂપી પાંજરામાં બંધાઈને થઈ શકે એવી વ્યવસ્થા પ્રભુએ કરી છે. તેથી એવું નથી કે સંસારી જીવનની પ્રવૃત્તિઓને છોડીને કોઈ આશ્રમમાં જઈને રહેવાથી મન ઝડપથી કેળવાઈ જાય. આશ્રમનું વાતાવરણ સહાયરૂપ થાય, પરંતુ આશ્રમની પણ અમુક પ્રવૃત્તિઓ હોય છે. એટલે ઘરની પ્રવૃત્તિઓ છોડીને આશ્રમમાં જઈને પણ પ્રવૃત્તિઓ કરવામાં મન જો વ્યસ્ત રહે, તો સૂક્ષ્મની સમજ અથવા સ્વયંની ઓળખ કરાવતાં અભ્યાસમાં સહજતાથી મન ઓતપ્રોત થશે નહિ. તેથી મનને જો કેળવવું હોય તો પ્રથમ પોતાના અજ્ઞાની, અહંકારી સ્વભાવની ભૂલોથી પરિચિત થવું જરૂરી છે. જ્યાં સુધી સ્વભાવના પરિવર્તન માટે મન તૈયાર થતું નથી, ત્યાં સુધી અભ્યાસની કેળવણીમાં તે પરોવાતું નથી.

         શરીરની વૃદ્ધિ થાય અને બાળપણ, યુવાની, પ્રૌઢ અવસ્થા જેમ બદલાતી જાય, તેમ પ્રવૃત્તિઓ પણ બદલાતી જાય છે અને મનની વિચારવાની, સમજવાની, કે અનુભવવાની સ્થિતિ પણ બદલાતી જાય છે. માનવ જીવનની ઘટમાળમાં ઘણાં તબક્કાઓ હોય છે અને દરેક તબક્કે નવું નવું શીખવા મળે છે. તે શિક્ષણ દ્વારા મનનું સંકુચિત માનસ બદલાતું જાય તો સ્થૂળ અને સૂક્ષ્મ સૃષ્ટિની ક્રિયાઓનું રહસ્ય સમજી શકાય. પોતાના મનની નિરાકારિત સ્થિતિને ઘણાં સ્વીકારે છે, છતાં તબક્કાવાર થતી પ્રવૃત્તિઓથી મનને કેળવવાનું સ્વીકારતાં નથી. તેથી મન વધુ ને વધુ પ્રવૃત્તિ કરવાના મોહમાં બંધાઈને રહે છે. એનું મુખ્ય કારણ છે સંકુચિત માનસનો રાગ-દ્વેષવાળો સ્વભાવ, અથવા પરોપકારી સાત્ત્વિકભાવ, કે નિ:સ્વાર્થ પ્રેમભાવનો અભાવ, અથવા સ્વ સ્વરૂપથી અપરિચિત મનનો અંધશ્રદ્ધામાં વિશ્વાસ. એવું મન માનવા તૈયાર જ નથી કે, પોતે પ્રભુની ચેતનાના આધારે જીવે છે અને પ્રભુની ચેતના તો સૌને પ્રાણની ઊર્જા રૂપે પ્રાપ્ત થતી રહે છે. આ હકીકતને જાણ્યાં પછી પણ માનવી જો સંસારી પ્રવૃત્તિઓ રૂપી પાંજરામાં મોહગ્રસ્ત થઈને જીવે, તો શરીર પણ એને માટે એક પાંજરું જેવું બની જાય છે.

         શરીરના પાંજરામાં બંધાઈને, શરીરના મોહમાં જીવતો માનવી શરીરને અમર રાખવા મથે છે. અજ્ઞાની મનની એવી મથામણ એનાં શરીરની વૃદ્ધ અવસ્થાને સ્વીકારતું નથી. વૃદ્ધ અવસ્થાથી મુક્ત થવાં માટે કેટલીયે ઔષધિઓ અને કસરતના પ્રયોગો કરતું રહે. એટલે એવાં અજ્ઞાની માનસને શરીરનું પાંજરું છોડવાનું જેમ ગમે નહિ, તેમ અતૃપ્ત ઈચ્છાઓનાં પાંજરામાંથી મુક્ત થવાની જિજ્ઞાસા જાગે નહિ. જો મુક્ત થવાનું મન થાય તો મુક્ત ગતિને ધારણ કરાવતી કેળવણી રૂપે જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવાની જિજ્ઞાસા જ્વલંત રહે. તેથી જિજ્ઞાસુ ભક્ત કદી પ્રવૃત્તિઓનો બંધાણી થઈને ન જીવે પણ પ્રવૃત્તિઓની ક્રિયાથી મનને કેળવે કે, `નિશ્ચિત સમયની લૌકિક જીવનની પ્રવૃત્તિઓ જેમ થાય છે, તેમ નિશ્ચત સમયમાં મારા મનને કેળવી શકાય, તો જીવંત જીવનનો હેતુ સિદ્ધ કરાવતાં સદાચરણમાં સ્થિત થઈ શકાય. અુમક નિશ્ચિત સમયે ચા-કોફી પીવાની તલપ જાગે છે, અથવા નિશ્ચિત સમયે ભૂખ લાગે છે અને જમવાનું યાદ આવે છે. એ જ રીતે દિવસમાં નિશ્ચિત સમય નક્કી રાખવો જોઈએ, જે પ્રભુ સાથેની ઐક્યતાનું સ્મરણ કરાવે અને સ્મરણ રૂપે સ્વ સ્વરૂપનું અધ્યયન થાય. જેમ નક્કી કરેલા સમયે ભૂખ લાગે છે ત્યારે ખાવાનું મળી જાય તો સંતોષ લાગે અને ન મળે તો માનવી બહાવરો થઈ ગુસ્સામાં ખાવાનું મેળવવા પ્રયત્ન કરે, તેમ પોતાનો અનુકૂળ સમય નિશ્ચિત કરીને સ્વને જાણવાની ભૂખ મીટાવવી જોઈએ. પરંતુ ભૂખ ન લાગી હોય તો જેમ ભાવથી અન્ન આરોગતાં નથી, તેમ સ્વયંને જાણવાની ભૂખ નહિ હશે તો સ્વમય ચતનમાં મન સ્થિત નહિ થાય. સ્વમય ચતન વગરનું સ્મરણ કે સત્સંગ એક પ્રવૃત્તિની જેમ યંત્રવત થાય, તો સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી નથી. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
જીવનનો હેતુ સાર્થક કરાવે સાત્ત્વિકભાવ

પ્રારબ્ધ મુજબ દરેકને જીવન જીવવું પડે છે. એટલે જીવનમાં પોતે જે ઈચ્છે તે મરજી મુજબ માનવી જીવન જીવી શકતો નથી. આ પ્રારબ્ધ કર્મના તારને કર્મ-ફળની ક્રિયાથી માનવીએ પોતે જ ગૂંથ્યા હોય છે. એક ઈચ્છાને પૂરી કરવાના કાર્ય કે કર્મ કરતી વખતે બીજી ઘણી ઈચ્છાઓ કે આશાઓ મનમાં જાગે, તે પ્રારબ્ધ કર્મ રૂપે વર્તમાન જીવનમાં ભોગવાય છે. કરોળિયાના જાળાની જેમ ઈચ્છાઓનું જાળું માનવી ગૂંથે છે અને પોતે જ એમાં બંધાઈ જાય છે. કરોળિયાની જાળું ગૂંથવાની નિપુણતા એટલી ઉમદા છે કે આપણે વિચારી પણ ના શકીએ એટલા બારીક તારથી જાળું ગૂંથાય છે. તે બારીક તાર એની લાળમાંથી બને છે. લાળના બારીક તારથી કરોળિયો પોતાના આઠ પગના સહારે જાળાની જે ડીઝાઈન ગૂંથે છે તે ખરેખર બેનમૂન (અજોડ) છે. આવી બારીક તારની ગૂંથણી ત્યાં થાય, જ્યાં હવાની અવરજવર ઓછી હોય, અથવા સૂર્ય પ્રકાશ ઓછો હોય, અથવા લાંબા સમયથી વપરાયા વિનાનું અવાવરું ઘર કે રૂમ હોય. જેમ કરોળિયા પાસે પોતે રચેલા જાળાને પાછું સંકેલી લેવાની કળા હોય છે; તેમ ગૂંથાયેલા કર્મસંસ્કારો રૂપી જાળાને સંકેલી લેવાની કળા મનમાં સમાયેલી છે. મનની એવી કળાને જાગૃત કરવા માટે મનોમંથન પૂર્વક વાસ્તવિકતાને સમજીએ. જેથી કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિ રૂપી જાળાઓને વિલીન કરાવતાં સ્વમય ચતનમાં સ્થિત થઈ શકાય.

         મનનાં ભૂગર્ભમાં પ્રભુની આત્મીય ચેતનાનું ધન સમાયેલું છે. એ ધનના અલ્પ અંશથી બાહ્ય જગતના વિષયોને ભોગવવાનું જીવન દરેક માનવી જીવે છે, પણ તે પૂર્ણતાના ધનની મહત્તાને મન જાણતું નથી. એટલે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં જાળા ગૂંથાતા રહે છે અને મનમાં સમાયેલું પ્રભુનું ધન સુષુપ્ત રહે છે. પ્રભુની એટલી અનન્ય કૃપા છે કે જીવંત જીવન જીવવા જેટલું ધન, સૌને કોઈ પણ પ્રયત્ન વગર મળી રહે છે. પરંતુ માનવીએ વિચારવું જોઈએ કે આ અવિનાશી આત્મીય ધન, જે ઊર્જા શક્તિ રૂપે પ્રાપ્ત થાય છે તેને માત્ર ખાવું, પીવું, ઊંઘવું, ફરવું, કે રોજદા કાર્યો કરવામાં જ વાપરી નાંખવાનું નથી, પણ તે અમૂલ્ય ધનનાં સહારે માનવી સ્વરૂપની ઉન્નતિને, મનની સાત્ત્વિકતાને ધારણ કરવાની છે. પ્રભુએ અર્પણ કરેલી આ આત્મીય સંપત્તિનું સ્મરણ જે ક્ષણથી જ્ઞાન-ભક્તિના સહારે થશે, તે ક્ષણથી ભીતરની વાસ્તવિકતાને જાણવાની જિજ્ઞાસા જાગશે. મનનાં ભૂગર્ભમાં, એટલે કે અંતરમાં સાત્ત્વિક ગુણોની આત્મીય સંપત્તિ છે. તે જો સદાચરણ રૂપે ધારણ થાય તો લૌકિક વિષયોને ભોગવવાની અતૃપ્ત ઈચ્છાઓનાં જાળા ઓછા બંધાય અને સાત્ત્વિક વિચારોના અધ્યયનથી સાત્ત્વિકભાવની જાગૃતિ થતી જાય.

         સદાચરણમાં સ્થિત થવાંની જિજ્ઞાસા જગાડવા માટે આત્માને તિજોરીના અને મનને ઘરના રૂપકથી (ઉપમાથી) સમજીએ. પ્રભુએ આપણને મન રૂપી ઘર અર્પણ કર્યું છે, જેથી આત્મીય ગુણોની સંપત્તિને ભોગવી શકાય. જે ઘરમાં આત્મીય તિજોરી હોય, તેમાં આત્મીય સંપત્તિની આબાદી પથરાયેલી જ હોય. એવાં સમજપૂર્વકના સ્વીકાર સાથે જીવન જીવીએ તો મન રૂપી ઘરના રાચરચીલાથી પરિચિત થવાય અને અનુભવાય કે આત્મીય તિજોરીને કોઈ તાળા નથી. પ્રભુ તો ભેદભાવ વગર દરેક જીવને આત્મીય ચેતનાના ધનથી જિવાડે છે એ સત્યનું દર્શન પછી ધારણ થતું જાય. આત્મીય સંપત્તિની સાર્થકતા ત્યારે જ અનુભવી શકાય, જ્યારે સાત્ત્વિક આચરણની સિદ્ધિ જ્ઞાન-ભક્તિથી ધારણ થાય. જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે પ્રભુનું ગુણિયલ ધન જ્ઞાની ભક્ત વહેંચે, ત્યારે વેપારની વિનિમય રીતથી વેંચે નહિ, પણ સેવાભાવની પ્રસન્નતાથી ભક્તિનો આનંદ પ્રસરાવે અને બીજાના તન-મનની વ્યથાઓનું નિરાકરણ કરાવતી પ્રાર્થના તે કરતો રહે. એવાં જ્ઞાની-ભક્તોનું ઉદાહરણ એટલે નરસહ મહેતા. તેઓ હરિજન વાસમાં જઈને ભક્તિ ભાવની પ્રસન્નતા પ્રસરાવતાં હતાં. મેવાડની રાણી મીરાંબાઈએ ભક્તિ ભાવનું ધન અર્પણ કરવા રાજવી વૈભવનો ત્યાગ કરી દીધો હતો. અર્વાચીન સમયમાં પુનિત મહારાજે ભક્તિ ભાવની સુવાસ પ્રસરાવી છે. એમનાં ભક્તિ ભાવને જે જિજ્ઞાસુઓએ પ્રત્યક્ષ સાંનિધ્યમાં માણ્યો હશે તેઓ સદાચરણના પંથે પ્રયાણ કરતાં રહેશે. એમની ભક્તિમાં સેવાભાવની સુવાસ હોવાંથી જીવનલક્ષી માસિકપત્ર `જનકલ્યાણ' દ્વારા સાત્ત્વિક વિચારોના શબ્દો સૌને ઘેર બેઠાં પ્રાપ્ત થયાં કરે છે.

         જ્ઞાની ભક્તો દ્વારા પ્રભુનું ધન અર્પણ થાય, ત્યારે તેઓ પોતે અજાણ રહે છે કે, એમનાં દ્વારા પ્રભુનું ધન, એટલે કે દિવ્ય સ્પંદનોનું ભાવ દાન પ્રગટે છે. આવી ભક્ત સ્થિતિ તો આત્મીય ચેતનાની પ્રકાશિત ગતિ સાથે ભાવની પ્રીતથી ગતિમાન રહે, જે છે જ્ઞાની ભક્તની અંતર ભક્તિનું સ્વરૂપ. અંતરધ્યાનમાં તે ભક્તિ ભાવથી તલ્લીન થઈને ખોવાઈ જાય, ત્યારે સ્વયંના આત્મ સ્વરૂપની ઐક્યતાને અનુભવે. સ્વ અનુભવની એકરૂપતામાં વૃત્તિ-વિચારોનું વૃત્તાંત ન હોય, પણ ભગવત્‌ ભાવની પ્રીતનું પ્રસરણ હોય. એટલે ભક્તિનો આનંદ જો માણવો હોય તો જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં પૂજનીય ભાવથી રહેવું જોઈએ. પૂજનીય ભાવથી જ્ઞાની ભક્તની પાવન વાણીનો સૂર ઝીલીએ, તો અહંકારી માનસને ઓગાળતું સ્વમય ચતનનું અંતર પ્રયાણ આપમેળે થતું જાય. જિજ્ઞાસુ મનમાં પૂજનીય ભાવ જાગે, ત્યારે અણસમજના, સંદેહ-શંકાના વાદળો વરસી ગયાં હેાય. જ્યાં સુધી સાત્ત્વિક વિચારોના અધ્યયનથી, સ્વ સ્વરૂપની મહત્તાથી મન જ્ઞાત થતું નથી, ત્યાં સુધી અણસમજની અજ્ઞાનતા શંકા-સંદેહમાં રહે છે. શંકાશીલ મન આત્મીય ચેતનાના સ્પંદનોને અનુભવી ન શકે. એટલે અંતર માર્ગે પ્રયાણ કરાવતું આત્મીય સ્પંદનોનું ધન જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો મળે, તો પણ શંકાશીલ અજ્ઞાની મનમાં તે સ્થપાતું નથી. તેથી પૂજનીય ભાવ જાગે એવાં સાત્ત્વિક વિચારોથી મનોમંથન થવું જોઈએ. અધ્યયનથી સ્વયંને જાણવાની જિજ્ઞાસામાં ગુરુ કે માર્ગદર્શક માટે પૂજનીય ભાવનો પ્રેમ જાગે છે. મન પ્રેમભાવથી રંગાતુ જાય પછી જીવનનો ભાવાર્થ સમજાય કે `મરજી મુજબ જીવવું એટલે સ્વયંના આત્મીય ગુણોની સમૃદ્ધિને પ્રગટાવતું સાત્ત્વિકભાવનું જીવન'. એવાં જીવનમાં પ્રભુની આત્મીય સંપત્તિનો સ્વ અનુભૂતિ રૂપે સાક્ષાત્કાર થાય, ત્યારે ગૂંથાયેલા કર્મસંસ્કારોનાં જાળા ખરતાં જાય. પછી પ્રભુ સાથેની ઐક્યતામાં ભક્તિભાવની પ્રસન્નતાથી એકરૂપ થતાં જવાય.

 

         પ્રભુને શોધવા મન મથે છે, પણ પ્રભુની વ્યાપકતા કોઈ શબ્દોમાં ન સમાય;

         પ્રભુ કૃપામાં જો તરબોળ થવાય પૂજનીયભાવથી, તો અંતર નયનોથી નીરખાય;

         પ્રભુ ભલે ભાસે છે દૂર, છતાં તે પાસેમાં પાસે છે એવું શાસ્ત્રો પણ જણાવે છે;

         મનથી માનો તો પ્રભુ બહુ દૂર છે, પણ ભક્તિભાવથી અનુભવો તો પાસે જ છે. (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
મનમાં જ્ઞાન-ભક્તિના સદાચરણથી અજવાળું પથરાય

હે પ્રભુ તારી કૃપા વગર આ સૃષ્ટિમાં ઉત્પત્તિ ન હોત, તો બધે જડતા જેવું લાગતે!

         તારી શૂન્યભાવની કૃપાથી આ સૃષ્ટિમાં બધે ઉત્પત્તિનો આનંદ છે અને ધ્વનિનો નાદ છે;

         આ સૃષ્ટિમાં બધે છે જાગૃતિની ક્રિયા અને દરેક ક્રિયામાં તારી શક્તિનો હાથ છે;

         છતાં માનવી મન રાચે અહમ્ના તોરમાં અને ભૂલી જાય તારી અણમોલ કૃપાને.

 

         આ જગતમાં જે નવું જન્મે છે કે નવું ઉત્પન્ન થાય છે, તે ઉત્પન્ન થયેલી સ્થિતિનો વિકાસની ક્રિયા રૂપે ઉછેર થાય છે. નવીન ઉત્પત્તિ કે નવી જનમતી સ્થિતિ છે અવિરત થતી ક્રિયાનો સ્ત્રોત. એટલે પ્રભુની ક્રિયા શક્તિની અભિવ્યક્તિ મહાભૂતોની પ્રકૃતિની ક્રિયા રૂપે વ્યક્ત થતી રહે છે. મહાભૂતોની પ્રકૃતિ રૂપે માનવી પ્રાણી, પક્ષી, જળચર, જંતુ તથા વનસ્પતિના વિવિધ આકારો જન્મે અને જન્મેલાં આકારોનો વૃદ્ધિ રૂપે ઉછેર થયાં કરે. દરેક કૃતિના ઉછેરની વિકાસશીલ ક્રિયાનો નિશ્ર્ચિત સમય હોય છે. તે પછી વિકારની ક્રિયાનો આરંભ થાય અને પરિવર્તનની ક્રિયા રૂપે આકારનું રૂપ ક્ષીણ થઈને વિલીન થઈ જાય. આમ દરેક આકારનું જીવન એટલે ઉત્પત્તિની ક્રિયા રૂપે જન્મ થાય અને વિલીન થવાંની યાત્રા થાય. આ હકીકતનો સારાંશ જાણવા છતાં જન્મ રૂપે ઉત્પન્ન થતી પરિસ્થિતિને માનવી સુખદ ગણે છે અને મૃત્યુ રૂપે વિલીન થતી પરિસ્થિતિને દુ:ખદ કે અશુભ માને છે. જ્યાં સુધી જન્મ-મૃત્યુની ક્રિયા વિશે આવા વિચારોની માન્યતામાં મન ઘેરાયેલું રહે છે ત્યાં સુધી આકારમાં વસવાટ કરનારનો ખરો પરિચય થતો નથી. આકારમાં વસવાટ કરવાનો હેતુ જાણવા માટે જ દેહ રૂપી આકારમાં હું વસવાટ કરું છું અથવા દેહના મૃત્યુ સુધીની યાત્રામાં ઈન્દ્રિયગમ્ય વિષયોને ભોગવવાની ઈચ્છાઓ પૂરી કરું છું. દેહમાં રહીને હું ભવોથી મારા પર લદાયેલા અતૃપ્ત ઈચ્છાઓનાં આવરણને ઓગાળવાનો પ્રયત્ન કરું છું. જેથી મારા મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપમાં પ્રભુત્વને પ્રગટાવતું સાત્ત્વિક જીવન જીવી શકું. આવાં શુભાશયથી માનવી જો જીવે, તો પળે પળે પ્રભુ કૃપાની પ્રતીતિ થાય અને મનુષ્ય જીવનની દુર્લભતાનો સદુપયોગ થાય એવું જ્ઞાન-ભક્તિનું સદાચરણ ધારણ થતું જાય.

         હું જીવન જીવું છું એટલે મારી ઈચ્છાઓ જીવે છે તથા ઈચ્છાઓને પૂરી કરાવતી ક્રિયાના વિચારો જીવે છે. વિચારોની ક્રિયાથી વર્તનનું કર્મ થાય અને તેનાં પરિણામની(ફળની) પ્રાપ્તિનું કર્મ થાય. એટલે ઈચ્છાવૃત્તિ-વિચાર-વર્તન રૂપે કર્મ-ફળની અવિરત થતી ક્રિયાઓનું જીવન છે. મન જો આ સૂક્ષ્મ ક્રિયાઓનો સંદર્ભ સમજે તો સાક્ષીભાવથી કાર્યો થાય અને કર્મ-ફળની આસક્તિમાં બંધાય નહિ. પ્રભુની ક્રિયાશક્તિ સાથેનું જોડાણ(યોગ) હોવાંથી આપણે સૌ જીવંત જીવન જીવી શકીએ છીએ. એવાં સત્ દર્શનથી જે જીવે, તે છે ભક્તનું અનાસક્ત મન. ભક્તનું મન કર્મ-ફળની પ્રક્રિયાનું જીવન જીવે અને એવાં જીવન રૂપે પ્રભુના આત્મીય સંબંધને અનુભવે. એવાં અનુભવની પ્રતીતિમાં નવી ઈચ્છાઓનું આવરણ મન પર બંધાય નહિ અને અતૃપ્ત ઈચ્છાઓનું આવરણ ઓગળતું જાય. એટલે ભક્તનું મન મુક્ત ગતિની મોકળાશને અનુભવે અને દરેક પ્રક્રિયામાં પ્રભુની ચેતનાનો સહારો અનુભવતું જાય. સત્ દર્શનની આવી જાગૃતિ વગર મંદિરમાં ઘંટ વગાડીને, કે મોટેથી મંત્રો બોલીને અથવા પ્રભુ તારા વગર હું કંઈ પણ કરી શકું એમ નથી એવું વારંવાર કહ્યાં કરવાથી પ્રભુ કૃપાની પ્રતીતિ થતી નથી. પ્રતીતિનો આત્મીય આનંદ માણવા માટે જ આપણે માનવ આકારને ધારણ કર્યો છે. માનવ આકારની રચના એટલી અદ્ભુત છે કે તેની દસ ઈન્દ્રિયોની વિશેષતા જો સમજાય, તો વિચારવાની કે સમજવાની રીત બદલાઈ જાય. મન પછી ઈન્દ્રિયગમ્ય વિષયોની સંગમાં પ્રભુની ક્રિયાશક્તિના, એટલે કે ઊર્જા શક્તિની આત્મીય ચેતનાનાં ગુણિયલ પ્રભાવથી પરિચિત થતું જાય. એવાં પરિચયની જ્ઞાતા વૃત્તિની જાગૃતિમાં મગજના જ્ઞાનતંતુઓ રૂપી દીવાની વાટ તેજસ્વી થતી જાય.

         પ્રભુ કૃપાની પ્રતીતિ મન ત્યારે જ કરી શકે જ્યારે મન રૂપી ઘરમાં જ્ઞાન-ભક્તિના સદાચરણથી અજવાળું પથરાય. અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોનું આવરણ હોવાંથી મન રૂપી ઘરમાં અંધકાર પથરાયેલું રહે છે. જેમ જેમ જ્ઞાન-ભક્તિ રૂપે સ્વ સ્વરૂપની ગુણિયલ પ્રતિભાથી મન પરિચિત થતું જાય, તેમ તેમ ગાઢ આવરણ ઓછું થતાં જેમ પરોઢિયું થાય અને ઉજાસ પથરાય તેમ મન પર આત્મીય ચેતનાનો ઉજાસ પથરાતો જાય. પછી ઈન્દ્રિયગમ્ય ભોગની આસક્તિના બદલે પ્રભુ કૃપાની પ્રતીતિ કરાવતી જ્ઞાન-ભક્તિની આસક્તિ જાગે. એવી આસક્તિમાં જિજ્ઞાસુભાવનો અગ્નિ હોય, જે સ્વ અનુભૂતિની અંતર યાત્રા કરવા માટે બેચેન રહે. જિજ્ઞાસુ ભક્તની આવી બેચેનીમાં કોઈ વસ્તુ કે વ્યક્તિની અપ્રાપ્તિનો ઉદ્વેગ નથી, કે ઈચ્છિત ભોગની સ્થિતિ પ્રાપ્ત ન થવાંની હતાશા નથી, કે રાગ-દ્વેષ-ઈર્ષ્યાથી ઉદ્ભવતી ખિન્નતા નથી. ભક્તની બેચેનીમાં ચેન(માનસિક શાંતિની સમતોલતા) અર્પણ કરતાં સદાચરણમાં સ્થિત રહેવાનો સંકલ્પ હોય છે.

         ભક્તના જેવો સંકલ્પ માનવીનું મન પણ કરે, પરંતુ સંકલ્પ પૂરો કરાવતાં વર્તનમાં ઢળે નહિ. એટલે જિજ્ઞાસુભાવનો અગ્નિ પ્રજ્વલિત ન થવાંથી સદાચરણના વર્તનમાં સ્થિત થવાનો સંકલ્પ અધૂરો રહે છે. જિજ્ઞાસુ ભક્તનો સંકલ્પ એટલો દૃઢ હોય, કે તેની બેચેની જ એને સંકલ્પ પૂરો કરાવતાં વર્તનમાં સ્થિત કરાવે છે. જેટલી બેચેની વધુ તેટલી સંકલ્પની દૃઢતા વધતી જાય. સંકલ્પ અનુસાર સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં સમયનો સદુપયોગ થાય. એવાં વારંવાર થતાં અધ્યયનથી સાત્ત્વિકભાવની જાગૃતિ થાય, ત્યારે સ્મરણ ભક્તિ રૂપે પ્રભુ નામ સાંભરે, એટલે કે જ્ઞાતા વૃત્તિથી સ્વયંનું સંવેદન ધારણ થતું જાય. સંવેદનથી સ્વમય ચિંતનની સહજતા ધારણ થતી જાય અને ભક્તનો હૃદયભાવ અંતરની સૂક્ષ્મતામાં ઉડ્ડયન કરતો ભગવત્ ભાવની જાય. અહમ્ વૃત્તિનું સમર્પણ થતું જાય અને તન-મનનાં માનવી જીવનનો હિતકારી ભાવાર્થ અનુભવાય. ભક્તિ રૂપે ભગવત્ ભાવની શક્તિ જાગૃત થતાં ભક્તનું મન સ્વયં ઓતપ્રોત થાય, એટલે કે ભાન ભૂલીને ભક્તિના સદાચરણમાં સ્થિત થતાં ભક્ત સાત્ત્વિકભાવનું આસન બની જાય. સાત્ત્વિકભાવની નિર્મળતામાં અંતર સ્ફુરણ રૂપે અક્ષર શબ્દોનું આલેખન આપમેળે પ્રગટતું જાય ત્યારે વિનંતિનો ભાવ પ્રગટે કે;

 

         વહેલી સવારે સાંભરે કૃષ્ણ તારું નામ, કાયાનું કાલે શું થશે, કલ્યાણ કરજો નાથ;

         કાયાનું જે થશે તે થશે છોડું તુજ પર નાથ, આત્માનો અધિપતિ છો પ્રભુ, ઉદ્ધાર કરજો નાથ;

         શબ્દોથી શોધવાને મથું, ભજનોથી ભજું હું નાથ, ભેટું તો હું કોને ભેટું મારે ભેટવા છે ભગવાન;

         ભાન ભૂલીને ભક્તિ કરું, ખુલ્લાં તું રાખજે કાન,

એક ક્ષણ તો આપો પ્રભુ, મને આપો નાની પાંખ.

(ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
શ્રદ્ધા જાગે પછી પ્રેમના વહેણ વહે

હેત ઊભરાતું રહે પ્રભુ નામમાં, નથી પ્રભુ નામ કોઈ સંસારી સાથમાં;

         પ્રભુના પ્રેમમાં કદી કોઈ પડદો ન રાખો, તો મન ઢળશે પ્રભુ નામમાં;

         નામમાં સમાયેલી છે પ્રભુની પ્રીત અને પ્રભુત્વ પોઢેલું છે પ્રીતમાં;

         ગુણિયલ તત્ત્વ પ્રભુનું થાય જો જાગૃત, તો જાગૃત જીવ ભળે શિવમાં.

 

         પ્રભુના સાત્ત્વિકભાવમાં તરબોળ રહેતાં ભક્તને સર્વવ્યાપક પ્રભુની શક્તિનો સ્વીકાર કરવા માટે કોઈ મનોમંથન કરવું પડતું નથી. ભક્તને કદી એવું જણાવવું ન પડે કે, મને પ્રભુ નામમાં કે પ્રભુ શક્તિમાં શ્રદ્ધા છે. શ્રદ્ધાનો અનુભવ શબ્દોમાં સમાઈ ન શકે અને શ્રદ્ધા શબ્દનો અર્થ સમજીને શ્રદ્ધાનો અનુભવ થઈ ન શકે. પરંતુ શ્રદ્ધા એટલે શું, તે જાણવા માટે પ્રથમ શબ્દાર્થનો આધાર લેવો પડે. શ્રદ્ધાના અનુભવમાં કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ માટે ભરોસો કે વિશ્ર્વાસ હોય. વિશ્ર્વાસનો ભાવ જે પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે જાગે, ત્યારે તેની સાથે સંકળાયેલા કાર્ય કે કર્મ માનવી નચિંત થઈને કરે છે. આમ શ્રદ્ધા હોય ત્યાં ચિંતાના ભયથી મન વિહ્વળ ન થાય, પણ તે સ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા હોવાંથી તેની સાથેનું કાર્ય સરળતાથી થાય છે. એટલે તારણ રૂપે એટલું સમજી શકાય કે, જે વ્યક્તિ અથવા ઘટનાની સ્થિતિ પ્રત્યે શ્રદ્ધાનો ભાવ જો હોય, તો તે સ્થિતિનું કાર્ય કરતી વખતે મન નચિંત હોવાંથી બુદ્ધિપૂર્વક એકાગ્રતાથી કાર્ય થઈ શકે, અથવા કાર્યના યોગ્ય પરિણામ માટે જે પ્રયત્ન કરવાનો હોય એમાં શંકા કે સંદેહ ન જાગે. શ્રદ્ધાનું આસન એકવાર જાગૃત થાય પછી ધ્યેયિત કાર્યોના પરિણામની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એકાગ્રતા સાથે પુરુષાર્થ થતો રહે. એટલે શ્રદ્ધાળુ મન કાર્ય કરવામાં જો પોતાની ભૂલો થઈ હોય તો એનાંથી જાણકાર થવાંનો પ્રયત્ન કરશે, તથા કાર્યને ઉચિત રીતે કરવાનો પુરુષાર્થ કરતું રહેશે.

         અમુક કાર્યો કરવાની પદ્ધતિ એક જ હોય, છતાં દરેક માનવીની કાર્ય કરતી વખતે વિચારવાની રીત જુદી હોય છે. અણઘડ મનની જો અપરિપક્વતા હોય, તો ઘણીવાર એ કાર્યો યાંત્રિક રીતે થતાં યોગ્ય પરિણામ ન મળે. મનની અપરિપક્વતા એટલે સંકુચિત સ્વાર્થી માનસ અથવા અહંકારી મનનો ઘમંડ, જે શ્રદ્ધાભાવ રૂપી ઉજાસને ઢાંકી દે છે. એટલે એકાગ્રતાની કે નિષ્ઠાની ગતિ ખોરવાઈ જાય છે અને કાર્ય કરવાનો ભાર-તાણ વર્તાય છે. શ્રદ્ધાનો ભાવ મનમાં જાગૃત થયાં પછી જો અમુક સંજોગો કે ઘટના પછી તે ભાવ ડગમગી જાય, તો સમજી જવું કે શ્રદ્ધાનો નચિંત ભાવ વાસ્તવમાં જાગૃત ન્હોતો થયો. એ તો માનવી પોતાનું ધાર્યું કાર્ય આસાનીથી થયું હોય, અથવા પોતાની ઈચ્છા મુજબના પરિણામનું વળતર મળી શકે એવાં હેતુથી ‘મને શ્રદ્ધા છે’ એવા શબ્દોનું માત્ર રટણ કરે છે. શ્રદ્ધાની વિશ્ર્વાસુ સ્થિતિ મનોમન જો જાગૃત થઈ હોય તો એની વૃદ્ધિ આપમેળે થયાં કરે છે. તેથી શ્રદ્ધાનો ભાવ ડગમગી જાય, કે શ્રદ્ધાની વૃદ્ધિ ન થાય ત્યાં શ્રદ્ધાનો ભાવ મનમાં જાગૃત થયો ન હોય. શ્રદ્ધાનો ભાવ જાગે પછી મનોમન પ્રેમના વહેણ વહે. કારણ ચિંતા, ભય, તાણ કે અપેક્ષિત પરિણામને પ્રાપ્ત કરવાનો લોભ કે સ્પર્ધા ન હોવાંથી સ્વભાવ પ્રેમાળ થાય છે. પ્રેમના વહેણ જ્યાં વહે ત્યાં હોય અર્પણભાવની નમ્રતા, સમાધાન વૃત્તિની સુમેળતા, બીજાના દોષ ન જોવાંની આંતરિકતા, મારું-તારું-પરાયુંના ભેદને છોડી સહિયારું સ્વભાવની વિશાળતા, મહાભૂતોની પ્રકૃતિના દાનને અહોભાવથી સ્વીકારવાની સૂક્ષ્મતા. આવાં પ્રેમાળ સ્વભાવના વહેણ શ્રદ્ધાની ગતિથી વહેતાં રહે, તેને કહેવાય ભક્તિભાવની સાત્ત્વિકતા.

         ભક્તિ એટલે જ પ્રભુએ અર્પણ કરેલાં જીવંત જીવન પ્રત્યે, કે તન-મનની પ્રકૃતિ પ્રત્યે દૃઢ શ્રદ્ધાનો ભાવ. એવાં શ્રદ્ધાવાન ભક્તને માત્ર મંદિરની મૂર્તિમાં જ પ્રભુ દર્શન ન થાય, પણ જડ-ચેતન સ્વરૂપની પ્રકૃતિમાં પ્રભુ દર્શન રૂપે પ્રભુના ગુણિયલ તત્ત્વની પ્રતીતિ થાય. પથ્થરમાં પણ પ્રભુનું તત્ત્વ છે એવાં તર્કબદ્ધ વિચારોનાં વિશ્ર્લેષણથી ભક્ત કદી દર્શન કે સત્સંગ કરતો નથી. પરંતુ ભક્તની પ્રજ્ઞા બુદ્ધિની જે પ્રકાશિત ગતિની વૃત્તિ છે, તે પ્રકૃતિ જગતને સર્જાવતી અણુ ઊર્જાની ઝાંખી કરે છે. અર્થાત્ ભક્તનાં અંતર મનની સૂક્ષ્મતા જ્યારે અણુ ઊર્જાની સૂક્ષ્મ ક્રિયાનું સંવેદન ભાવથી ઝીલે, ત્યારે આકારના ભેદ ન અનુભવાય પણ આકારને સર્જાવતી નિરાકારિત ઊર્જાના સ્પંદનો ધારણ થાય. શ્રદ્ધાળુ ભક્તની અંતર ધ્યાનસ્થ જાગૃતિના લીધે ઊર્જાના વિદ્યુતિ સ્પંદનોનું સંવેદન, જ્ઞાતાભાવથી ધારણ થતું જાય. જ્ઞાતાભાવનાં સંવેદનમાં સદ્ગુણોની સમૃદ્ધિ ધારણ થતી જાય. બીજી રીતે સમજીએ તો જ્યાં શ્રદ્ધાભાવની દૃઢતા છે ત્યાં નિર્મળ પ્રેમની સહજતા છે અને જ્યાં પ્રેમના વહેણ અનાયાસે વહેતાં હોય ત્યાં શ્રદ્ધાનાં જળ આપોઆપ વહેતાં રહે છે. એટલે સંસારી સંબંધોને જાળવવા માટે, અથવા સંબંધોની ઈમારતોને ટકાવી રાખવા માટે એને પ્રેમભાવ રૂપી ઈંટથી બાંધવી જોઈએ. પ્રેમભાવની ઈંટમાં શ્રદ્ધાનું બળ હોવાંથી, સંબંધોનું જોડાણ જળવાશે. ભક્તના પ્રેમાળ સંબંધોની ઈમારત પર રંગ હોય પ્રભુ કૃપાની આસ્થાનો. એટલે ભક્ત સાથે સંબંધ સંસારી માનવી બાંધી ન શકે, પણ ભક્ત જ બીજા માનવીઓ સાથે પ્રેમની ઈંટોથી સંબંધ બાંધે. એવાં શ્રદ્ધાળુ ભક્ત સાથે જો સંબંધ બંધાય તો જ્ઞાન-ભક્તિના સત્સંગની જિજ્ઞાસા જાગે અને પ્રભુની દિવ્ય પ્રીતને અનુભવવાની તરસ જાગે.

         પ્રભુ સાથેના ઐક્યતાના અણસારા ભક્ત સાથેના સંબંધમાં મળતાં જાય અને પ્રભુ પ્રીતની ઝાંખી કરાવતી ભક્તિનો આનંદ અનુભવાય. બીજા જિજ્ઞાસુઓ સાથેનો જ્ઞાની ભક્તનો પ્રેમાળ સંબંધ એટલે જ પ્રભુની આત્મીય ચેતનાના દિવ્ય ગુણોની સમૃદ્ધિનું પ્રાગટ્ય, જે એની પાવન વાણી કે દૃષ્ટિથી અનુભવાય. ભક્ત પાસે રૂપિયાની સંપત્તિ કે રાજકીય સત્તાની આબાદી ન હોય, પણ તે પોતે જ પ્રભુની ગુણિયલ સમૃદ્ધિને પ્રગટાવતું શ્રદ્ધાનું પ્રકાશિત આસન છે. તેથી એવાં ભક્તનાં સાંનિધ્યમાં જો સત્સંગ થાય, તો સ્વયંને જાણવાનો, સ્વયંની આત્મીય પ્રીતને અનુભવવાનો જિજ્ઞાસુભાવ આપમેળે જાગૃત થાય છે. એવી જિજ્ઞાસાથી માનવી જો સત્સંગ કરે, તો સંસારી વિષયો પાછળ દોડવાનું ઓછું થાય અને પ્રેમની ખોટ પુરાતી જાય. જ્ઞાની ભક્તનું હૃદય ધબકે એમાં પ્રેમભાવના સ્પંદનો પ્રગટે અને તે ભાવની સૂક્ષ્મતાથી અંતર ભક્તિમાં તલ્લીન રહે. એને ભક્તિ કરવી ન પડે, પણ એનાં દ્વારા જે પણ કાર્ય કે પ્રક્રિયા થાય તે ભક્તિ સ્વરૂપે થાય. એટલે ભક્તનાં સ્વભાવમાં પ્રેમની સહજતા હોય અને પ્રેમની સહજતામાં વિશ્ર્વાસ હોય. એટલે ઈચ્છાઓને પૂરી કરવાની, કે અંતરની સમૃદ્ધિને માણવાની જે ખોટ લાગે, તે પ્રેમ, શ્રદ્ધા, કે વિશ્ર્વાસથી પૂરી થતી જાય. આમ ભક્તના અંતર મનમાં શ્રદ્ધાના નીર ઉછળે, જે સોઽહમ્ ભાવ રૂપે વહેતાં રહે. પછી શિવોઽહમ્ સ્વરૂપની આત્મીયતામાં એકરૂપ કરાવતી અનંત યાત્રાનું પ્રયાણ થતું રહે અને ભક્તની પ્રેમભાવની નિ:સ્વાર્થતા પ્રભુની દિવ્ય પ્રીતની શક્તિમાં એકરૂપ થાય. (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુની વ્યાપક્તા શબ્દોમાં ન સમાય

પ્રારબ્ધ મુજબ દરેકને જીવન જીવવું પડે છે. એટલે જીવનમાં પોતે જે ઈચ્છે તે મરજી મુજબ માનવી જીવન જીવી શકતો નથી. આ પ્રારબ્ધ કર્મના તારને કર્મ-ફળની ક્રિયાથી માનવીએ પોતે જ ગૂંથ્યા હોય છે. એક ઈચ્છાને પૂરી કરવાના કાર્ય કે કર્મ કરતી વખતે બીજી ઘણી ઈચ્છાઓ કે આશાઓ મનમાં જાગે, તે પ્રારબ્ધ કર્મ રૂપે વર્તમાન જીવનમાં ભોગવાય છે. કરોળિયાના જાળાની જેમ ઈચ્છાઓનું જાળું માનવી ગૂંથે છે અને પોતે જ એમાં બંધાઈ જાય છે. કરોળિયાની જાળું ગૂંથવાની નિપુણતા એટલી ઉમદા છે કે આપણે વિચારી પણ ના શકીએ એટલા બારીક તારથી જાળું ગૂંથાય છે. તે બારીક તાર એની લાળમાંથી બને છે. લાળના બારીક તારથી કરોળિયો પોતાના આઠ પગના સહારે જાળાની જે ડીઝાઈન ગૂંથે છે તે ખરેખર બેનમૂન (અજોડ) છે. આવી બારીક તારની ગૂંથણી ત્યાં થાય, જ્યાં હવાની અવરજવર ઓછી હોય, અથવા સૂર્ય પ્રકાશ ઓછો હોય, અથવા લાંબા સમયથી વપરાયા વિનાનું અવાવરું ઘર કે રૂમ હોય. જેમ કરોળિયા પાસે પોતે રચેલા જાળાને પાછું સંકેલી લેવાની કળા હોય છે; તેમ ગૂંથાયેલા કર્મસંસ્કારો રૂપી જાળાને સંકેલી લેવાની કળા મનમાં સમાયેલી છે. મનની એવી કળાને જાગૃત કરવા માટે મનોમંથન પૂર્વક વાસ્તવિકતાને સમજીએ. જેથી કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિ રૂપી જાળાઓને વિલીન કરાવતાં સ્વમય ચિંતનમાં સ્થિત થઈ શકાય.

         મનનાં ભૂગર્ભમાં પ્રભુની આત્મીય ચેતનાનું ધન સમાયેલું છે. એ ધનના અલ્પ અંશથી બાહ્ય જગતના વિષયોને ભોગવવાનું જીવન દરેક માનવી જીવે છે, પણ તે પૂર્ણતાના ધનની મહત્તાને મન જાણતું નથી. એટલે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં જાળા ગૂંથાતા રહે છે અને મનમાં સમાયેલું પ્રભુનું ધન સુષુપ્ત રહે છે. પ્રભુની એટલી અનન્ય કૃપા છે કે જીવંત જીવન જીવવા જેટલું ધન, સૌને કોઈ પણ પ્રયત્ન વગર મળી રહે છે. પરંતુ માનવીએ વિચારવું જોઈએ કે આ અવિનાશી આત્મીય ધન, જે ઊર્જા શક્તિ રૂપે પ્રાપ્ત થાય છે તેને માત્ર ખાવું, પીવું, ઊંઘવું, ફરવું, કે રોજિંદા કાર્યો કરવામાં જ વાપરી નાંખવાનું નથી, પણ તે અમૂલ્ય ધનનાં સહારે માનવી સ્વરૂપની ઉન્નતિને, મનની સાત્ત્વિકતાને ધારણ કરવાની છે. પ્રભુએ અર્પણ કરેલી આ આત્મીય સંપત્તિનું સ્મરણ જે ક્ષણથી જ્ઞાન-ભક્તિના સહારે થશે, તે ક્ષણથી ભીતરની વાસ્તવિકતાને જાણવાની જિજ્ઞાસા જાગશે. મનનાં ભૂગર્ભમાં, એટલે કે અંતરમાં સાત્ત્વિક ગુણોની આત્મીય સંપત્તિ છે. તે જો સદાચરણ રૂપે ધારણ થાય તો લૌકિક વિષયોને ભોગવવાની અતૃપ્ત ઈચ્છાઓનાં જાળા ઓછા બંધાય અને સાત્ત્વિક વિચારોના અધ્યયનથી સાત્ત્વિકભાવની જાગૃતિ થતી જાય.

