Article Details

૨૯-૦૪-૨૦2૩

 

 

હું વિચારી શકું છું, હું બુદ્ધિપૂર્વક સચોટ નિર્ણય કરી શકું છું, હું મારા કુટુંબની જવાબદારી નિભાવી શકું છું. હું મારી પોતાની મહેનતથી કમાણી કરી શકું છું એટલે ભોગ્ય પદાર્થોને મેળવી શકું છું, આવી કર્તાભાવ રૂપી વાડમાં સામાન્ય રૂપે માનવીનું મન બંધાયેલું રહે છે. કર્તાભાવની વાડમાં બંધાઈને અહંકારી રાગ-દ્વેપના વર્તનથી માનવી જીવે છે. મારું-તારુંના લોભથી, કે માલિકીભાવનાં સ્વાર્થી વર્તનના લીધે તૃપ્તિનાં અનુભવમાં પણ મન અસ્થિર રહે છે. એટલે તુમ કરતી પરિસ્થિતિમાં ઘણીવાર અતૃપ્તિની નિરાશાને મન અનુભવે છે. કારણ રાગ-દ્વેષની વિરોધી વૃત્તિના વિચારોમાં જ મન બંધાયેલું રહે છે. એવું મન કર્તાભાવની અહંકારી સ્વભાવ રૂપી વાડમાંથી મુક્ત થવાનું ત્યારે વિચારે, જ્યારે તે કોઈ સંત કે પોગી જેવાં મહાત્માના મુક્ત જીવનને નિકાળે, મુક્ત જીવન જીવતાં મહાત્માઓના સાંનિધ્યમાં જો રહેવાં મળે, તો મુક્ત સ્વરૂપના શાંત સ્પંદનો અનુભવાય, ત્યારે મુક્ત જીવન જીવવાની ઈચ્છા જાગે. એવી ઈચ્છા જો પ્રભુ કૃપા રૂપે પ્રબળ થાય, તો અંતર જીવનની મુક્ત ગતિ તરફ પ્રયાણ કરાવતાં સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં મન સ્થિત થાય અને જ્ઞાન-ભક્તિના સદાચરણની મહત્તા સમજાતી જાય.

 

અંતર જીવનની મુક્ત ગતિમાં નથી ભવિષ્યની ચિંતા, કે ભૂતકાળની ઘટનાઓનું સ્મરણ. એટલે મન વર્તમાનની ક્ષણમાં ભક્તિભાવથી જીવે અને પ્રભુની પ્રતીતિ કરે. કર્મ કરાવનાર પ્રભુની ઊર્જા શક્તિની ચેતના છે એ સત્યના સ્વીકારથી જીવન જિવાય, ત્યારે પ્રભુના સ્મરણથી થતાં કાર્યોમાં રાગ-દ્વેપના વિચારો ઓગળતાં જાય અને પ્રેમભાવની સુમેળતાના વિચારો ઉદ્ભવતાં જાય. રાગ-દ્વેષના ભેદભાવનો સંઘર્ષ ન હોય, ત્યારે શાંત સ્થિતિને મન અનુભવે છે. ભેદભાવના અભાવનું શાંત સ્થિતિનું જીવન આપણે બધાએ બાળપણમાં મોટેભાગે માણ્યું છે. જ્યારે નાના હતાં ત્યારે ભૂખ લાગે તે વખતે મા ખવડાવતી હતી. ભૂખ લાગી છે અને મા ખવડાવશે એવી શ્રદ્ધ પણ રાખવી ન્હોતી પડતી, કે મા ખાવાનું નિહ ખવડાવે તો શું થશે એવા ચિંતાજનક વિચારો પણ હોતાં. કારણ મા સાથેનો બાળકનો જે પ્રેમાળ વહાલભર્યો સંબંધ હોય, એમાં માત્ર નિઃસ્વાર્થ પ્રેમ હોય. નિઃસ્વાર્થ પ્રેમમાં મારું-તારુંના ભેદભાવ ન હોય, કે સારું-ખરાબ છે એવી સરખામણીના વિચારો ન હોય, કે મેળવેલું છીનવાઈ જશે એવી ચિંતાના નિરાશાજનક વિચારો ન ન હોય, કે જે મારી પાસે છે એવું બીજા પાસે નથી એવાં અહંકારનો નશો ન હોય, કે મારી માલિકીનું કોઈ ઝૂંટવી લેશે એવા ભય પ્રેરિત વિચારોનો અંધકાર પણ ન હોય.

 