         સદાચરણમાં સ્થિત થવાંની જિજ્ઞાસા જગાડવા માટે આત્માને તિજોરીના અને મનને ઘરના રૂપકથી (ઉપમાથી) સમજીએ. પ્રભુએ આપણને મન રૂપી ઘર અર્પણ કર્યું છે, જેથી આત્મીય ગુણોની સંપત્તિને ભોગવી શકાય. જે ઘરમાં આત્મીય તિજોરી હોય, તેમાં આત્મીય સંપત્તિની આબાદી પથરાયેલી જ હોય. એવાં સમજપૂર્વકના સ્વીકાર સાથે જીવન જીવીએ તો મન રૂપી ઘરના રાચરચીલાથી પરિચિત થવાય અને અનુભવાય કે આત્મીય તિજોરીને કોઈ તાળા નથી. પ્રભુ તો ભેદભાવ વગર દરેક જીવને આત્મીય ચેતનાના ધનથી જિવાડે છે એ સત્યનું દર્શન પછી ધારણ થતું જાય. આત્મીય સંપત્તિની સાર્થકતા ત્યારે જ અનુભવી શકાય, જ્યારે સાત્ત્વિક આચરણની સિદ્ધિ જ્ઞાન-ભક્તિથી ધારણ થાય. જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે પ્રભુનું ગુણિયલ ધન જ્ઞાની ભક્ત વહેંચે, ત્યારે વેપારની વિનિમય રીતથી વેંચે નહિ, પણ સેવાભાવની પ્રસન્નતાથી ભક્તિનો આનંદ પ્રસરાવે અને બીજાના તન-મનની વ્યથાઓનું નિરાકરણ કરાવતી પ્રાર્થના તે કરતો રહે. એવાં જ્ઞાની-ભક્તોનું ઉદાહરણ એટલે નરસિંહ મહેતા. તેઓ હરિજન વાસમાં જઈને ભક્તિ ભાવની પ્રસન્નતા પ્રસરાવતાં હતાં. મેવાડની રાણી મીરાંબાઈએ ભક્તિ ભાવનું ધન અર્પણ કરવા રાજવી વૈભવનો ત્યાગ કરી દીધો હતો. અર્વાચીન સમયમાં પુનિત મહારાજે ભક્તિ ભાવની સુવાસ પ્રસરાવી છે. એમનાં ભક્તિ ભાવને જે જિજ્ઞાસુઓએ પ્રત્યક્ષ સાંનિધ્યમાં માણ્યો હશે તેઓ સદાચરણના પંથે પ્રયાણ કરતાં રહેશે. એમની ભક્તિમાં સેવાભાવની સુવાસ હોવાંથી જીવનલક્ષી માસિકપત્ર ‘જનકલ્યાણ’ દ્વારા સાત્ત્વિક વિચારોના શબ્દો સૌને ઘેર બેઠાં પ્રાપ્ત થયાં કરે છે.

         જ્ઞાની ભક્તો દ્વારા પ્રભુનું ધન અર્પણ થાય, ત્યારે તેઓ પોતે અજાણ રહે છે કે, એમનાં દ્વારા પ્રભુનું ધન, એટલે કે દિવ્ય સ્પંદનોનું ભાવ દાન પ્રગટે છે. આવી ભક્ત સ્થિતિ તો આત્મીય ચેતનાની પ્રકાશિત ગતિ સાથે ભાવની પ્રીતથી ગતિમાન રહે, જે છે જ્ઞાની ભક્તની અંતર ભક્તિનું સ્વરૂપ. અંતરધ્યાનમાં તે ભક્તિ ભાવથી તલ્લીન થઈને ખોવાઈ જાય, ત્યારે સ્વયંના આત્મ સ્વરૂપની ઐક્યતાને અનુભવે. સ્વ અનુભવની એકરૂપતામાં વૃત્તિ-વિચારોનું વૃત્તાંત ન હોય, પણ ભગવત્ ભાવની પ્રીતનું પ્રસરણ હોય. એટલે ભક્તિનો આનંદ જો માણવો હોય તો જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં પૂજનીય ભાવથી રહેવું જોઈએ. પૂજનીય ભાવથી જ્ઞાની ભક્તની પાવન વાણીનો સૂર ઝીલીએ, તો અહંકારી માનસને ઓગાળતું સ્વમય ચિંતનનું અંતર પ્રયાણ આપમેળે થતું જાય. જિજ્ઞાસુ મનમાં પૂજનીય ભાવ જાગે, ત્યારે અણસમજના, સંદેહ-શંકાના વાદળો વરસી ગયાં હેાય. જ્યાં સુધી સાત્ત્વિક વિચારોના અધ્યયનથી, સ્વ સ્વરૂપની મહત્તાથી મન જ્ઞાત થતું નથી, ત્યાં સુધી અણસમજની અજ્ઞાનતા શંકા-સંદેહમાં રહે છે. શંકાશીલ મન આત્મીય ચેતનાના સ્પંદનોને અનુભવી ન શકે. એટલે અંતર માર્ગે પ્રયાણ કરાવતું આત્મીય સ્પંદનોનું ધન જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો મળે, તો પણ શંકાશીલ અજ્ઞાની મનમાં તે સ્થપાતું નથી. તેથી પૂજનીય ભાવ જાગે એવાં સાત્ત્વિક વિચારોથી મનોમંથન થવું જોઈએ. અધ્યયનથી સ્વયંને જાણવાની જિજ્ઞાસામાં ગુરુ કે માર્ગદર્શક માટે પૂજનીય ભાવનો પ્રેમ જાગે છે. મન પ્રેમભાવથી રંગાતુ જાય પછી જીવનનો ભાવાર્થ સમજાય કે ‘મરજી મુજબ જીવવું એટલે સ્વયંના આત્મીય ગુણોની સમૃદ્ધિને પ્રગટાવતું સાત્ત્વિકભાવનું જીવન’. એવાં જીવનમાં પ્રભુની આત્મીય સંપત્તિનો સ્વ અનુભૂતિ રૂપે સાક્ષાત્કાર થાય, ત્યારે ગૂંથાયેલા કર્મસંસ્કારોનાં જાળા ખરતાં જાય. પછી પ્રભુ સાથેની ઐક્યતામાં ભક્તિભાવની પ્રસન્નતાથી એકરૂપ થતાં જવાય.

 

         પ્રભુને શોધવા મન મથે છે, પણ પ્રભુની વ્યાપકતા કોઈ શબ્દોમાં ન સમાય;

         પ્રભુ કૃપામાં જો તરબોળ થવાય પૂજનીયભાવથી, તો અંતર નયનોથી નીરખાય;

         પ્રભુ ભલે ભાસે છે દૂર, છતાં તે પાસેમાં પાસે છે એવું શાસ્ત્રો પણ જણાવે છે;

         મનથી માનો તો પ્રભુ બહુ દૂર છે, પણ ભક્તિભાવથી અનુભવો તો પાસે જ છે. (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા        

Read More