પ્રેમની નિઃસ્વાર્થતામાં એકબીજા સાથે હળીમળીને, એકબીજાનું શ્રેય થાય એવાં પરોપકારીભાવથી જવન જિવાય, એમાં પ્રેમની પ્રસન્નતા જ પ્રસરતી હોય. એટલે મા નો પ્રેમ અધીર બની વહેતો હોય. મા ને એવું થાય કે પોતાના બાળક માટે શું કરું અને શું ના કરું! મા તો પ્રેમની ધારા બની વરસતી રહે અને બાળક એ ધારામાં ઝબોળાતો રહે. બાળકનો સર્વાંગી વિકાસ પ્રેમની નિઃસ્વાર્થ ધારાથી થતો હોય છે. અર્થાત્ પ્રભુની ચેતના જ પ્રેમની ધારા રૂપે પ્રગટે છે. તે પ્રેમની ધારાનું દાન પ્રભુની પ્રાણ શક્તિ સૌ દેહધારી કૃતિઓને પાસ રૂપે અર્પણ કરે છે. સંસારી લોકિક મન જેવાં શંકા-સંદેહથી શ્વાસની ધારાનું દાન અર્પણ નથી થતું. પ્રભુ કદી ભેદભાવથી શ્વાસના અમૂલ્ય ધનને અર્પણ નથી કરતાં. જ્યાં પ્રેમભાવની નિઃસ્વાર્થતા હોય, ત્યાં નિરપેક્ષભાવની નિર્મળતા જ વહેતી હોય અને સમર્પણભાવની નિષ્ઠા હોવાથી ત્યાં આપ-લે કરવાની વિનિમય પ્રવૃત્તિનો વ્યવહાર ન હોય. સારું અથવા સફળ પરિણામની પ્રાપ્તિ થાય તો જ પ્રેમનું ધન પ્રાપ્ત થાય એવાં કારણ-કાર્યની ક્રિયા-પ્રતિક્રિયાથી જેમ નિઃસ્વાર્થ પ્રેમની ધારા વહેતી નથી, તેમ શ્વાસ અકારણ અનાયાસે સહજ અર્પણ થયાં કરે છે.

 

પ્રભુની ઊર્જા શક્તિના નિઃસ્વાર્થ વહેણ, કે શ્વાસની પ્રેમાળ ધારાનાં વહેણ કદી એવાં ધ્યેયથી કે વિચારોથી નથી વહેતાં કે, “મારા વહેણથી દેહધારી સર્વે જીવોને જીવંત જીવન જીવવાનું સત્ત્વ મળે છે, એટલે મારે ક્ષણે ક્ષણે ગતિમાન રહેવાનું છે, મારું સર્વસ્વ અર્પણ કરવાનું છે. મારા આધાર વગર સૌ નિરાધાર થઈ જશે, એટલે સોને શ્વાસની ચેતનાનું અમૂલ્ય દાન સમર્પિત કરતાં રહેવાનું છે. જેથી સર્જન- વિસર્જનની ક્રિયાઓ થઈ શકે અને જગતમાં સર્વત્ર ઉન્નતિની, વિકાસ-વૃદ્ધિની સમૃદ્ધિ પ્રસરી શકે.’’ પ્રભુની ચેતનાનું દાન આવાં ભાવથી અર્પણ નથી થતું. એ તો શૂન્યભાવનું અવકાશ સ્વયંભૂ શ્વાસની ચેતના રૂપે પ્રગટતું રહે છે.

 

જેમ સૂર્યદેવ કદી અંધકારને ઓગાળવા માટે પ્રકાશિત કિરણો નથી પ્રસરાવતાં, પણ પ્રકાશના પ્રસરણમાં અંધકારનું અસ્તિત્વ ટકી શકતું નથી, તેમ પ્રભુની પ્રાણ શક્તિની ઊર્જા, એટલે કે નિઃસ્વાર્થ પ્રેમની શ્વાસની ધારાનાં પ્રસરણમાં દેહધારી કૃતિઓ અમૃત સ્થિતિમાં તરે છે. તેથી દરેક દેહધારી કૃતિઓએ નિઃસ્વાર્થ પ્રેમનાં આચરણથી જીવવાનું હોય અને પ્રેમનું પ્રસરણ કરતાં રહેવું, તે છે જીવંત દેહધારી દરેક જીવનો યથાર્થ સ્વ ધર્મ. સાંપ્રદાયિક વિચારોના સ્વીકારથી ધાર્મિક આચરણ ન થાય. પરંતુ સાંપ્રદાયિક વિચારોનાં આચરણથી સ્વ ધર્મ ધારણ થઈ શકે. સ્વ ધર્મ એટલે જે આત્મીય ચેતનાનું સ્વ સ્વરૂપ છે, તે ચેતનાનાં સાત્ત્વિક ગુણો ખચરણ રૂપે ધારણ થાય, તેને કહેવાય સ્વ ધર્મનું સદાચરણ. જે દરેક જીવનો ધર્મ કહેવાય. એવાં ધાર્મિક આચરણ માટે જ સાંપ્રદાયિક વિચારોનાં આચરણથી રાગ-દ્વેષનાં ભેદભાવ જેમ જેમ ઓગળતાં જાય, તેમ તેમ મનની શુદ્ધતામાં પ્રેમભાવની નિઃસ્વાર્થતા જાગૃત થતી જાય. પછી સોહમ્ ભાવની જાગૃતિથી અંતર ભક્તિમાં ઓતપ્રોત થવાય અને પ્રભુ મિલનની, એકાકાર થવાની અંતર યાત્રા થતી જાય.

 

દેહધારી જીવનમાં જો પ્રેમની નિઃસ્વાર્થ ધારા વહે, તો પ્રભુ મિલનનો રાહ મળી સાત્ત્વિક વિચારો સ્વયં રાહબર બને અને સ્વમય ચિંતનની સહજતા ઘારણ થાય સ્વમય ચિંતનની ધારામાં સ્વ સ્વરૂપની સાત્ત્વિકતા, આચરણ રૂપે ધારણ થાય; જીવંત જીવનનો આશય સિદ્ધ કરાવતું ધાર્મિક જીવન પછી ભક્તિભાવથી જિવાય

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા